सोळ आनी सत्य जेवी वात कायम बोलवानो Gujarati Gazal By Naresh K. Dodia

सोळ आनी सत्य जेवी वात कायम बोलवानो Gujarati Gazal By Naresh K. Dodia
सोळ आनी सत्य जेवी वात कायम बोलवानो Gujarati Gazal By Naresh K. Dodia
सोळ आनी सत्य जेवी वात कायम बोलवानो
कोइने अघरो तो कोइने हुं स्हेलो लागवानो

प्यार आपु एटलो हुं प्यार कायम मांगवानो
करकसर चाले नही,ए रोज यादी आपवानो

मौननुं हथियार तारे म्यान करवानुं हवेथी
शब्दमा अथवा मुखेथी रोज ऊत्तर वाळवानो

प्हेल हीरा जेम दिलमां पडवा लाग्या जोइ ले तुं
दिलनो दागीनो बनावीने हवेथी प्हेरवानो

रोज मनमानी सहन थाती नथी माराथी यारा
रोजनी तकरारने झघडाथी शायर थाकवानो

आंखमां तारी अमीरस कायमी छलके छे केवो
जीववा माटे हुं प्यालो प्रीत नामे चाखवानो

आंखमा तारी कमीनो भार लइ जीवुं अहींयां
खालिपाने शब्द ताकीने भडाके मारवानो

कोइ मस्ती के मजा तारा विना क्या होय दिलमां?
तोय च्हेरे स्मित खूशीनु हुं कायम राखवानो

जिंदगी मांरी “महोतरमाना” अजवाळे छे रोशन
एमनां आतमनां अजवाळे हुं झळहळतो जवानो
-नरेश के.डॉडीया
સોળ આની સત્ય જેવી વાત કાયમ બોલવાનો
કોઇને અઘરો તો કોઇને હું સ્હેલો લાગવાનો

પ્યાર આપુ એટલો હું પ્યાર કાયમ માંગવાનો
કરકસર ચાલે નહી,એ રોજ યાદી આપવાનો

મૌનનું હથિયાર તારે મ્યાન કરવાનું હવેથી
શબ્દમા અથવા મુખેથી રોજ ઊત્તર વાળવાનો

પ્હેલ હીરા જેમ દિલમાં પડવા લાગ્યા જોઇ લે તું
દિલનો દાગીનો બનાવીને હવેથી પ્હેરવાનો

રોજ મનમાની સહન થાતી નથી મારાથી યારા
રોજની તકરારને ઝઘડાથી શાયર થાકવાનો

આંખમાં તારી અમીરસ કાયમી છલકે છે કેવો
જીવવા માટે હું પ્યાલો પ્રીત નામે ચાખવાનો

આંખમા તારી કમીનો ભાર લઇ જીવું અહીંયાં
ખાલિપાને શબ્દ તાકીને ભડાકે મારવાનો

કોઇ મસ્તી કે મજા તારા વિના ક્યા હોય દિલમાં?
તોય ચ્હેરે સ્મિત ખૂશીનુ હું કાયમ રાખવાનો

જિંદગી માંરી “મહોતરમાના” અજવાળે છે રોશન
એમનાં આતમનાં અજવાળે હું ઝળહળતો જવાનો
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment