खालिपानुं कोइ मारण शोधवाथी कयां मळे छे Gujarati Gazal By Naresh K. Dodia

खालिपानुं कोइ मारण शोधवाथी कयां मळे छे Gujarati Gazal By Naresh K. Dodia
खालिपानुं कोइ मारण शोधवाथी कयां मळे छे Gujarati Gazal By Naresh K. Dodia
खालिपानुं कोइ मारण शोधवाथी कयां मळे छे
आ मुसीबत प्रेम करनाराओ कायम नोतरे छे            

जे कदी रबने मळ्यो ना होय ए शायरनी छे वात
एक माणसनी खूशी काजे दुआ जेवुं लखे छे

एक वखते होय तो समजी शके एने अरीसो
वेश बदलीने धणा माणसय खुदने छेतरे छे

धारवानी होय साथे माणवानी केटली क्षण?
एक माणसनी कमीथी आयखुं ज्यां घण धणे छे

तोर एनो,दाब एनो,रोफ एनो,प्यार मारो
ते छता ए मानवी दुनियाथी नोखो थइ गमे छे

रोज सोना जेम चमके हास्य एना होठ वच्चे
ए ज माणसने पळेपळ पामवां दिल करगरे छे

एक तारणथी कदी आगळ वधीने ना जवायुं
दूरतानां सात कोठा जेम सागमटे नडे छे

आ “महोतरमा” तो एनी मनसुफी कायम चलावे
चाहवानी वातमा दिल चाल मनगमती चले छे
-नरेश के.डॉडीया
ખાલિપાનું કોઇ મારણ શોધવાથી કયાં મળે છે
આ મુસીબત પ્રેમ કરનારાઓ કાયમ નોતરે છે            

જે કદી રબને મળ્યો ના હોય એ શાયરની છે વાત
એક માણસની ખૂશી કાજે દુઆ જેવું લખે છે

એક વખતે હોય તો સમજી શકે એને અરીસો
વેશ બદલીને ધણા માણસય ખુદને છેતરે છે

ધારવાની હોય સાથે માણવાની કેટલી ક્ષણ?
એક માણસની કમીથી આયખું જ્યાં ઘણ ધણે છે

તોર એનો,દાબ એનો,રોફ એનો,પ્યાર મારો
તે છતા એ માનવી દુનિયાથી નોખો થઇ ગમે છે

રોજ સોના જેમ ચમકે હાસ્ય એના હોઠ વચ્ચે
એ જ માણસને પળેપળ પામવાં દિલ કરગરે છે

એક તારણથી કદી આગળ વધીને ના જવાયું
દૂરતાનાં સાત કોઠા જેમ સાગમટે નડે છે

આ “મહોતરમા” તો એની મનસુફી કાયમ ચલાવે
ચાહવાની વાતમા દિલ ચાલ મનગમતી ચલે છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement