आजीवन साथा ना छोडी नही शकवानी माटेनी पूर्वशरत साथे Gujarati Kavita By Naresh K, Dodia

आजीवन साथा ना छोडी नही शकवानी माटेनी पूर्वशरत साथे Gujarati Kavita By Naresh K, Dodia
आजीवन साथा ना छोडी नही शकवानी माटेनी
पूर्वशरत साथे
इश्वरे आपणे बंनेने आ पृथ्वी पर मोकल्या छे..

अने आ तो इश्वर छे एना माटे समस्त ब्रह्मांड
एक नाना टपका जेवु छे…अने एना माटे
पृथ्वी नाना टपकाथी पण नानी छे..अने
आपणे बेने पृथ्वी पर मोकल्या त्यारे
ए अक्षांस अने रेखांसनी व्याख्या भूली गया अने
आपणे साथे रहेवानी पूर्वशरत पाळवानी..

अने आ पूर्वशरतना प्रतापे आपणे साथे छीए
पण सजोडे नथी…आ ते केवी पूर्वशरत.
आमां इश्वरनु शुं आंनद मळतो हशे..?

अने अधुरामा पुरु आ इश्वरनी लीला जुओ

आ इश्वर बहु मोटॉ खेलाडी छे..एने आपणा
बंनेनी परिक्षा लेवा माटे तारा एक प्रेमीनु
अने मारी एक प्रेमिकानुं पण सर्जन कर्यु छे..

अने एने पण पूर्वशरत साथे बांध्या छे के
ज्यारे तारो प्रेमी बोलावे त्यारे आंखो बंध करीने
तारे एनी साथे चाली नीकळवानु छे..

अने मारी प्रेमिका ज्यारे मने बोलावे त्यारे
आंखो बंध करीने मारे एनी साथे चाली नीकळवानु छे

कारणके इश्वरनी एक अंगत के खानगी इच्छा छे
कोइ पण प्रेमी होय एने छुटा पाडीने जोवा मांगे छे के
एक पात्रनी कमीनी असर बीजा पात्र पर शु पडे छे..

महोतरमा…हु अने तमे आपणे बंने आपणी नबळायथी
पूरेपूरा वाकेफ छीए…अने सतत ए चिंतामां रहीए छीए के
ज्यारे बेमांथी कोइ एकनो प्रेमी के प्रेमिका लेवा आवशे त्यारे
आपणे केवी रीते जीवी शकीशु….

एना कारणे हमेंशा आपणे बंने ज्यारे पण मळीए छीए त्यारे
एक वात अचुक थाय छे…के तारा करता हुं पहेला जइश..
त्यारे हुं कहु छु के ना….तारा करता हुं पहेला जइश..

हवे ए तो तमोने के मने जाण नथी कोण पहेला जवानु छे
पण तमारा प्रेमीनुं नाम अने मारी प्रेमिकानु
नाम आपणे आजे आपणे एकबीजाए जाणी लेवा जोइए

तारा प्रेमीनुं नाम छे – मृत्युदेव
मारी प्रेमिकानु नाम छे – मृत्युदेवी.
-नरेश के.डॉडीया
આજીવન સાથા ના છોડી નહી શકવાની માટેની
પૂર્વશરત સાથે
ઇશ્વરે આપણે બંનેને આ પૃથ્વી પર મોકલ્યા છે..

અને આ તો ઇશ્વર છે એના માટે સમસ્ત બ્રહ્માંડ
એક નાના ટપકા જેવુ છે…અને એના માટે
પૃથ્વી નાના ટપકાથી પણ નાની છે..અને
આપણે બેને પૃથ્વી પર મોકલ્યા ત્યારે
એ અક્ષાંસ અને રેખાંસની વ્યાખ્યા ભૂલી ગયા અને
આપણે સાથે રહેવાની પૂર્વશરત પાળવાની..

અને આ પૂર્વશરતના પ્રતાપે આપણે સાથે છીએ
પણ સજોડે નથી…આ તે કેવી પૂર્વશરત.
આમાં ઇશ્વરનુ શું આંનદ મળતો હશે..?

અને અધુરામા પુરુ આ ઇશ્વરની લીલા જુઓ

આ ઇશ્વર બહુ મોટૉ ખેલાડી છે..એને આપણા
બંનેની પરિક્ષા લેવા માટે તારા એક પ્રેમીનુ
અને મારી એક પ્રેમિકાનું પણ સર્જન કર્યુ છે..

અને એને પણ પૂર્વશરત સાથે બાંધ્યા છે કે
જ્યારે તારો પ્રેમી બોલાવે ત્યારે આંખો બંધ કરીને
તારે એની સાથે ચાલી નીકળવાનુ છે..

અને મારી પ્રેમિકા જ્યારે મને બોલાવે ત્યારે
આંખો બંધ કરીને મારે એની સાથે ચાલી નીકળવાનુ છે

કારણકે ઇશ્વરની એક અંગત કે ખાનગી ઇચ્છા છે
કોઇ પણ પ્રેમી હોય એને છુટા પાડીને જોવા માંગે છે કે
એક પાત્રની કમીની અસર બીજા પાત્ર પર શુ પડે છે..

મહોતરમા…હુ અને તમે આપણે બંને આપણી નબળાયથી
પૂરેપૂરા વાકેફ છીએ…અને સતત એ ચિંતામાં રહીએ છીએ કે
જ્યારે બેમાંથી કોઇ એકનો પ્રેમી કે પ્રેમિકા લેવા આવશે ત્યારે
આપણે કેવી રીતે જીવી શકીશુ….

એના કારણે હમેંશા આપણે બંને જ્યારે પણ મળીએ છીએ ત્યારે
એક વાત અચુક થાય છે…કે તારા કરતા હું પહેલા જઇશ..
ત્યારે હું કહુ છુ કે ના….તારા કરતા હું પહેલા જઇશ..

હવે એ તો તમોને કે મને જાણ નથી કોણ પહેલા જવાનુ છે
પણ તમારા પ્રેમીનું નામ અને મારી પ્રેમિકાનુ
નામ આપણે આજે આપણે એકબીજાએ જાણી લેવા જોઇએ

તારા પ્રેમીનું નામ છે – મૃત્યુદેવ
મારી પ્રેમિકાનુ નામ છે – મૃત્યુદેવી.
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment