तारी झंखनाओनुं विशाळ आकाश जोइ हुं दंग छुं Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
|
- तारी झंखनाओनुं विशाळ आकाश जोइ हुं दंग छुं
- जाणे एवुं लागे त्यां उडतो हुं एक मात्र पतंग छुं
- नथी नंमण तोये नमतो रहुं छुं सदा तारी तरफ
- तारी तरफ खेंची राखतां श्वासोनां पवनथी तंग छुं
- पाडता पडी गयां छे कन्ना तारा नामनी दोर काजे
- उडु छुं हुं तारा विशाळ नभे,लागे के तारी संग छुं
- नथी मारुं नाम पंतगके,जें रंगोथी ओळखाइ छे
- बधा जाणे छे के तारी लागणीनो लथबथ रंग छुं
- उजवुं छुं दरेक सांजोने उत्सवनी जेम यादोनां संगे
- तारा नामे उजवी शकाय हुं ए तहेवार संळग छुं
- परिचयने जरा प्रेमनी हवानो साथ मळवो जोइए
- दिलनी दोरथी बंधायेलुं जाणे हुं तारुं ज अंग छुं
- कपायेली पंतग थै मन दिशाहीन भटके तारे काज
- संभाळी ले,तारा श्वासोने महेकावी शकुं ए तरंग छुं
- - नरेश के.डॉडीया
- તારી ઝંખનાઓનું વિશાળ આકાશ જોઇ હું દંગ છું
- જાણે એવું લાગે ત્યાં ઉડતો હું એક માત્ર પતંગ છું
- નથી નંમણ તોયે નમતો રહું છું સદા તારી તરફ
- તારી તરફ ખેંચી રાખતાં શ્વાસોનાં પવનથી તંગ છું
- પાડતા પડી ગયાં છે કન્ના તારા નામની દોર કાજે
- ઉડુ છું હું તારા વિશાળ નભે,લાગે કે તારી સંગ છું
- નથી મારું નામ પંતગકે,જેં રંગોથી ઓળખાઇ છે
- બધા જાણે છે કે તારી લાગણીનો લથબથ રંગ છું
- ઉજવું છું દરેક સાંજોને ઉત્સવની જેમ યાદોનાં સંગે
- તારા નામે ઉજવી શકાય હું એ તહેવાર સંળગ છું
- પરિચયને જરા પ્રેમની હવાનો સાથ મળવો જોઇએ
- દિલની દોરથી બંધાયેલું જાણે હું તારું જ અંગ છું
- કપાયેલી પંતગ થૈ મન દિશાહીન ભટકે તારે કાજ
- સંભાળી લે,તારા શ્વાસોને મહેકાવી શકું એ તરંગ છું
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment