आयखानी चोकटे ए सांज फेकीने गया छे Gujarati Gazal By Naresh K. Dodia

आयखानी चोकटे ए सांज फेकीने गया छे Gujarati Gazal By Naresh K. Dodia
आयखानी चोकटे ए सांज फेकीने गया छे Gujarati Gazal By Naresh K. Dodia
आयखानी चोकटे ए सांज फेकीने गया छे
अंश पोतानो ए मारामां जे छोडीने गया छे       

आशरो जीवनमां माणसने मळे छेल्ली घडी लग
साथमां ना होय पण आंखोथी भेटीने गया छे

एकघारी हुं भूलो करतो रह्यो छुं चाहनामां  
तोय ए हसतां मुखे भूलोने छेकीने गया छे

जे समयने साचवे मोंधी जणस जेवो गणीने
मारी साथे पळ बे पळ शांतिथी बेसीने गया छे

रूपनो अंबार जेने कहे छे लोको खानगीमां
सादगीनो भाव मारामां ए मेलीने गया छे

बीज वावीने गया दिलनी धरा पर स्पर्श साथे
एक तपतां रणमां पुष्पो ए उछेरीने गया छे

एक बाळक जेम शायर थइ एने जोतो रह्यो हुं
एक शायर मुजमांने ए बाळ तेडीने गया छे

चोतरफ अणसार भाळुं छु “महोतरमानो” यारो
आंखमां तस्वीर रूपे खुद अढेलीने गयां छे
-नरेश के.डॉडीया
આયખાની ચોકટે એ સાંજ ફેકીને ગયા છે
અંશ પોતાનો એ મારામાં જે છોડીને ગયા છે       

આશરો જીવનમાં માણસને મળે છેલ્લી ઘડી લગ
સાથમાં ના હોય પણ આંખોથી ભેટીને ગયા છે

એકઘારી હું ભૂલો કરતો રહ્યો છું ચાહનામાં  
તોય એ હસતાં મુખે ભૂલોને છેકીને ગયા છે

જે સમયને સાચવે મોંધી જણસ જેવો ગણીને
મારી સાથે પળ બે પળ શાંતિથી બેસીને ગયા છે

રૂપનો અંબાર જેને કહે છે લોકો ખાનગીમાં
સાદગીનો ભાવ મારામાં એ મેલીને ગયા છે

બીજ વાવીને ગયા દિલની ધરા પર સ્પર્શ સાથે
એક તપતાં રણમાં પુષ્પો એ ઉછેરીને ગયા છે

એક બાળક જેમ શાયર થઇ એને જોતો રહ્યો હું
એક શાયર મુજમાંને એ બાળ તેડીને ગયા છે

ચોતરફ અણસાર ભાળું છુ “મહોતરમાનો” યારો
આંખમાં તસ્વીર રૂપે ખુદ અઢેલીને ગયાં છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement