एक शायर प्रेमना नामे घणुं लखतो गयो Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एक शायर प्रेमना नामे घणुं लखतो गयो Gujarati Gazal By Naresh K. Dodia |
एक शायर प्रेमना नामे घणुं लखतो गयो
रोज मारी आंखमां शमणा नवा भरतो गयो
कोइ अवगतनी दशा एने सुधारी होय एम
रोज आतममा फूलो जेवो सतत उगतो गयो
साव उज्जड भासतुं मारुं ह्रदय उपवन बन्युं
पानखर साथे ए दुश्मन थइ सतत लडतो गयो
हुं नदी जेवी सतत व्हेती हती एनी तरफ
एक दरिया जेम मारी जातने गळतो गयो
ए सुंगधी प्यास छळती होय तो छोने छळे
श्वासनी मेली रमतामा रोज छेतरतो गयो
रोज भूतावळ मने एकांतमां नडती हती
ए ज माणस रंग थई एकांतमां चडतो गयो
प्रीत पालवमां नथी बांधी छतां लागे वजन
कोइ वखत आंसुना बोजांथी ए नमतो गयो
एक मौसम जेम खीली लागणी फूलो समी
फूल दइ जाहेरमां चुंबन मने करतो गयो
आ “महोतरमानां” नखरा ए उठावे शोखथी
बस सहन करवानो एनो भाव बहुं गमतो गयो
-नरेश के.डॉडीया
એક શાયર પ્રેમના નામે ઘણું લખતો ગયો
રોજ મારી આંખમાં શમણા નવા ભરતો ગયો
કોઇ અવગતની દશા એને સુધારી હોય એમ
રોજ આતમમા ફૂલો જેવો સતત ઉગતો ગયો
સાવ ઉજ્જડ ભાસતું મારું હ્રદય ઉપવન બન્યું
પાનખર સાથે એ દુશ્મન થઇ સતત લડતો ગયો
હું નદી જેવી સતત વ્હેતી હતી એની તરફ
એક દરિયા જેમ મારી જાતને ગળતો ગયો
એ સુંગધી પ્યાસ છળતી હોય તો છોને છળે
શ્વાસની મેલી રમતામા રોજ છેતરતો ગયો
રોજ ભૂતાવળ મને એકાંતમાં નડતી હતી
એ જ માણસ રંગ થઈ એકાંતમાં ચડતો ગયો
પ્રીત પાલવમાં નથી બાંધી છતાં લાગે વજન
કોઇ વખત આંસુના બોજાંથી એ નમતો ગયો
એક મૌસમ જેમ ખીલી લાગણી ફૂલો સમી
ફૂલ દઇ જાહેરમાં ચુંબન મને કરતો ગયો
આ "મહોતરમાનાં" નખરા એ ઉઠાવે શોખથી
બસ સહન કરવાનો એનો ભાવ બહું ગમતો ગયો
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment