-तालिबानना हिंदुओ विरुध्ध फतवा- By chandrakant Baxi
![]() |
-तालिबानना हिंदुओ विरुध्ध फतवा- By chandrakant Baxi |
तवारीख के पन्नो से,
-તાલિબાનના હિંદુઓ વિરુધ્ધ ફતવા-
અફધાનીસ્તાનમાં તાલિબાનનો અર્થ શાબ્દિક અર્થ કુર્રાનનાં વિધ્યાર્થી થાય છે,પણ એ માત્ર ધાર્મિક રહ્યા નથી.પૂર્ણતઃ રાજકારણી બની ગયા છે,એમનાં ધર્માંધ લશ્કરોને દુનિયાં ટેરરિસ્ટ કે આંતકવાદી હત્યારાઓની કક્ષામાં મુકે છે.પાકિસ્તાન એમનાં કટ્ટરવાદનું સૌથી મોટું સમર્થક છે અને પાકિસ્તાન સિવાઇ આખા વિશ્વમાં માત્ર બે જ દેશ એમને માન્યતાં આપે છે,એ છે સાઉદી અને સયુંકત આરબ અમીરાત.રાજકારણી જ્યારે ધર્માંધ બની જ્યારે વહશી અને બર્બર અને એકસુત્રી બની જાય છે.
અફઘાનીસ્તાનમાં બામિયાનની વિરાટ બુધ્ધ મૂર્તિઓ ૩જી અને ચોથી શતાબ્દીમાં પહાડમાંથી કોતરેલી હતી,અને વિશ્વની ઉંચામાં ઉંચી બુધ્ધ પ્રતિમાઓ હતી.એકની ઉંચાઇ ૧૭૫ ફૂટ અને બીજી ૧૧૦ ફૂટની હતી.સન ૧૨૨૧માં ચંગેઝ ખાં અહી આવીને બામીયાનની પૂરી પ્રજાની કતલ કરી ગયો પણ આ વિરાટ પ્રતિમાને હાથ નહોતો લગાડ્યો.ઔંરંગઝેબે આ મૂર્તિઓનાં ચહેરાઓ તૉડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.તાલિબાનોની આ મૂર્તિભંજક બર્બરતાએ જગતભરનાં દેશોએ શોક સ્પંદનો અનુભવ્યા,બુધ્ધમૂર્તિનાં ટૂકડેટુકડા કરી નાખવામાં આવ્યા.મુલ્લા મોહમ્મદ ઉમરે સ્પષ્ટતાં કરી કે ઇસ્લામમાં જીવતાં માણસની મૂર્તિ પર પ્રતિબંધ છે,અમે એક પાક,સ્વચ્છતમ મુસ્લિમ રાજયનું નિર્માણ કરી રહ્યાં છીએ.
તાલિબાનોએ અફધાનીસ્તાનમાં રહેતાં હિંદુઓ માટે ફતવાં બહાર પાડી દીધા.દરેક હિંદુ ધરની બહાર બે મીટરનો પીળૉ કપડાનો ટુકડો લટકતો દેખાવો જોઇએ.નવાં હિંદુધર્મસ્થાનો બાંધવાં નહી અને જુનાં ધર્મસ્થાનો જીર્ણોધાર કરવો નહી.મુસ્લિમનાં મકાનમાં રહેતાં હિંદુઓએ ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દેવાનું.હિંદુઓએ પાધડી પહેરવી નહી.
હિંદુ સ્ત્રી પીળી ચદ્દર લપેટવી અને માત્ર બેં આંખો જેટલા જ કાણા ખુલ્લા રાખવા.કોઇ હિંદુ શસ્ત્ર રાખી શકશે નહી.હિંદુ સ્ત્રીએ લોખંડની ચેઇન પહેરવાની.દરેક હિંદુએ ખિસ્સા પર પીળા રંગનો ટુકડો સીવી રાખવો પડશે.કોઇ પણ હિંદુ મુસ્લિમ પર કોઇ પ્રકારનો કેસ કરી શકશે નહી.અફઘાનીસ્તાનમાં અનુમાનતઃ ૩૦થી ૫૦૦૦૦ હિંદુઓ અને શીખો હતાં.આજે કાબુલમાં ૫૨૦ હિંદુઓ અને શીખો બચ્યાં છે અને અમુક શહેરોમાં તો પચાસ જેટલા હિંદુઓ રહ્યા નથી.હિંદુઓને અનુલક્ષીને તાલિબાને જે ફતવા બહાર પાડ્યા છે એનાંથી ઔરંગઝેબનાં કાલમાં હિંદુઓની સ્થિતિ કેવી હશે એનો કંઇક ખ્યાલ આવી જાય છે.
(લે-ચંદ્રકાંત બક્ષી -પુસ્તક-રાજનિતિ અને અનિતિકારણ,પાના.નં.૫૬-૫૭)
Labels:
तवारीख के पन्नो से
No comments:
Post a comment