केवी तरसनी वाट मारी आंखमां छोडीने गइ छे तुं Gujarati Gazal By Naresh K. Dodia

केवी तरसनी वाट मारी आंखमां छोडीने गइ छे तुं Gujarati Gazal By Naresh K. Dodia
केवी तरसनी वाट मारी आंखमां छोडीने गइ छे तुं Gujarati Gazal By Naresh K. Dodia
केवी तरसनी वाट मारी आंखमां छोडीने गइ छे तुं
दरियानां दिलमां एकधारी प्यास छोडीने गइ छे तुं

ए जिंदगीभर एक माणसनी कमी साथे जीवे एने  
एने प्रतिक्षानी अजाणी राहमां छोडीने गइ छे तुं

जीवी नथी शकतो जे माणस एक पळ तारा विनां एने
थोडी पळॉ आपी जीवन जंजाळमा छोडीने गइ छे तुं

लखतां कदी थाक्यो नहीं शायर जे तारी यादमां डूंबी        
एनुं जीवन काव्यो गझलना भारमां छोडीने गइ छे तुं

तारी फिकर साथे पळे-पळ जीववानुं होय छे जेने
आघे रहीने चाहवानी वातमां छोडीने गइ छे तुं

जेना गझल काव्यो उपर ललनाओ लाखो छे फीदा फीदा  
एने ज तारी चाहनां पक्षपातमां छोडीने गइ छे तुं

वरसो लगी दीदार मांटे जेमने जोवी पडे छे राह
ए मानवीनी आंखने तलसाटमां छोडीने गइ छे तुं

आखोनी सामे होय के दूरी बनावे फर्क शुं पडवानो?  
साक्षात सामे होय एवा ख्यालमां छोडीने गइ छे तुं

मारी “महोतरमां” तने चाहीने जीवनने में जाण्युं छे
एकत्वनुं ज्यां सत्य छे ए छावमां छोडीने गइ छे तुं
-नरेश के.डॉडीया


કેવી તરસની વાટ મારી આંખમાં છોડીને ગઇ છે તું
દરિયાનાં દિલમાં એકધારી પ્યાસ છોડીને ગઇ છે તું

એ જિંદગીભર એક માણસની કમી સાથે જીવે એને  
એને પ્રતિક્ષાની અજાણી રાહમાં છોડીને ગઇ છે તું

જીવી નથી શકતો જે માણસ એક પળ તારા વિનાં એને
થોડી પળૉ આપી જીવન જંજાળમા છોડીને ગઇ છે તું

લખતાં કદી થાક્યો નહીં શાયર જે તારી યાદમાં ડૂંબી        
એનું જીવન કાવ્યો ગઝલના ભારમાં છોડીને ગઇ છે તું

તારી ફિકર સાથે પળે-પળ જીવવાનું હોય છે જેને
આઘે રહીને ચાહવાની વાતમાં છોડીને ગઇ છે તું

જેના ગઝલ કાવ્યો ઉપર લલનાઓ લાખો છે ફીદા ફીદા  
એને જ તારી ચાહનાં પક્ષપાતમાં છોડીને ગઇ છે તું

વરસો લગી દીદાર માંટે જેમને જોવી પડે છે રાહ
એ માનવીની આંખને તલસાટમાં છોડીને ગઇ છે તું

આખોની સામે હોય કે દૂરી બનાવે ફર્ક શું પડવાનો?  
સાક્ષાત સામે હોય એવા ખ્યાલમાં છોડીને ગઇ છે તું

મારી “મહોતરમાં” તને ચાહીને જીવનને મેં જાણ્યું છે
એકત્વનું જ્યાં સત્ય છે એ છાવમાં છોડીને ગઇ છે તું
-નરેશ કે.ડૉડીયા
Advertisement