हिंदुस्तान अने पाकिस्ताननां भागला समयनी घटनाओ From Freedom At Midnight

हिंदुस्तान अने पाकिस्ताननां भागला समयनी घटनाओ From Freedom At Midnight
हिंदुस्तान अने पाकिस्ताननां भागला समयनी घटनाओ From Freedom At Midnight 
तवारीख के पन्नो से, 
हिंदुस्तान अने पाकिस्ताननां भागला समयनी घटनाओ
હિંદુસ્તાન અને પાકિસ્તાનનાં ભાગલા સમયની ઘટનાઓ

-લાહોરમાં સારા રહેણાક વિસ્તારોમાં રહેતાં હિંદનાં એક વખતનાં સહિષ્ણું મુસ્લિમોએ પણ પોતાનાં ભવ્ય આવાસનાં ઝાંપાઓ ઉપર લીલા રંગે ઇસ્લામી ચાંદાનાં પ્રતિકો દોરાવી લીધા હતાં,જેથી મુસ્લિમ ટોળીઓ સામે તેને રક્ષણ મળે.લોરેન્સ રોડ પરનાં એક પારસી વેપારીએ પોતાનાં બંગલાનાં ઝાંપા પર એક સંદેશો ચિતરાવ્યો હતો.તેનાં શબ્દોમાં જાણે લાહોરનાં ભાઇચારાનાં સ્વપનો પર લખાયેલા કબ્રલેખ સમા હતાં.તેમણે લખ્યુ હતુ,"મુસ્લિમ,શીખ અને હિંદું સૌ ભાઇ ભાઇ છે પણ ઓહ! મારા ભાઇઓ આ મકાન એક પારસીનું છે.

- જિન્હા માટે આ નિર્ણય ખૂબ જ કટોકટી ભર્યો હતો.તેમણે મળેલા વીસ કરોડ રૂપિયામાંથી ફકત બે કરોડ જ બચ્યા હતાં અને દેવાળું કાઢવાની પરિસ્થિતિમાં દેશ આવી ગયો હતો.સરકારી નોકરોનાં પગારમાં કાપ મૂકવામાં આવ્યો હતો.અરે!બ્રિટીશ એરવેઝ કોર્પોરેશન પાસે નિર્વાસિતોને લાવવાં વિમાનો ભાડે કર્યા હતાં તે પેટે પાકિસ્તાની સરકારે જે ચેક આપ્યો હતો તે બેન્કમાં નાણા નહી હોવાને કારણે પાછો ફર્યો હતો.

-લોર્ડ માઉન્ટબેટન કાહટગામની મુલાકાતે આવ્યા એ પહેલા બ્રિટીશ રેજીમેન્ટની  એક પેટ્રોલિંગ ટુકડી રાબેતાં મૂજબ આ ગામમાંથી પસાર થઇ હતી,ત્યારે કાહટ ગામનાં હિદુ મુસ્લિમ રહેવાસીઓ સદીઓથી અરસપરસનાં સંપથી રહેતાં તે જ રીતે સુઇ જતાં હતાં પણ એક સવારે તો કાહટનું અસ્તિત્વ જ મટી ગયુ.એ સવારે કાહટ ગામની હિંદુ અને શીખ વસ્તિ મરી પરવારી હતી અથવાં રાતોરાત અંધકારમાં ભાગી નીકળી હતી.

-સ્ટેસન પર મળદાઓની હારમાળા ઓળંગતાં સ્ટેસન માસ્તર આગળ વધ્યા.પાકિસ્તાનની હિંદુઓ અને શીખોનાં મળદા ભરેલી ટ્રેનનાં દરેક ડબ્બાનાં કંપાર્ટમેન્ટમાં આવુ જ દ્રશ્ય હતું.છેલ્લા ડબ્બે પહોચતાં તો સ્ટેસન માસ્તરને ઉલટી થઇ ગઇ હતી.જતાં જતાં એને ટ્રેનની પાછળનાં છેલ્લા ડબ્બામાં ચુનાથી લખેલું હતું,"નહેરુ અને પટેલને સ્વાતંત્ર્ય દિવસે આ ટ્રેન પાકિસ્તાન તરફથી ભેટ આપીએ છીએ."

-આઝાદીની રાત્રે આનંદ મંગલની સાથે સાથે રાજધાની દિલ્હીનાં કેટલાક ભાગમાથી આવી રહેલા ઓળા ઉઠતાં હતાં.કેટલાક કટ્ટર મુસ્લિમોએ એ રાત્રે નવું સુત્ર દોહરાવ્યુ હતું.જુની દિલ્હીમાં મુસ્લિમ લીગે આપેલું એ નવું સુત્ર આ પ્રમાણે હતું, "મૂફ્તમેં લીઆ હૈ પાકિસ્તાન ઔર લડકે લેંગે હિંદુસ્તાન."એ દિવસે સવારે એક મુલ્લાએ જૂની દિલ્હી સ્થિત એક મસ્જિદમાં નમાંજ પઢતાં મુસ્લિમોને કહ્યુ હતું,"સદીઓ પર્યત મુસ્લિમોએ દિલ્હી પર રાજ્ય કર્યું છે અને ઇંસા અલ્લાહ ફરીથી પણ મુસ્લિમો રાજય કરશે."

-પાકિસ્તાનમાં કેટલાક વિસ્તારોમાં રહેતાં હિંદુઓને ફરમાન કરવામાં આવ્યુ હતું તેમણે ઇસ્લામ સ્વીકારવો અથવાં પાકિસ્તાન છોડીને ચાલ્યા જવું.લયાલપુરની પશ્રિમે આવેલા એક નેસડામાં રહેતાં બાધદાસ નામનાં ખેડુતને બાજુનાં ગામમાં આવેલી એક મસ્જિદમાં લઇ ગયાં.ત્યાં તેની માફક અન્ય મુસ્લિમો હિંદુઓને પકડીને લઇ આવ્યા હતાં.પ્રથમ એ બધાનાં પગ ધોવામાં આવ્યા અને પછી મસ્જિદમાં ઉંધાં પડ કરીને બેસાડવામાં આવ્યા.મૌલવીએ કુરાનમાંથી થોડા ફકરાં વાંચ્યા હતાં અને બધાને ઉદેશીને કહ્યુ કે,"હવે તમારી પાસે બે રસ્તાં છે,કાં તો મુસલમાન બની જાઓ અને આનંદથી રહો અથવાં મોતને સ્વીકાર કરી લો.
(પુસ્તક-અડધી રાતે આઝાદી લે-દોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ)     
                                                                                                                                    
                                                                                                                                                                                    
Advertisement

No comments:

Post a Comment