एक वखते इत्रनी माफक ते तारी जातने छांटी हती Gujarati Kaviita By Naresh K. Dodia
![]() |
एक वखते इत्रनी माफक ते तारी जातने छांटी हती Gujarati Kaviita By Naresh K. Dodia |
एक वखते इत्रनी माफक ते तारी जातने छांटी हती
जिंदगीमां प्रेमनी खूश्बू मे प्हेली वार पीछाणी हती
राम जाणे क्या समयनुं ए ग्रहण लाग्यु हतुं बे जीवने
ऋतु एक ज छे छतां पण एक जणनी आंख वरसादी हती
केम सागमटे हुं उर्मिने उलेचीने कदी थाक्यो नही?
आग त्यारे बेउना दिलमां बराबरनी कदी लागी हती
हाथ जाल्यो एमनो त्यारे समज आवी हती एवी मने
के हथेळीमानी कोइ एक रेखां अन्यनी हावी हती
कोइने पर्याय मारी सादगीनो कोइ काळे ना मळे
एक माणस काज मारी जातने छेपट लगी मापी हती
साव झांखा लागशे ज्यारे ह्रदयमां कोतरेला शब्द दोस्त
तो तने पण लागशे के लागणीओमा कमी राखी हती
प्रीत तो कायम जो वरणागी बने तो शोभेशे चारे तरफ
ना सखी, ना कोइ स्हेली,मात्र प्रिया जेम तुं फावी हती
बस महोतरमा हवे आ प्रेम जेवो छे तुं एवो राखजे
एक शायरना ह्रदयमां याद तारी कायमी ताजी हती
-नरेश के.डॉडीया
એક વખતે ઇત્રની માફક તે તારી જાતને છાંટી હતી
જિંદગીમાં પ્રેમની ખૂશ્બૂ મે પ્હેલી વાર પીછાણી હતી
રામ જાણે ક્યા સમયનું એ ગ્રહણ લાગ્યુ હતું બે જીવને
ઋતુ એક જ છે છતાં પણ એક જણની આંખ વરસાદી હતી
કેમ સાગમટે હું ઉર્મિને ઉલેચીને કદી થાક્યો નહી?
આગ ત્યારે બેઉના દિલમાં બરાબરની કદી લાગી હતી
હાથ જાલ્યો એમનો ત્યારે સમજ આવી હતી એવી મને
કે હથેળીમાની કોઇ એક રેખાં અન્યની હાવી હતી
કોઇને પર્યાય મારી સાદગીનો કોઇ કાળે ના મળે
એક માણસ કાજ મારી જાતને છેપટ લગી માપી હતી
સાવ ઝાંખા લાગશે જ્યારે હ્રદયમાં કોતરેલા શબ્દ દોસ્ત
તો તને પણ લાગશે કે લાગણીઓમા કમી રાખી હતી
પ્રીત તો કાયમ જો વરણાગી બને તો શોભેશે ચારે તરફ
ના સખી, ના કોઇ સ્હેલી,માત્ર પ્રિયા જેમ તું ફાવી હતી
બસ મહોતરમા હવે આ પ્રેમ જેવો છે તું એવો રાખજે
એક શાયરના હ્રદયમાં યાદ તારી કાયમી તાજી હતી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment