क्यारेक अंदर होय छे क्यारेक साली ब्हार होय छे Gujarati Gazal By Naresh K. Dodia

क्यारेक अंदर होय छे क्यारेक साली ब्हार होय छे Gujarati Gazal By Naresh K. Dodia
क्यारेक अंदर होय छे क्यारेक साली ब्हार होय छे Gujarati Gazal By Naresh K. Dodia
क्यारेक अंदर होय छे क्यारेक साली ब्हार होय छे
आ लागणीओनी सदा भटकी गयेली जात होय छे

पीडाने कायम आवकारी स्मित च्हेरा पर लई अमे
मारी गझलमां तोय खूशीथी भरेली छाब होय छे

ए अधवचाळे जइने थाकी जाय छे क्यारेक राहमां
जीवनसफरनां अंतमां आवी रूकावट लाख होय छे

भीतरथी भणकारा सतत वाग्या करे आठे प्रहर अहीं
सामे नथी होता छतां आखोमां एनी याद होय छे

ए होय क्षण-भंगुर सुगंधी छतां सचवाय श्वासमां
एवा पूराणा प्यारनां दिलमां घणाना बाग होय छे

जेनां गयानी पळ उपर वरसोना वरसोनो पड्यो छे बोज
एवा घणानी सांजनो साथी भरेलो जाम होय छे

छोडी दीधी तोये कदी आवी चडे क्यारेक हाथमां
फेकी दीधेली चीज साथे खानगी संवाद होय छे

धीक्कार भावे केटला लोको मने छोने जूए अहीं
मारी “महोतरमानी” चाहत कायमी चीक्कार होय छे
– नरेश के. डॉडीया
ક્યારેક અંદર હોય છે ક્યારેક સાલી બ્હાર હોય છે
આ લાગણીઓની સદા ભટકી ગયેલી જાત હોય છે

પીડાને કાયમ આવકારી સ્મિત ચ્હેરા પર લઈ અમે
મારી ગઝલમાં તોય ખૂશીથી ભરેલી છાબ હોય છે

એ અધવચાળે જઇને થાકી જાય છે ક્યારેક રાહમાં
જીવનસફરનાં અંતમાં આવી રૂકાવટ લાખ હોય છે

ભીતરથી ભણકારા સતત વાગ્યા કરે આઠે પ્રહર અહીં
સામે નથી હોતા છતાં આખોમાં એની યાદ હોય છે

એ હોય ક્ષણ-ભંગુર સુગંધી છતાં સચવાય શ્વાસમાં
એવા પૂરાણા પ્યારનાં દિલમાં ઘણાના બાગ હોય છે

જેનાં ગયાની પળ ઉપર વરસોના વરસોનો પડ્યો છે બોજ
એવા ઘણાની સાંજનો સાથી ભરેલો જામ હોય છે

છોડી દીધી તોયે કદી આવી ચડે ક્યારેક હાથમાં
ફેકી દીધેલી ચીજ સાથે ખાનગી સંવાદ હોય છે

ધીક્કાર ભાવે કેટલા લોકો મને છોને જૂએ અહીં
મારી “મહોતરમાની” ચાહત કાયમી ચીક્કાર હોય છે
– નરેશ કે. ડૉડીયા
Advertisement