लोहीमां सणसण थाती वेदनाने क्यां वाचा आपुं? Gujarati Kavita By Naresh K. Dodia

लोहीमां सणसण थाती वेदनाने क्यां वाचा आपुं? Gujarati Kavita By Naresh K. Dodia
लोहीमां सणसण थाती वेदनाने क्यां वाचा आपुं? Gujarati Kavita By Naresh K. Dodia
लोहीमां सणसण थाती वेदनाने क्यां वाचा आपुं?
तारा दीधेला सघळा घाव तने क्यां पाछा आपुं?

तरसनी वाट कोइने नजर आवी नही
खूंट्यां अश्रु छतां एनी खबर आवी नही
अगर बोलो तों हुं थइ जात भमराळी नदी
मुआ दरियाने मारा पर तरस आवी नही

गली,पादर टपीने मळवाने आवी हती
ने चातक जेम मारी जात तडपावी हती
वचन ठाला दईने सायबां कां छेतरी?
पछी मे जात ठपको दइने समजावी हती

पगमां उठतां गुलाबी जासा कोने जइने वंचावुं?
बेडी-कडलां झांझरने कोनां सारुं थइ हुं शणगारुं?
– नरेश के.डॉडीया
લોહીમાં સણસણ થાતી વેદનાને ક્યાં વાચા આપું?
તારા દીધેલા સઘળા ઘાવ તને ક્યાં પાછા આપું?

તરસની વાટ કોઇને નજર આવી નહી
ખૂંટ્યાં અશ્રુ છતાં એની ખબર આવી નહી
અગર બોલો તોં હું થઇ જાત ભમરાળી નદી
મુઆ દરિયાને મારા પર તરસ આવી નહી

ગલી,પાદર ટપીને મળવાને આવી હતી
ને ચાતક જેમ મારી જાત તડપાવી હતી
વચન ઠાલા દઈને સાયબાં કાં છેતરી?
પછી મે જાત ઠપકો દઇને સમજાવી હતી

પગમાં ઉઠતાં ગુલાબી જાસા કોને જઇને વંચાવું?
બેડી-કડલાં ઝાંઝરને કોનાં સારું થઇ હું શણગારું?
– નરેશ કે.ડૉડીયા
Advertisement