हुं ताराथी कदी आगळ वधी शकतो नथी Gujarati Gazal By Naresh K. Dodia

हुं ताराथी कदी आगळ वधी शकतो नथी Gujarati Gazal By Naresh K. Dodia
हुं ताराथी कदी आगळ वधी शकतो नथी
छता पण दूरतानुं रण वटी शकतो नथी

छे लाखो रूपना ढगलां नयन सामे छतां
तने जोयां पछी खुदने छळी शकतो नथी

हुं चातक समो तरसुं छुं तारा प्रेममां
छता तारी तरसनी क्षण बनी शकतो नथी

मने जीजीविषा केवी फळी गइ चंद्रनी
सूरज जेवो छुं पण राते उगी शकतो नथी

नठारी होय किस्मतनी लकीरो जेमनी
प्रणयनी पाठशाळामां भणी शकतो नथी

नथी क्हेतो हवे तुं प्रेम प्हेला जेम कर
के प्हेला जेम काव्यो हुं रची शकतो नथी

नथी गमतुं धणुं एवुं मळ्यु छे हाथमां
जे गमतुं होय ए गुंजे भरी शकतो नथी

हुं मारी आ फकीरीमां ज रहुं छु मस्त थइ
तारी मरजी मूजब माळा जपी शकतो नथी

“महोतरमांना” नामे बंदगी कायम करी
ए कारणथी खुदाने पण नमी शकतो नथी
-नरेश के.डॉडीया
હું તારાથી કદી આગળ વધી શકતો નથી
છતા પણ દૂરતાનું રણ વટી શકતો નથી

છે લાખો રૂપના ઢગલાં નયન સામે છતાં
તને જોયાં પછી ખુદને છળી શકતો નથી

હું ચાતક સમો તરસું છું તારા પ્રેમમાં
છતા તારી તરસની ક્ષણ બની શકતો નથી

મને જીજીવિષા કેવી ફળી ગઇ ચંદ્રની
સૂરજ જેવો છું પણ રાતે ઉગી શકતો નથી

નઠારી હોય કિસ્મતની લકીરો જેમની
પ્રણયની પાઠશાળામાં ભણી શકતો નથી

નથી ક્હેતો હવે તું પ્રેમ પ્હેલા જેમ કર
કે પ્હેલા જેમ કાવ્યો હું રચી શકતો નથી

નથી ગમતું ધણું એવું મળ્યુ છે હાથમાં
જે ગમતું હોય એ ગુંજે ભરી શકતો નથી

હું મારી આ ફકીરીમાં જ રહું છુ મસ્ત થઇ
તારી મરજી મૂજબ માળા જપી શકતો નથી

“મહોતરમાંના” નામે બંદગી કાયમ કરી
એ કારણથી ખુદાને પણ નમી શકતો નથી
-નરેશ કે.ડૉડીયા
Advertisement