इश्वरीय थप्पडनी गूंज Gujarati Kavita By Naresh K. Dodia

इश्वरीय थप्पडनी गूंज  Gujarati Kavita By Naresh K. Dodia
इश्वरीय थप्पडनी गूंज तमारी अंदरना
आत्माने साचा रस्ते लावे छे
इश्वर तमोने थप्पड मारवा कदी
धरती पर आवतो नथी

जाण्ये,अजाण्ये,तमारा सौथी
निकटना लोकोने ज्यारे तमे
इश्वरथी पर छो,इश्वरथी छुपावानी
भावनाथी,अथवा एवा
ख्यालोमां रहीने,मात्र आपनी खूशी खातर 
अने एवा भ्रममां
रहीने तमे एवा काम करो छो,
जेथी इश्वर तो नाखुश थाय छे

साथे तमारी खूशी खातर जे लोको
अंदरथी दुःखी थया होय छे
ए लोकोनुं दुःख अने अने तमारा निकटनी
व्यकितने तमारा आचरणथी
जे दुःख अने व्यथा,ग्लानी अने असह्य 
कही शकाय एवी वेदनां अनुभवे छे

त्यारे इश्वर तमारी सौथी नजीकनी
व्यकितने एना वती तमोने थप्पड
मारवानो अधिकार आपे छे..

अने ए थप्पडनी गुंज
तमारा पश्रातापनी दरेक क्षणॉए,
ज्यारे सौथी निकटनी व्यकितने याद करो छो त्यारे,
जेना दरेक स्मित तमारी आंनदनी चरमसिमा हता

जे नाम साथे दरेक सवार,
सांज अने रातोनी निंदरनी आदत होय 
ए आदत बदलवी पडे छे,
जेना विनां जिंदगीने जिंदगी ना कही शकाय
एवी जिंदगी जीववानी घडी आवे छे त्यारे
आ दरेक क्षणॉमां तमोने इश्वरीय थप्पडनी गुंज संभळाय छे.

आ कविता नथी,
आ इश्वरीय थप्पड,
जेने प्रेमने आपणे आंधळॉकहीए छीए,
एनी पण आंख खोली नाखवानी ताकात धरावे छे

आ संपुण इश्वरीय घटनाने एक मानविय काव्यमां
लखीने उतारवानी वात छे
मानव इश्वर कदी ना बनी शके,
पण इश्वर आ दुनियामां छे एनी प्रतिति
मानवने इश्वर जेवा मानवोथी जरूर करावे छे
- नरेश के.डॉडीया
ઇશ્વરીય થપ્પડની ગૂંજ તમારી અંદરના
આત્માને સાચા રસ્તે લાવે છે
ઇશ્વર તમોને થપ્પડ મારવા કદી
ધરતી પર આવતો નથી

જાણ્યે,અજાણ્યે,તમારા સૌથી
નિકટના લોકોને જ્યારે તમે
ઇશ્વરથી પર છો,ઇશ્વરથી છુપાવાની
ભાવનાથી,અથવા એવા
ખ્યાલોમાં રહીને,માત્ર આપની ખૂશી ખાતર 
અને એવા ભ્રમમાં
રહીને તમે એવા કામ કરો છો,
જેથી ઇશ્વર તો નાખુશ થાય છે

સાથે તમારી ખૂશી ખાતર જે લોકો
અંદરથી દુઃખી થયા હોય છે
એ લોકોનું દુઃખ અને અને તમારા નિકટની
વ્યકિતને તમારા આચરણથી
જે દુઃખ અને વ્યથા,ગ્લાની અને અસહ્ય 
કહી શકાય એવી વેદનાં અનુભવે છે

ત્યારે ઇશ્વર તમારી સૌથી નજીકની
વ્યકિતને એના વતી તમોને થપ્પડ
મારવાનો અધિકાર આપે છે..

અને એ થપ્પડની ગુંજ
તમારા પશ્રાતાપની દરેક ક્ષણૉએ,
જ્યારે સૌથી નિકટની વ્યકિતને યાદ કરો છો ત્યારે,
જેના દરેક સ્મિત તમારી આંનદની ચરમસિમા હતા

જે નામ સાથે દરેક સવાર,
સાંજ અને રાતોની નિંદરની આદત હોય 
એ આદત બદલવી પડે છે,
જેના વિનાં જિંદગીને જિંદગી ના કહી શકાય
એવી જિંદગી જીવવાની ઘડી આવે છે ત્યારે
આ દરેક ક્ષણૉમાં તમોને ઇશ્વરીય થપ્પડની ગુંજ સંભળાય છે.

આ કવિતા નથી,
આ ઇશ્વરીય થપ્પડ,
જેને પ્રેમને આપણે આંધળૉકહીએ છીએ,
એની પણ આંખ ખોલી નાખવાની તાકાત ધરાવે છે

આ સંપુણ ઇશ્વરીય ઘટનાને એક માનવિય કાવ્યમાં
લખીને ઉતારવાની વાત છે
માનવ ઇશ્વર કદી ના બની શકે,
પણ ઇશ્વર આ દુનિયામાં છે એની પ્રતિતિ
માનવને ઇશ્વર જેવા માનવોથી જરૂર કરાવે છે
- નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment