उछीनुं तेज लइने रोज झळहळ क्या लगी थाशुं? Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
उछीनुं तेज लइने रोज झळहळ क्या लगी थाशुं? Gujarati Gazal By Naresh K. Dodia |
उछीनुं तेज लइने रोज झळहळ क्या लगी थाशुं?
नथी पाणी छता झाकळ समुं छळ क्यां लगी थाशुं?
नथी आकाश जेवो आपणी छातीनो घेरावो
डुमो छातीमां लइ वादळ समुं बळ क्यां लगी थाशुं?
हवे फावी गयुं छे जिंदगींनुं टेववश होवुं
बधाने रोज नवतर लागती पळ क्यां लगी थांशुं?
समर्पित थइ जवानुं होय तो “मा”नां चरण तो छे
गुलाबी पावनी लालीनी अटकळ क्यां लगी थाशुं?
पतननी शकयता वच्चे उपाधी हाथ क्यां छोडे?
विसामो शोधवामां रोज हळहळ क्यां लगी थांशुं
तमारा हाथमां हुं हाथ सोपीं दइश बे-धडक थइ
जीवनभर बेंउने जोडे ए सांकळ क्यां लगी थाशुं?
महोतरमां तमारा होठ पर हुं नाम थइ आवीश
ह्रदयमां भेद थइने रोज खळभळ क्यां लगी थाशुं
-नरेश के.डॉडीया
ઉછીનું તેજ લઇને રોજ ઝળહળ ક્યા લગી થાશું?
નથી પાણી છતા ઝાકળ સમું છળ ક્યાં લગી થાશું?
નથી આકાશ જેવો આપણી છાતીનો ઘેરાવો
ડુમો છાતીમાં લઇ વાદળ સમું બળ ક્યાં લગી થાશું?
હવે ફાવી ગયું છે જિંદગીંનું ટેવવશ હોવું
બધાને રોજ નવતર લાગતી પળ ક્યાં લગી થાંશું?
સમર્પિત થઇ જવાનું હોય તો “મા”નાં ચરણ તો છે
ગુલાબી પાવની લાલીની અટકળ ક્યાં લગી થાશું?
પતનની શકયતા વચ્ચે ઉપાધી હાથ ક્યાં છોડે?
વિસામો શોધવામાં રોજ હળહળ ક્યાં લગી થાંશું
તમારા હાથમાં હું હાથ સોપીં દઇશ બે-ધડક થઇ
જીવનભર બેંઉને જોડે એ સાંકળ ક્યાં લગી થાશું?
મહોતરમાં તમારા હોઠ પર હું નામ થઇ આવીશ
હ્રદયમાં ભેદ થઇને રોજ ખળભળ ક્યાં લગી થાશું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment