नाम तारूं होठ पर ज्यां रमतुं हतुं Gujarati Gazal By Naresh K. Dodia

नाम तारूं होठ पर ज्यां रमतुं हतुं Gujarati Gazal By Naresh K. Dodia
नाम तारूं होठ पर ज्यां रमतुं हतुं
शब्द ओढी ए गझलमां हसतुं हतुं

मौन तुं होठो उपर लइ फरती हती
शब्द रूपे कोइ एने लखतुं हतुं

चाहवामां पण मगजमारी केटली
दूरतामां एक माणस रडतुं हतुं

कोइ कारणसर मने हुं मळतो नथी
एक ठेकाणुं तारामां जडतुं हतुं

वेदनांने एक ठपको आप्यो जरां
प्रेमनुं हथियार सामे वढतुं हतुं

बंध पांपणमां तुं मळती साक्षात रोज
यादनुं भारण सतत रणझणतुं हतुं

म्हेक तारा नामनी भारोभार लइ
मुजमां खूश्बूनु झरण खळखळतु हतुं

रोज अफवां संभळाइ तुं आवशे
कोइ सरहद प्रेममां क्यां वटतुं हतुं?

ए “महोतरमा” ज जाणे छे दुख शुं छे
सत कमीनुं आंखमां झरमरतुं हतुं
-नरेश के.डॉडीया
નામ તારૂં હોઠ પર જ્યાં રમતું હતું
શબ્દ ઓઢી એ ગઝલમાં હસતું હતું

મૌન તું હોઠો ઉપર લઇ ફરતી હતી
શબ્દ રૂપે કોઇ એને લખતું હતું

ચાહવામાં પણ મગજમારી કેટલી
દૂરતામાં એક માણસ રડતું હતું

કોઇ કારણસર મને હું મળતો નથી
એક ઠેકાણું તારામાં જડતું હતું

વેદનાંને એક ઠપકો આપ્યો જરાં
પ્રેમનું હથિયાર સામે વઢતું હતું

બંધ પાંપણમાં તું મળતી સાક્ષાત રોજ
યાદનું ભારણ સતત રણઝણતું હતું

મ્હેક તારા નામની ભારોભાર લઇ
મુજમાં ખૂશ્બૂનુ ઝરણ ખળખળતુ હતું

રોજ અફવાં સંભળાઇ તું આવશે
કોઇ સરહદ પ્રેમમાં ક્યાં વટતું હતું?

એ “મહોતરમા” જ જાણે છે દુખ શું છે
સત કમીનું આંખમાં ઝરમરતું હતું
-નરેશ કે.ડૉડીયા
Advertisement