आजे नवा वर्षनो छेल्लो दिवस छे Gujarati Kavita By Naresh K. Dodia

आजे नवा वर्षनो छेल्लो दिवस छे Gujarati Kavita By Naresh K. Dodia
आजे नवा वर्षनो छेल्लो दिवस छे
हुं जाणुं छु आ वरसनां पाछला दिवसोमां
मे तने घणी वार तंग करी छे
तारू दिल दुभाव्यु छे
अनेक वार तने रडावी छे.

कहेवाय छे के जे सौथी नजीक होय 
ए ज माणस दुख आपी शके छे.  
कदाच एटले ज हुं तने भरपूर सुख साथे
थोडुं दुख आपतो रह्यो

हुं जाणुं छु.
तारा माटे असिम प्रेम छे माटे हुं
इच्छतो नथी छतां पण तारा माटे
क्यारेक पझेसीव भाव आवी जाय छे
घणी वार तारी साथे वात करवानी एटली
तडप होय अने तुं वात न करे एटले
बस कविराजनां मगजनी कमान छटकी जाय 

एमां मारी व्हाली तारो वांक नथी,
तुं छे ज एवी प्राणप्यारी अने 
असिम सौंदर्यनी जीवंत मूर्ति छॉ 
मारा प्रेम रूपी व्हालनुं नितरतुं स्वरूप छे
कोइ पण पुरुषनां जीवनमां तारा जेवी
स्त्री प्रत्यक्ष अथवां दूर रहीने प्रेम करनारी होय तो
एनुं निंतात सानिध्य पामवानी तमन्ना कोने ना होय?

हुं शुं करू मारी धवलश्यामा?
मजबूर बनी जाउ छु
तारा सांनिध्यमां आववा,कारण के
तुं छे तो मारी सांज सुरीली बने छे
तुं छे तो मारी गझल गर्विता बने छे
तुं छे तो मारा शब्दोमां लोहीसंचार थाय छे
तुं छे तो मारा निर्जिव आत्मां उपवन लागे छे
तुं छे तो मारा ह्रदयमां उर्मिनो संचार थाय छे
तुं छे तो मारी कलममां प्राण फूंकाय छे
तुं छे तो एक पुरुष होवानो मर्दाना अहेसास थाय छे
हा..महोतरमा..

तुं छे तो आ शब्दोनी जाहोजलाली साथे
सुलुणी संध्यानो रंगीन डायरो मंडाय छे..

जो तुं न होत तो?
मने कवि के लेखक तरीके कोण ओळखतुं होत?
कोण महोतरमां ना शायर तरीके ओळखतुं होत?
व्हाली ते मने प्रेम ना कर्यो होत तो 
हुं आ जग्याए पहोची ना शक्यो होत!!

प्रेम शुं छे ए मात्र अने मात्र ते ज मने शीखव्युं छे
दुनिया आखी उठल पाथल थइ जाय
हुं तने कोइ पण संजोगे गुमाववां मांगतो नथी
तारी झंखनाओ क्यारेक मारा मन मस्तिकमां
हाहाकार मचावे छे त्यारे
मोबाइलमां मारा सिक्रेट आल्बममां
तारा सेव  करेला फोटॉने पागलनी जेम चुमी लंउ छु
जान,तारी कमीनो अहेसास खरेखर 
मारी आंखमां आंसु लावी दे छे

सांजे एकलो बेसीने आंसु सारी लउ छु
पण एम ना मानती के ए दुखनां आंसु छे
ए मारा आंसु तारा माटेनी असिम चाहतनी
अने दूरीनां अहेसासनी तिव्रतानी निशानी छे...                   
             
तारो प्रेम मने सुख आपे छे
रोज एक चातकनी जेम तरस्या नयनने
फेसबुकनां प्रांगणमां तारी छबीनां दिदार काजे लावु छु

कदाच तने आ बधुं पागलपन लागतुं हशे
पण एटलुं याद राखजे
पागल होय ए ज आवो दिलफाडीने प्रेम करी शके छे

बाकी तो यार जवा दे..आजे कोइनी फीरकी नथी लेवी
नवा वरसनां खोबले भरीने लाखेणा वधामणा

आ नवा वरसमां हुं तने  मात्र अने मात्र 
खूशी सिवाय कशुं आपवां नथी मांगतो
पाछला वर्षमां जे कांइ घटनांओ बनी छे
आजे एने कसर खाते नाखी अने
नवा वर्षे नवा पाने प्रेमनां श्री गणेश करीशु
-नरेश के.डॉडीया                     
 આજે નવા વર્ષનો છેલ્લો દિવસ છે
હું જાણું છુ આ વરસનાં પાછલા દિવસોમાં
મે તને ઘણી વાર તંગ કરી છે
તારૂ દિલ દુભાવ્યુ છે
અનેક વાર તને રડાવી છે.

કહેવાય છે કે જે સૌથી નજીક હોય 
એ જ માણસ દુખ આપી શકે છે.  
કદાચ એટલે જ હું તને ભરપૂર સુખ સાથે
થોડું દુખ આપતો રહ્યો

હું જાણું છુ.
તારા માટે અસિમ પ્રેમ છે માટે હું
ઇચ્છતો નથી છતાં પણ તારા માટે
ક્યારેક પઝેસીવ ભાવ આવી જાય છે
ઘણી વાર તારી સાથે વાત કરવાની એટલી
તડપ હોય અને તું વાત ન કરે એટલે
બસ કવિરાજનાં મગજની કમાન છટકી જાય 

એમાં મારી વ્હાલી તારો વાંક નથી,
તું છે જ એવી પ્રાણપ્યારી અને 
અસિમ સૌંદર્યની જીવંત મૂર્તિ છૉ 
મારા પ્રેમ રૂપી વ્હાલનું નિતરતું સ્વરૂપ છે
કોઇ પણ પુરુષનાં જીવનમાં તારા જેવી
સ્ત્રી પ્રત્યક્ષ અથવાં દૂર રહીને પ્રેમ કરનારી હોય તો
એનું નિંતાત સાનિધ્ય પામવાની તમન્ના કોને ના હોય?

હું શું કરૂ મારી ધવલશ્યામા?
મજબૂર બની જાઉ છુ
તારા સાંનિધ્યમાં આવવા,કારણ કે
તું છે તો મારી સાંજ સુરીલી બને છે
તું છે તો મારી ગઝલ ગર્વિતા બને છે
તું છે તો મારા શબ્દોમાં લોહીસંચાર થાય છે
તું છે તો મારા નિર્જિવ આત્માં ઉપવન લાગે છે
તું છે તો મારા હ્રદયમાં ઉર્મિનો સંચાર થાય છે
તું છે તો મારી કલમમાં પ્રાણ ફૂંકાય છે
તું છે તો એક પુરુષ હોવાનો મર્દાના અહેસાસ થાય છે
હા..મહોતરમા..

તું છે તો આ શબ્દોની જાહોજલાલી સાથે
સુલુણી સંધ્યાનો રંગીન ડાયરો મંડાય છે..

જો તું ન હોત તો?
મને કવિ કે લેખક તરીકે કોણ ઓળખતું હોત?
કોણ મહોતરમાં ના શાયર તરીકે ઓળખતું હોત?
વ્હાલી તે મને પ્રેમ ના કર્યો હોત તો 
હું આ જગ્યાએ પહોચી ના શક્યો હોત!!

પ્રેમ શું છે એ માત્ર અને માત્ર તે જ મને શીખવ્યું છે
દુનિયા આખી ઉઠલ પાથલ થઇ જાય
હું તને કોઇ પણ સંજોગે ગુમાવવાં માંગતો નથી
તારી ઝંખનાઓ ક્યારેક મારા મન મસ્તિકમાં
હાહાકાર મચાવે છે ત્યારે
મોબાઇલમાં મારા સિક્રેટ આલ્બમમાં
તારા સેવ  કરેલા ફોટૉને પાગલની જેમ ચુમી લંઉ છુ
જાન,તારી કમીનો અહેસાસ ખરેખર 
મારી આંખમાં આંસુ લાવી દે છે

સાંજે એકલો બેસીને આંસુ સારી લઉ છુ
પણ એમ ના માનતી કે એ દુખનાં આંસુ છે
એ મારા આંસુ તારા માટેની અસિમ ચાહતની
અને દૂરીનાં અહેસાસની તિવ્રતાની નિશાની છે...                   
             
તારો પ્રેમ મને સુખ આપે છે
રોજ એક ચાતકની જેમ તરસ્યા નયનને
ફેસબુકનાં પ્રાંગણમાં તારી છબીનાં દિદાર કાજે લાવુ છુ

કદાચ તને આ બધું પાગલપન લાગતું હશે
પણ એટલું યાદ રાખજે
પાગલ હોય એ જ આવો દિલફાડીને પ્રેમ કરી શકે છે

બાકી તો યાર જવા દે..આજે કોઇની ફીરકી નથી લેવી
નવા વરસનાં ખોબલે ભરીને લાખેણા વધામણા

આ નવા વરસમાં હું તને  માત્ર અને માત્ર 
ખૂશી સિવાય કશું આપવાં નથી માંગતો
પાછલા વર્ષમાં જે કાંઇ ઘટનાંઓ બની છે
આજે એને કસર ખાતે નાખી અને
નવા વર્ષે નવા પાને પ્રેમનાં શ્રી ગણેશ કરીશુ
-નરેશ કે.ડૉડીયા                     
                               
Advertisement

No comments:

Post a Comment