एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे Gujarati Gazal By Naresh K. Dodia

एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे  Gujarati Gazal By Naresh K. Dodia   
एवा धणां प्रश्नो जीवनमां सौने नडता होय छे
उतरो बधानां केम अणगमतां जं मळता होय छे

माळो बनावा एक पंखीने मदद कुदरतनी होय
जेने तणखलाओनां स्हारा रोज मळतां होय छे

अपमान कायम चांदनुं करतो हतो कारण विनां
बारी जरां हुं खोलुने नजरे ए चडता होय छे

पीवानी हद मारे वटावी ना हती क्यारेय पण
बस नाम एनुं लइने दोस्तो जाम धरता होय छे

तकरार झघडाओ सतत चाल्या करे आवासमां
एनां छजां पर बे कबूतर प्रेम करतां होय छे

घरडा-धरोमां वृध्धने फावी गयुं छे वरसोथी
त्या एमनां जेवां घणा मस्तीमां हसता होय छे

वर्षोथी में जेनो अहम पोष्या कर्यो कारण विनां
चाहतना नामें कोइ माणस रोज नमता होय छे

मारी महोतरमानी वातो सौने हुं कहेतो नथी
दोस्तो विनां कारण कदी एने पजवतां होय छे
– नरेश के. डॉडीया


એવા ધણાં પ્રશ્નો જીવનમાં સૌને નડતા હોય છે
ઉતરો બધાનાં કેમ અણગમતાં જં મળતા હોય છે

માળો બનાવા એક પંખીને મદદ કુદરતની હોય
જેને તણખલાઓનાં સ્હારા રોજ મળતાં હોય છે

અપમાન કાયમ ચાંદનું કરતો હતો કારણ વિનાં
બારી જરાં હું ખોલુને નજરે એ ચડતા હોય છે

પીવાની હદ મારે વટાવી ના હતી ક્યારેય પણ
બસ નામ એનું લઇને દોસ્તો જામ ધરતા હોય છે

તકરાર ઝઘડાઓ સતત ચાલ્યા કરે આવાસમાં
એનાં છજાં પર બે કબૂતર પ્રેમ કરતાં હોય છે

ઘરડા-ધરોમાં વૃધ્ધને ફાવી ગયું છે વરસોથી
ત્યા એમનાં જેવાં ઘણા મસ્તીમાં હસતા હોય છે

વર્ષોથી મેં જેનો અહમ પોષ્યા કર્યો કારણ વિનાં
ચાહતના નામેં કોઇ માણસ રોજ નમતા હોય છે

મારી મહોતરમાની વાતો સૌને હું કહેતો નથી
દોસ્તો વિનાં કારણ કદી એને પજવતાં હોય છે
– નરેશ કે. ડૉડીયા

Advertisement