एवी धणी वेळाए मारू स्थान भूली गयो Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एवी धणी वेळाए मारू स्थान भूली गयो Gujarati Gazal By Naresh K. Dodia |
एवी धणी वेळाए मारू स्थान भूली गयो
ज्यां ज्यां अडग रहेवुं पडे त्यां त्यां हुं झूकी गयो
एने कह्युं मारा जीवनमां क्यां कमीओ हती
ज्या ज्यां कमी लागी ए मारो प्रेम पूरी गयो
एना ज बोलेला वचननी याद आपी हती
ए पळथी शब्दोनो भरोसो साव ऊठी गयो
जेना सहारे जिंदगी जीवी जवानी हती
बे डग जरां चाल्याने एनो साथ छूटी गयो
एने हिमत हुं प्रेममां देवानो हतो किंतुं ए
अवसर अणीना टाकणे आव्योने चूकी गयो
तेओ कदी मारीय अवगणनां ना सांखी शक्यां
आखर ए चाहे छे मने ए भेद पण खूली गयो
दीवानगी काफी नथी काव्यो गझल लखवामां
ए इश्कनां शायरनो गाळॉ आज वीती गयो
आजे “महोतरमांना नामे नामनां छे “नरेन”
ए नाम सामे आवतां कां खुदथी रूठी गयो?
-नरेश के.डॉडीया
એવી ધણી વેળાએ મારૂ સ્થાન ભૂલી ગયો
જ્યાં જ્યાં અડગ રહેવું પડે ત્યાં ત્યાં હું ઝૂકી ગયો
એને કહ્યું મારા જીવનમાં ક્યાં કમીઓ હતી
જ્યા જ્યાં કમી લાગી એ મારો પ્રેમ પૂરી ગયો
એના જ બોલેલા વચનની યાદ આપી હતી
એ પળથી શબ્દોનો ભરોસો સાવ ઊઠી ગયો
જેના સહારે જિંદગી જીવી જવાની હતી
બે ડગ જરાં ચાલ્યાને એનો સાથ છૂટી ગયો
એને હિમત હું પ્રેમમાં દેવાનો હતો કિંતું એ
અવસર અણીના ટાકણે આવ્યોને ચૂકી ગયો
તેઓ કદી મારીય અવગણનાં ના સાંખી શક્યાં
આખર એ ચાહે છે મને એ ભેદ પણ ખૂલી ગયો
દીવાનગી કાફી નથી કાવ્યો ગઝલ લખવામાં
એ ઇશ્કનાં શાયરનો ગાળૉ આજ વીતી ગયો
આજે “મહોતરમાંના નામે નામનાં છે “નરેન”
એ નામ સામે આવતાં કાં ખુદથી રૂઠી ગયો?
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment