जिंदगी-भर एकलाथी कांइ जीवातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia

जिंदगी-भर एकलाथी कांइ जीवातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia
जिंदगी-भर एकलाथी कांइ जीवातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia
जिंदगी-भर एकलाथी कांइ जीवातुं नथी
एकले हाथे जीवननुं युध्ध जीतातुं नथी      

जाणकारी होय पण क्यारेक कहेवातुं नथी
खानगी पानुं जीवननुं एम खोलातुं नथी

मर्दनी तासिर प्रमाणे आकरुं लागे जीवन                         
आंसुओ तैयार राखो तोय रोवातुं नथी

सत्यथी छांनुं नथी रहेतुं हकीकत छे छतां
सत्य बोलो तोय लोकोथी सहन थातुं नथी

ए नदी व्हे छे तो व्हेवा दो कदी रोको नही
ए कुंवारां जळने रोको तोय रोकातुं नथी

हाथ जालो के पछी भेटी पडॉ छो कोइने
तोय आत्मानुं मिलन जेवुं य देखातुं नथी

कर्मनो क्यारेक सरवाळॉ करीने जाणजो
जे कर्यु छे सारुं ए फोगट कदी जातुं नथी

कइ यथावत छे नही दुनियामां जाणी लो तमे
आज जे छे काल लग कोइथी सचवातु नथी

हुं महोतरमाने माळी जेम मळतों होंउ छुं
फूल मारा बागनुं छे तोय सुंधांतु नथी
– नरेश के.डॉडीया
જિંદગી-ભર એકલાથી કાંઇ જીવાતું નથી
એકલે હાથે જીવનનું યુધ્ધ જીતાતું નથી      

જાણકારી હોય પણ ક્યારેક કહેવાતું નથી
ખાનગી પાનું જીવનનું એમ ખોલાતું નથી

મર્દની તાસિર પ્રમાણે આકરું લાગે જીવન                         
આંસુઓ તૈયાર રાખો તોય રોવાતું નથી

સત્યથી છાંનું નથી રહેતું હકીકત છે છતાં
સત્ય બોલો તોય લોકોથી સહન થાતું નથી

એ નદી વ્હે છે તો વ્હેવા દો કદી રોકો નહી
એ કુંવારાં જળને રોકો તોય રોકાતું નથી

હાથ જાલો કે પછી ભેટી પડૉ છો કોઇને
તોય આત્માનું મિલન જેવું ય દેખાતું નથી

કર્મનો ક્યારેક સરવાળૉ કરીને જાણજો
જે કર્યુ છે સારું એ ફોગટ કદી જાતું નથી

કઇ યથાવત છે નહી દુનિયામાં જાણી લો તમે
આજ જે છે કાલ લગ કોઇથી સચવાતુ નથી

હું મહોતરમાને માળી જેમ મળતોં હોંઉ છું
ફૂલ મારા બાગનું છે તોય સુંધાંતુ નથી
– નરેશ કે.ડૉડીયા
Advertisement