हिंदुस्तान अने पाकिस्ताननां भागला समयनी घटनाओ (भाग-२) By फ्रीडम एट मिडनाइट.ले-लेरी कोलिन्स अने डॉमिनिक लेपियर

हिंदुस्तान अने पाकिस्ताननां भागला समयनी घटनाओ (भाग-२) By फ्रीडम एट मिडनाइट.ले-लेरी कोलिन्स अने डॉमिनिक लेपियर
हिंदुस्तान अने पाकिस्ताननां भागला समयनी घटनाओ (भाग-२) By फ्रीडम एट मिडनाइट.ले-लेरी कोलिन्स अने डॉमिनिक लेपियर
तवारीख के पन्नो से, 
हिंदुस्तान अने पाकिस्ताननां भागला समयनी घटनाओ (ભાગ-૨)
હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં ભાગલા સમયની ઘટનાઓ (ભાગ-૨)

- લાહોરની શેરીઓ છોડીને ભયનાં માર્યા એક લાખ માણસો તો ક્યારનાં ભાગી છૂટયા હતાં.પંજાબની રસમ પ્રમાણે ખુલ્લા આકાશ નીચે સુવાંનું લોકોએ ત્યજી દીધું હતું.ભેદી પંજો ગલા ઉપર છૂરી ફેરવી દેશે એવો સન્નાટો સૌનાં દિલમાં ફેલાયેલો હતો.લાહોરનાં કેટલાક ભાગમાં તો,રસ્તાં પર તારા પાથરીને મુસ્લિમ યુવકો બેસી રહેતાં હતાં અને જેવો કોઇ સાઇકલ સવાર નજીક આવે કે તરત જ તારા ઉંચો કરતાં અને પેલો કમનશીબ સાઇકલસવાર ગમખ્વાર રીતે નીચે પડતો.આ ભયાનક રંજાડનો ભોગ શીખો જ બનતા,કારણકે તેમની પાધડી અને દાઢીને કારણે દૂરથી જ મુસ્લિમ યુવકો તેમને ઓળખી શકતા હતાં.

- સવારે ગાંધીજીનો માનવતાભર્યો સંધ એક ગામની મુસ્લિમ શાળા પાસેથી પસાર થતો હતો.સાત આઠ વર્ષનાં બાળકો એક મૌલાનાં પાસે ભણતાં પંડાળમાં બેઠા હતાં.હસતાં દાદાજી માફક હાસ્ય વેરતાં જાણે પોતાનાં પૌત્ર પૌત્રી ઓવારણા લેતાં હોય એમ ગાંધીજી બાળકો પાસે ધસી ગયા.આચાનક પેલો મૌલાનાં સફાળો બેઠો થઇ ગયો.ગુસ્સા ભરેલાં હાવભાવથી તેમણે પોતાનાં વિધાર્થીઓને કમરામાં ધકેલી દીધા.કેમ જાણે ગાંધીજી કોઇ ભુતપલીત ન હોય અને બાળકો પર કોઇ મેલી વિધ્યાનો અજમાઇશ કરવાં આવેલો તાંત્રીક ન હોય!બાળકો નાસીને કમરામાં ભરાઇ ગયાં.તેનાથી ગાંધીજીને પારાવાર વેદનાં થઇ હતી અને પોતે બારણા આગળ ઉભા રહીને બાળકો પ્રેમથી હાથ હલાવીને બહાર આવવાંં ઇશારો કર્યો.બાળકોની ધેરી આખોમાં જિજ્ઞાશા હતી અને અણસમજ પણ હતી.ગાંધીજી તરફ બધાં બાળકો ટગર ટગર જોઇ રહ્યા,છેવટે હાથ હ્રદય પર મુકીને મુસ્લિમ શિરસ્તાં પ્રંઆને બાળકોને સલામ કરી પણ કોઇ બાળકોએ એની પ્રતિક્રિયા ના આપી.

આવા કઈક બનાવ બન્યા પછી બીજી સવારે ગાંધીજીની ટુકડી નાળિયેરી અને વાંસનાં ઝાડવાં મઢેલ રસ્તેથી પસાર થતી હતી,ત્યાં દરેક ઝાડ પર અવનવીન પતાકડીઓ લબડતી હતી અને અલગ અલગ પતાકડીઓમાં આ પ્રમાણે લખેલું હતું - "અહીથી ચાલ્યા જાઓ.આ ચેતવણી છે.પાકિસ્તાનને સ્વીકાર કરો,તમારા ભલા ખાતર ચાલ્યાં જાઓ.

- તે વખતે જિન્હાની નજીકની કોઇ વ્યકિત હતી નહી.કરાંચીથી ૫૦૦ માઇલ દૂર મુંબઇનાં કોલાબા વિસ્તારનાં એક ફલેટની બાલ્કનીમાં એક જુવાન છોકરીએ બે ધ્વજ ફરાકાવ્યા હતા   .એક હિંદુસ્તાનનો અને એક પાકિસ્તાનનો.આ જુવાન છોકરીનાં મનમાં સ્વાતંત્ર્યનાં દિવસે કેટલી દ્રિધા શે તેનાં પ્રતિક સમાં બે ધ્વજ હતાં...દીના...જિન્હાની એકની એક પુત્રી,નક્કી કરી શકતી ન હતી કે તે ક્યાં દેશની થવાં માંગે છે.તેનાં જન્મની ભૂમિ કે પછી તેનાં પિતાંએ રચેલાં ઇસ્લામી દેશને તેણે અપનાવવો?આવી દ્રિધાં અનેક લોકોએ અપનાવી હતી.

- ૧૬મી ઓગષ્ટે સવારે પોતાનાં અધાર્મિક સુત્રો પોકારતાં મુસ્લિમ ટોળાઓ પોતાનાં ધરોમાથી બહાર નીકળ્યા હતાં.પાવડા,કોશ,કોદાળી,તબ્બલ...જેવાં ખોપરી ફોડી નાખવાં માટે હાથમાં જે ચડ્યું તે સાધન ઉપાડી એ ગંજાવર ટોળુ ઉમટ્યુ હતું ૧૬મી ઓગષ્ટે એટલે "સીધા પગલાનાં દિવસ"મુસ્લિમ લીગનાં નેતાઓનું એ એલાન હતું.એ એલાનનાં જવાબમાં મુસ્લિમો ખાંડાના ખેલ ખેલવાં તૈયાર હતાં. મુસ્લિમ લીગનાં નેતાઓને,બ્રિટીશ અને કોંગ્રેશી નેતાઓને બતાવી આપવાં માંગતાં હતાં કે મુકાબલો કરીને મુસ્લિમો પાકિસ્તાન લેશે.રસ્તે ચાલતાં કોઇ પણ હિંદુનાં માથામાં ફટકા મારી તેનો માવો કરી તેમને ગટરોમાં ફેકવાનું શરું કર્યુ.ટોળાથી ડરી ગયેલી પોલિસ પણ અદ્રશ્ય થઇ ગયાં.શહેરની ડૉડીબંધ જગ્યાઓથી ધુંમાડાનાં ગોટેગોટા ઉઠવા લાગ્યા.હિંદુ બજાર આખી ભડકે બાળી નાખવામાં આવી.

- લાહોરની ગટરોમાં લોહી વહેતું હતું.નરી આંખે જોયુ.પૂર્વનાં પેરીસ જેવું લાહોર શહેર દોઝખનું અફાટ દ્રશ્ય બન્યું હતું.હિંદુઓની વસ્તી વાળી આખીને આખી શેરીઓ ભડકે બળી ઉઠી હતી.મુસ્લિમ પોલિસ અને મુસ્લિમ લશ્કર આ નજારો ઉભા ઉભા જોતાં હતાં.બ્રેગાન્ઝા હોટલ ખાતે કેપ્ટન એટકિન્સનાં હેડકવાર્ટરમાં ટોળાબંધ હિંદુ વેપારી કકળતાં દોડી આવ્યા.ત્યાં જઇને કેપ્ટન એટકિન્સે જોયેલું દ્રશ્ય ભયાનકતાની ચરમસિમાં જેવું હતું.સેકડો હિંદુઓ અને શીખોની લોહીભીની લાશો બાજુમાં જતી નહેરમાં પડી હતી.
(પુસ્તક-ફ્રીડમ એટ મિડનાઇટ.લે-લેરી કોલિન્સ અને ડૉમિનિક લેપિયર)         
Advertisement

No comments:

Post a Comment