एक इच्छाना नगरमा रातवासो करवो छे Gujarati Gazal By Naresh K. Dodia

एक इच्छाना नगरमा रातवासो करवो छे Gujarati Gazal By Naresh K. Dodia
एक इच्छाना नगरमा रातवासो करवो छे
एक कीस्सो त्यां फरी मारेय ताजो करवो छे

एक साथे ना मळ्युं एवा समयनां दावमां
साथमां तुं हो एवा गाळाने पाछो करवो छे

जिंदगीभर हुं तरसनां देशमां फरतो रह्यो
ए नदीना देशमां लांबो विसामो करवो छे

जिंदगी छे के पळॉजण कोइने समजाय क्यां?
जीवडाने स्पर्श तारो दइ मजानो करवो छे           

शांत झरणा जेवी खामोशी मने जचती नथी
कांकरी फेकी ह्रदयमां तारा चाळॉ करवो छे

आंख बीडुं त्या ज सपनामा तुं आवी जाय छे
तुं सतत सामे हो एवो पाथ पाको करवो छे

एक टहुको साचवीने राखवो छे कायमी
तारा दिलना टोडलामां एक माळॉ करवो छे

तुं “महोतरमां” जे कहेशे मानवा तैयार छुं
प्यारनी साथे हुकम देवानो धारो करवो छे
-नरेश के.डॉडीया
એક ઇચ્છાના નગરમા રાતવાસો કરવો છે
એક કીસ્સો ત્યાં ફરી મારેય તાજો કરવો છે

એક સાથે ના મળ્યું એવા સમયનાં દાવમાં
સાથમાં તું હો એવા ગાળાને પાછો કરવો છે

જિંદગીભર હું તરસનાં દેશમાં ફરતો રહ્યો
એ નદીના દેશમાં લાંબો વિસામો કરવો છે

જિંદગી છે કે પળૉજણ કોઇને સમજાય ક્યાં?
જીવડાને સ્પર્શ તારો દઇ મજાનો કરવો છે           

શાંત ઝરણા જેવી ખામોશી મને જચતી નથી
કાંકરી ફેકી હ્રદયમાં તારા ચાળૉ કરવો છે

આંખ બીડું ત્યા જ સપનામા તું આવી જાય છે
તું સતત સામે હો એવો પાથ પાકો કરવો છે

એક ટહુકો સાચવીને રાખવો છે કાયમી
તારા દિલના ટોડલામાં એક માળૉ કરવો છે

તું “મહોતરમાં” જે કહેશે માનવા તૈયાર છું
પ્યારની સાથે હુકમ દેવાનો ધારો કરવો છે
-નરેશ કે.ડૉડીયા

Advertisement