सरदार वल्लभाइ पटेल अने जवाहरलाल नहेरूं Gujarati quote By Naresh K. Dodia

सरदार वल्लभाइ पटेल अने जवाहरलाल नहेरूं   Gujarati quote By Naresh K. Dodia
सरदार वल्लभाइ पटेल अने जवाहरलाल नहेरूं         
कोंग्रेशनां एक भाइ जेवां नहेरू प्रत्ये सरदार पटेल खूब उचाट सेवता.बंने आदमीओ कोइ अजब तटस्थाथी प्रतिस्पर्धी हतां.स्वतंत्र हिंद केवुं होवुं जोइए ते बाबते बंनेनां विचारो नोंधपात्र रीते नोखा हतां.

नवो समाज रचवानां नहेरूनां अलौकिक आदर्श साथे सरदार पटेलने कोइ लेवादेवा ना हतां.बहादूर समाजवादी दुनियानां स्वप्नां जोतां जवाहरलालनां विचारोने "समाजवादनां पोपटिया अवाज" तरीके सरदार पटेल फगावी देता हतां.मुडीवादी समाज काम चलावतो हतो.प्रश्न फकत एनुं भारतीयकरण करवानो हतो,नही के तेने एक अव्हवहारु आदर्श साथे भटकाडी देवानो,एवुं मानतां हतां.

तेमनां ज एक मददनीशे सरदार पटेल विशे जणाव्युं हतुं के वल्लभभाइ एक औध्योगिक शहेरमाथी आवतां हतां,मशीनो,फेकटरीओ अने कापडउधोगनां केन्द्रमां ते उछर्यां हता;ज्यारे नहेरू एक एवी जग्यामांथी आवतां हतां ज्यां फूलो अने फळॉनो उछेर थतो हतो.

परदेशी बाबतो अने विश्वनां प्रश्नोनी चर्चाओ तरफ नहेरूनी दिलचस्पी तरफ वल्लभभाइने अणगमो हतो.ते जाणतां हतां के खरेखर सत्ता क्या छे....अने ते ज जग्याए ते हतां...गृहखातामां.त्यां रहीने ते स्वतंत्र हिंदुस्ताननी पोलीस,सलामतीदळॉ अने माहिती सेवाओनी वफादारी विकसावी रह्या हतां.नहेरूं भले गांधीनी चादर ओढतां होय पण वल्लभभाइ जाणतां हतां के स्वतंत्र हिंदनी वस्तीने बीजा सिझरनी जरूर पडशे.जिन्हा के जेनी साथे वल्लभभाइने मीठाश भर्यां संबंधो हता...ए जिन्हानी माफक ज वल्लभभाइने ओछा आंकवामां आव्यां हतां.एमनी किमंत पण ओछी अंकाइ हती.गांधी अने नहेरूं प्रत्ये पोतानी ममतां ठालवनार सौए वल्लभभाइनी गणतरी कम करी हती.ए एक गंजावर भूल हती.एक मददनीशे तो कह्युं हतुं के,"खरेखर तो वल्लभभाइ ज हिंदनां छेल्ला मोगल हतां.

मांउन्टबेटननी साथे मुलाकात वखते माउन्टबेटनां सरदार पटेल विशे शब्दो जुओ,"आ माणस केम मारा पर दादागीरी करवानो प्रयास करी रह्यो छे?माउन्टबेटने विचार्यु.सामे बेठेला चट्टान जेवां आदमी आगळ तेमनी’कामणनी कामगीरी’एकाएक अटकी गइ हती.खंभा पर खादीनी धोती नाखेलो,चळकती टालवाळॉ,रूक्ष,खूरशीमां कडक गोठवायेलो आदमी,हिंदुस्तानी राजकारणीनी बदले कोइ रोमन सेनेटर जेवो लागतो हतो."

शब्दोने आडेधड वापरनारा देशमां,सरदार पटेल एक एवी व्यकति हतां,जे एक कंजुसनी माफक शब्दोने संघरी राखतां.       

उपरोकत लखाण पुस्तक - फ्रिडम एट मिडनाइटनां लेखक  लेरि कोलिन्स,दोमिनिक लेपियर छे.                                                                                                                                                                                                                                              

आजे कोंग्रेशनां प्रचारतंत्रमां एक पण जग्याए सरदार पटेलनो फोटो नजरे पडतो नथी.ए ना भूलवुं जोइए के एक महान गुजरातीना बलिदानथी अने साची राष्ट्रभावनाने कारणे नहेरुंने वडाप्रधान पदनी खूरशी पर बेसवा मळ्युं हतुं.सरदार केवा देशभकत हता,तेना अनेक दाखला छे.कायदानी दर्ष्टीए पण वडाप्रधान पदना दावेदार ते ज हतां.१९४६ मां जे व्यकित कोंग्रेशनी प्रमुख बनी होय ते स्वाभाविकपणे ज हिंदनी सरकारना वडा तरीके पण पंसदगी ज होय.हिंदुस्ताननी १६ मांथी १५ प्रदेश कोंग्रेश समितिओए सरदार पटेलनी तरफेणमां मतदान कर्युं हतुं.परंतु गांधीजीना बोलने कदी नही उथापनार सरदारे गांधीजीना कहेवाथी तेमने नहेरु माटे खुरशी छोडी दीधी हती.कारणके सरदारने पोतानी जात करतां देशने महान बनाववामां रस वधुं हतो.एक महान अने मर्द गुजरातीना बलिदानने भुली जइने आजे कोंग्रेश प्रचारमां नहेरुना फोटानो उपयोगधुं करे छे.

    सरदारनी जन्मजंयती अने इन्दिराजीनी मरणतिथी एक ज दिवसे आवे छे.कोंग्रेशे तो हद करी नाखी छे,जे मजबुत बे पाया उपर कोंग्रेशनी इमारत उभी छे,एवा गांधी अने सरदारनुं कोंगेशना प्रचारतंत्रमां स्थान ज नथी,एनी बदले बोफोर्शकांड अने शाहबानुं केसमां बदनाम थयेला राजीवगांधीना फोटा वधारे देखाय छे.  

७,सप्टेम्बरना रोज माउन्टबेटने जुनागढना मामलाने सयुंकत राष्ट्रमां लइ जवानो प्रस्ताव पण राख्यो हतो,त्यारे सरदारे नहेरूं सहित अन्य नेताओने विरोध वच्चे जुनागढनो मामलो   पोते संभाळी लइने जुनागढ लश्कर मोकलवानो तात्कालिक निर्णय लीधो हतो.

    ए पछी १३ नवेम्बरनां रोज काठियावाडमां जुनागढनी प्रजाने संबोधता सरदारे जुनागढनी प्रजाने कह्युं हतुं के,’जे लोको हजुं पण बे राष्ट्रनां सिध्धांतमां माने छे अने जेओनी हमदर्दी  पाकिस्तान साथे छे,तेवा लोकोनुं काठियावाडमां कोइ स्थान नथी.जेओनां मनमां हिंद प्रत्ये वफादारी नथी,तेओ पाकिस्तान चाल्या जाय.’

    २० फेब्रुआरी १९४८नां रोज जुनागढमां जनमत लेवायो.केवळ ९१ मतो ज पाकिस्तान तरफी पड्यां.२० फेब्रुआरी १९४९नां रोज सौराष्ट्रसंधमां जुनागढने भेळवी देवामां आव्युं…आ हती सरदारनी खुमारी…
- नरेश के.डॉडीया
સરદાર વલ્લભાઇ પટેલ અને જવાહરલાલ નહેરૂં         
કોંગ્રેશનાં એક ભાઇ જેવાં નહેરૂ પ્રત્યે સરદાર પટેલ ખૂબ ઉચાટ સેવતા.બંને આદમીઓ કોઇ અજબ તટસ્થાથી પ્રતિસ્પર્ધી હતાં.સ્વતંત્ર હિંદ કેવું હોવું જોઇએ તે બાબતે બંનેનાં વિચારો નોંધપાત્ર રીતે નોખા હતાં.

નવો સમાજ રચવાનાં નહેરૂનાં અલૌકિક આદર્શ સાથે સરદાર પટેલને કોઇ લેવાદેવા ના હતાં.બહાદૂર સમાજવાદી દુનિયાનાં સ્વપ્નાં જોતાં જવાહરલાલનાં વિચારોને "સમાજવાદનાં પોપટિયા અવાજ" તરીકે સરદાર પટેલ ફગાવી દેતા હતાં.મુડીવાદી સમાજ કામ ચલાવતો હતો.પ્રશ્ન ફકત એનું ભારતીયકરણ કરવાનો હતો,નહી કે તેને એક અવ્હવહારુ આદર્શ સાથે ભટકાડી દેવાનો,એવું માનતાં હતાં.

તેમનાં જ એક મદદનીશે સરદાર પટેલ વિશે જણાવ્યું હતું કે વલ્લભભાઇ એક ઔધ્યોગિક શહેરમાથી આવતાં હતાં,મશીનો,ફેકટરીઓ અને કાપડઉધોગનાં કેન્દ્રમાં તે ઉછર્યાં હતા;જ્યારે નહેરૂ એક એવી જગ્યામાંથી આવતાં હતાં જ્યાં ફૂલો અને ફળૉનો ઉછેર થતો હતો.

પરદેશી બાબતો અને વિશ્વનાં પ્રશ્નોની ચર્ચાઓ તરફ નહેરૂની દિલચસ્પી તરફ વલ્લભભાઇને અણગમો હતો.તે જાણતાં હતાં કે ખરેખર સત્તા ક્યા છે....અને તે જ જગ્યાએ તે હતાં...ગૃહખાતામાં.ત્યાં રહીને તે સ્વતંત્ર હિંદુસ્તાનની પોલીસ,સલામતીદળૉ અને માહિતી સેવાઓની વફાદારી વિકસાવી રહ્યા હતાં.નહેરૂં ભલે ગાંધીની ચાદર ઓઢતાં હોય પણ વલ્લભભાઇ જાણતાં હતાં કે સ્વતંત્ર હિંદની વસ્તીને બીજા સિઝરની જરૂર પડશે.જિન્હા કે જેની સાથે વલ્લભભાઇને મીઠાશ ભર્યાં સંબંધો હતા...એ જિન્હાની માફક જ વલ્લભભાઇને ઓછા આંકવામાં આવ્યાં હતાં.એમની કિમંત પણ ઓછી અંકાઇ હતી.ગાંધી અને નહેરૂં પ્રત્યે પોતાની મમતાં ઠાલવનાર સૌએ વલ્લભભાઇની ગણતરી કમ કરી હતી.એ એક ગંજાવર ભૂલ હતી.એક મદદનીશે તો કહ્યું હતું કે,"ખરેખર તો વલ્લભભાઇ જ હિંદનાં છેલ્લા મોગલ હતાં.

માંઉન્ટબેટનની સાથે મુલાકાત વખતે માઉન્ટબેટનાં સરદાર પટેલ વિશે શબ્દો જુઓ,"આ માણસ કેમ મારા પર દાદાગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે?માઉન્ટબેટને વિચાર્યુ.સામે બેઠેલા ચટ્ટાન જેવાં આદમી આગળ તેમની’કામણની કામગીરી’એકાએક અટકી ગઇ હતી.ખંભા પર ખાદીની ધોતી નાખેલો,ચળકતી ટાલવાળૉ,રૂક્ષ,ખૂરશીમાં કડક ગોઠવાયેલો આદમી,હિંદુસ્તાની રાજકારણીની બદલે કોઇ રોમન સેનેટર જેવો લાગતો હતો."

શબ્દોને આડેધડ વાપરનારા દેશમાં,સરદાર પટેલ એક એવી વ્યકતિ હતાં,જે એક કંજુસની માફક શબ્દોને સંઘરી રાખતાં.       

ઉપરોકત લખાણ પુસ્તક - ફ્રિડમ એટ મિડનાઇટનાં લેખક  લેરિ કોલિન્સ,દોમિનિક લેપિયર છે.                                                                                                                                                                                                                                              

આજે કોંગ્રેશનાં પ્રચારતંત્રમાં એક પણ જગ્યાએ સરદાર પટેલનો ફોટો નજરે પડતો નથી.એ ના ભૂલવું જોઇએ કે એક મહાન ગુજરાતીના બલિદાનથી અને સાચી રાષ્ટ્રભાવનાને કારણે નહેરુંને વડાપ્રધાન પદની ખૂરશી પર બેસવા મળ્યું હતું.સરદાર કેવા દેશભકત હતા,તેના અનેક દાખલા છે.કાયદાની દર્ષ્ટીએ પણ વડાપ્રધાન પદના દાવેદાર તે જ હતાં.૧૯૪૬ માં જે વ્યકિત કોંગ્રેશની પ્રમુખ બની હોય તે સ્વાભાવિકપણે જ હિંદની સરકારના વડા તરીકે પણ પંસદગી જ હોય.હિંદુસ્તાનની ૧૬ માંથી ૧૫ પ્રદેશ કોંગ્રેશ સમિતિઓએ સરદાર પટેલની તરફેણમાં મતદાન કર્યું હતું.પરંતુ ગાંધીજીના બોલને કદી નહી ઉથાપનાર સરદારે ગાંધીજીના કહેવાથી તેમને નહેરુ માટે ખુરશી છોડી દીધી હતી.કારણકે સરદારને પોતાની જાત કરતાં દેશને મહાન બનાવવામાં રસ વધું હતો.એક મહાન અને મર્દ ગુજરાતીના બલિદાનને ભુલી જઇને આજે કોંગ્રેશ પ્રચારમાં નહેરુના ફોટાનો ઉપયોગધું કરે છે.

    સરદારની જન્મજંયતી અને ઇન્દિરાજીની મરણતિથી એક જ દિવસે આવે છે.કોંગ્રેશે તો હદ કરી નાખી છે,જે મજબુત બે પાયા ઉપર કોંગ્રેશની ઇમારત ઉભી છે,એવા ગાંધી અને સરદારનું કોંગેશના પ્રચારતંત્રમાં સ્થાન જ નથી,એની બદલે બોફોર્શકાંડ અને શાહબાનું કેસમાં બદનામ થયેલા રાજીવગાંધીના ફોટા વધારે દેખાય છે.  

૭,સપ્ટેમ્બરના રોજ માઉન્ટબેટને જુનાગઢના મામલાને સયુંકત રાષ્ટ્રમાં લઇ જવાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો,ત્યારે સરદારે નહેરૂં સહિત અન્ય નેતાઓને વિરોધ વચ્ચે જુનાગઢનો મામલો   પોતે સંભાળી લઇને જુનાગઢ લશ્કર મોકલવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો.

    એ પછી ૧૩ નવેમ્બરનાં રોજ કાઠિયાવાડમાં જુનાગઢની પ્રજાને સંબોધતા સરદારે જુનાગઢની પ્રજાને કહ્યું હતું કે,’જે લોકો હજું પણ બે રાષ્ટ્રનાં સિધ્ધાંતમાં માને છે અને જેઓની હમદર્દી  પાકિસ્તાન સાથે છે,તેવા લોકોનું કાઠિયાવાડમાં કોઇ સ્થાન નથી.જેઓનાં મનમાં હિંદ પ્રત્યે વફાદારી નથી,તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય.’

    ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જુનાગઢમાં જનમત લેવાયો.કેવળ ૯૧ મતો જ પાકિસ્તાન તરફી પડ્યાં.૨૦ ફેબ્રુઆરી ૧૯૪૯નાં રોજ સૌરાષ્ટ્રસંધમાં જુનાગઢને ભેળવી દેવામાં આવ્યું…આ હતી સરદારની ખુમારી…
- નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment