तुं मौननां पडधाने काने सांभळी ना शके Gujarati Gazal By Naresh K. Dodia

तुं मौननां पडधाने काने सांभळी ना शके Gujarati Gazal By Naresh K. Dodia
तुं मौननां पडधाने काने सांभळी ना शके Gujarati Gazal By Naresh K. Dodia
तुं मौननां पडधाने काने सांभळी ना शके
जे वात हैये होय एने रजू करी ना शके

एकांतनो ज्यां आगवो संवाद आवे पछी
त्यां अन्यं माणसनी डखलगीरी सही ना शके

इच्छा बधी आंखेथी जळ थइने वही जाय छे
दिलनी बधी वातोने आंखो साचवी ना शके

दिसती नथी दूरी कदी शब्दोनां सहवाशथी
सामे छे तोये स्पर्श द्रारा तुं अडी ना शके

आभाश लागे छे नजर सामे रहे छे छता
जळना प्रतिबिंबो सूरजथी पण बळी ना शके

केवी अजब जेवी करामत एमनी आंखनी
मस्ती भरी मारी नजरथी ए बची ना शके

चारे दिशा मारी गझल टहुके चडी छे सखी
तुं जीव जळनी छे,कदी दिलथी झूमी ना शके

मारी महोतरमाने चाहीने मने शुं मळ्युं?
एदर्दनुं भारण बीजा कोई खमी ना शके
– नरेश के.डॉडीया


તું મૌનનાં પડધાને કાને સાંભળી ના શકે
જે વાત હૈયે હોય એને રજૂ કરી ના શકે

એકાંતનો જ્યાં આગવો સંવાદ આવે પછી
ત્યાં અન્યં માણસની ડખલગીરી સહી ના શકે

ઇચ્છા બધી આંખેથી જળ થઇને વહી જાય છે
દિલની બધી વાતોને આંખો સાચવી ના શકે

દિસતી નથી દૂરી કદી શબ્દોનાં સહવાશથી
સામે છે તોયે સ્પર્શ દ્રારા તું અડી ના શકે

આભાશ લાગે છે નજર સામે રહે છે છતા
જળના પ્રતિબિંબો સૂરજથી પણ બળી ના શકે

કેવી અજબ જેવી કરામત એમની આંખની
મસ્તી ભરી મારી નજરથી એ બચી ના શકે

ચારે દિશા મારી ગઝલ ટહુકે ચડી છે સખી
તું જીવ જળની છે,કદી દિલથી ઝૂમી ના શકે

મારી મહોતરમાને ચાહીને મને શું મળ્યું?
એદર્દનું ભારણ બીજા કોઈ ખમી ના શકે
– નરેશ કે.ડૉડીયા
Advertisement