एक-बे घटनाथी आगळ वधतां नथी Gujarati Gazal By Naresh K. Dodia

एक-बे घटनाथी आगळ वधतां नथी Gujarati Gazal By Naresh K. Dodia
एक-बे घटनाथी आगळ वधतां नथी Gujarati Gazal By Naresh K. Dodia
एक-बे घटनाथी आगळ वधतां नथी
वेद ने व्यापार साथे भळतां नथी

रोज लखवानी पडी छे आदत मने
शब्द उर्मिने कदी अवगणतां नथी

कोइ पण मतलब विना चाहे छे मने
बे जणानु एक थाता लडतां नथी

एमनी आंखोनी मस्ती बेबाक जोइ
कोइ मयखानानी चोकटे चडता नथी

खानगीमा होय सधळुं थातुं छतुं
बोलका शब्दोना पाना खुटता नथी

छे अडीखम स्नेहनी केडी आपणी
आ जगतने आपणे बे गमतां नथी

छे प्रभाती नूर तारा च्हेरा उपर
ए ज कारणथी फूलो पण गमता नथी

छे’महोतरमा’नी चाहत मारा प्रती
अन्य नारीनी कवितां लखतां नथी
-नरेश के. डॉडीया
એક-બે ઘટનાથી આગળ વધતાં નથી
વેદ ને વ્યાપાર સાથે ભળતાં નથી

રોજ લખવાની પડી છે આદત મને
શબ્દ ઉર્મિને કદી અવગણતાં નથી

કોઇ પણ મતલબ વિના ચાહે છે મને
બે જણાનુ એક થાતા લડતાં નથી

એમની આંખોની મસ્તી બેબાક જોઇ
કોઇ મયખાનાની ચોકટે ચડતા નથી

ખાનગીમા હોય સધળું થાતું છતું
બોલકા શબ્દોના પાના ખુટતા નથી

છે અડીખમ સ્નેહની કેડી આપણી
આ જગતને આપણે બે ગમતાં નથી

છે પ્રભાતી નૂર તારા ચ્હેરા ઉપર
એ જ કારણથી ફૂલો પણ ગમતા નથી


છે’મહોતરમા’ની ચાહત મારા પ્રતી
અન્ય નારીની કવિતાં લખતાં નથી
-નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment