कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे Gujarati Gazal By Naresh K. Dodia

कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे Gujarati Gazal By Naresh K. Dodia
कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे Gujarati Gazal By Naresh K. Dodia
कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे
दर्द दिलमां होय पण कारण विनां त्यां हसवुं पडे         

एम नां बोलाइ के आजे मने भुख लागी नथी
पीरसेली वानगी जे होइ,भाणुं जमवुं पडे

आपणा होवा-पणाने आपणे जाणीए घणुं
शस्त्र वापरता पहेला शास्त्र एनुं भणवुं पडे

वेद ने वेपारने साथे कदी ना जोडॉ भला
खेस खंभे होय त्यारे साचवीने नमवुं पडे

साव ए नजदीक आवे वातने तुं भूली जजे
स्पर्शने पामी जवा,आतम सुधी जइ अडवुं पडे

एक-धारूं एक गमता स्थान पर टकवुं छे छतां
थाय पण शुं!कोइ आवे तो ना-छुटके खसवुं पडे

भाल पर टीको लगाडीने फरे छे माणस घणा
धर्म नामे जात नोखी पाडवाने सजवुं पडे

एक शायरना ह्रदयनी वात जाणे छे एक जण
एक दिल पर बोज आवे ने बे जणने रडवुं पडे

ए महोतरमांथी आघे रहीने इच्छुं सहवाश हुं       
ए ज कारणथी गझल काव्यो लखीने मळवुं पडे            
-नरेश के.डॉडीया      


કોઇને ગમતા રહેવા એવું ધણું કરવું પડે
દર્દ દિલમાં હોય પણ કારણ વિનાં ત્યાં હસવું પડે         

એમ નાં બોલાઇ કે આજે મને ભુખ લાગી નથી
પીરસેલી વાનગી જે હોઇ,ભાણું જમવું પડે

આપણા હોવા-પણાને આપણે જાણીએ ઘણું
શસ્ત્ર વાપરતા પહેલા શાસ્ત્ર એનું ભણવું પડે

વેદ ને વેપારને સાથે કદી ના જોડૉ ભલા
ખેસ ખંભે હોય ત્યારે સાચવીને નમવું પડે

સાવ એ નજદીક આવે વાતને તું ભૂલી જજે
સ્પર્શને પામી જવા,આતમ સુધી જઇ અડવું પડે

એક-ધારૂં એક ગમતા સ્થાન પર ટકવું છે છતાં
થાય પણ શું!કોઇ આવે તો ના-છુટકે ખસવું પડે

ભાલ પર ટીકો લગાડીને ફરે છે માણસ ઘણા
ધર્મ નામે જાત નોખી પાડવાને સજવું પડે

એક શાયરના હ્રદયની વાત જાણે છે એક જણ
એક દિલ પર બોજ આવે ને બે જણને રડવું પડે

એ મહોતરમાંથી આઘે રહીને ઇચ્છું સહવાશ હું       
એ જ કારણથી ગઝલ કાવ્યો લખીને મળવું પડે            
-નરેશ કે.ડૉડીયા      
Advertisement