आकाश जेवो साफ सुथरो भाव राखजे. Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
आकाश जेवो साफ सुथरो भाव राखजे. Gujarati Gazal By Naresh K. Dodia |
आकाश जेवो साफ सुथरो भाव राखजे.
हुं चाहवानो जिंदगीभर याद राखजे.
वातो उछाळी ना शकुं जे खानगी हती
अंतिम जे कांइ होय त्यारे लाज राखजे
कोइने चाहीने जगत भूली जवाइ छे
मारी आ चाहत पर सदा अभिमान राखजे
जीवननी हरक्षणमां तुं ने तुं मात्र होय छे
जीवननी दोरी पर तुं कायम हाथ राखजे
मारूं तो कोइ ना थयुं माटे तने चही
कायम हुं तारो छुं तुं ए अंदाज राखजे
सांजे हुं भटकी एक ठेकाणे परत फरूं
दिलमां विसामां काज तुं धरबार राखजे
कोइनी आंखो जो कदी तारा उपर पडे
शायरनी छे मिलकत तु कायम ख्याल राखजे
भूली जवानो होय तो भूली नही शके
तारो अहम पोषुं छुं कायम जाण राखजे
संबंधना आ अटपटा हुं दाखलां गणुं
आ गणितमां कायम मने तुं बाद राखजे
मारी महोतरमा रूपाळी होय तो भले
साथे तुं मारा प्यारनो शणगार राखजे
-नरेश के.डॉडीया
આકાશ જેવો સાફ સુથરો ભાવ રાખજે.
હું ચાહવાનો જિંદગીભર યાદ રાખજે.
વાતો ઉછાળી ના શકું જે ખાનગી હતી
અંતિમ જે કાંઇ હોય ત્યારે લાજ રાખજે
કોઇને ચાહીને જગત ભૂલી જવાઇ છે
મારી આ ચાહત પર સદા અભિમાન રાખજે
જીવનની હરક્ષણમાં તું ને તું માત્ર હોય છે
જીવનની દોરી પર તું કાયમ હાથ રાખજે
મારૂં તો કોઇ ના થયું માટે તને ચહી
કાયમ હું તારો છું તું એ અંદાજ રાખજે
સાંજે હું ભટકી એક ઠેકાણે પરત ફરૂં
દિલમાં વિસામાં કાજ તું ધરબાર રાખજે
કોઇની આંખો જો કદી તારા ઉપર પડે
શાયરની છે મિલકત તુ કાયમ ખ્યાલ રાખજે
ભૂલી જવાનો હોય તો ભૂલી નહી શકે
તારો અહમ પોષું છું કાયમ જાણ રાખજે
સંબંધના આ અટપટા હું દાખલાં ગણું
આ ગણિતમાં કાયમ મને તું બાદ રાખજે
મારી મહોતરમા રૂપાળી હોય તો ભલે
સાથે તું મારા પ્યારનો શણગાર રાખજે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment