अनोखी रीतथी मे लागणी शब्दोमां ढाळी छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अनोखी रीतथी मे लागणी शब्दोमां ढाळी छे Gujarati Gazal By Naresh K. Dodia |
अनोखी रीतथी मे लागणी शब्दोमां ढाळी छे
ए रीते दुखनी वातोने मे सुख जेवी बतावी छे
हमेशां दूर रहेनाराथी टेवाइ जवानुं होय
मे आसानीथी कोइनी कमी शब्दोथी मारी छे
वितावी रात यादोनां सतत भारण जीली आंखे
अजंपो दिलमां लइने चांद तारा जोइ काढी छे
अमारी जिंदगी कोइनी साथे ज्यारथी जोडाइ
अमारी जातने मनगमती रीते आजमावी छे
वितेली पळ फरीथी जीववा कोशिश करी थाक्यो
समय क्यारेय रोकातो नथी ए वात मानी छे
ह्रदयने क्यां सुधी ए नामने हु साचवी राखुं
जीवन रेखां अमारा हाथमां कायमनी जाली छे
तमारीने अमारी जींदगीनो फर्क पण केवो?
तमारा स्मित काजे जात हीरा सम धसावी छे
नथी रमवी रमत एवी हवे जेमां सतत हारुं
महोतरमां मजानी मावजत आपी हरावी छे
-नरेश के.डॉडीया
અનોખી રીતથી મે લાગણી શબ્દોમાં ઢાળી છે
એ રીતે દુખની વાતોને મે સુખ જેવી બતાવી છે
હમેશાં દૂર રહેનારાથી ટેવાઇ જવાનું હોય
મે આસાનીથી કોઇની કમી શબ્દોથી મારી છે
વિતાવી રાત યાદોનાં સતત ભારણ જીલી આંખે
અજંપો દિલમાં લઇને ચાંદ તારા જોઇ કાઢી છે
અમારી જિંદગી કોઇની સાથે જ્યારથી જોડાઇ
અમારી જાતને મનગમતી રીતે આજમાવી છે
વિતેલી પળ ફરીથી જીવવા કોશિશ કરી થાક્યો
સમય ક્યારેય રોકાતો નથી એ વાત માની છે
હ્રદયને ક્યાં સુધી એ નામને હુ સાચવી રાખું
જીવન રેખાં અમારા હાથમાં કાયમની જાલી છે
તમારીને અમારી જીંદગીનો ફર્ક પણ કેવો?
તમારા સ્મિત કાજે જાત હીરા સમ ધસાવી છે
નથી રમવી રમત એવી હવે જેમાં સતત હારું
મહોતરમાં મજાની માવજત આપી હરાવી છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment