आपणा संबधनी दुनिया हवे बहु नानी बनती जाय छे Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
आपणा संबधनी दुनिया हवे बहु नानी बनती जाय छे Gujarati Kavita By Naresh K. Dodia |
आपणा संबधनी दुनिया हवे
बहु नानी बनती जाय छे
सवारे भुला पडेला लोको
सांजे फरी मळी जाय छे,
एम रोज आपणे मळीए छीए
एक आंखमां भविष्य अने
एक आंखमां सपना भरी
एक नानकडा ओरडामां
आपनुं विश्व दोरीये छीए
सवारे ए विश्वमांथी
बहार नीकळीने आपणे बन्ने
बहारनी दुनियामां ठोकरो
खावा निकळी पडीये छीए
तारा हाथमा घरसामग्रीना
वजनदार थेलानो भार
मारा हाथमा ओफीसना
अधुरा कामना थेलानो भार
ए ज चहेराओ सामे मळे छे
जेम तुं सांजे मळे छे
बे व्यकितनी वच्चेना
संवादो केम थाकता जाय छे?
चाल कोइ एवी निशाळ
आपणे शोधी आपणा विश्व बहार
जयां बे व्यकितीनी संवेदना
उकेलता पाठ भणावी शके
अधुरा रही गयेला भणतर
जेवी तारीमारी संवेदनाने
कोइ लागणीनी निशाळमा
फरीथी भणवा मुकीये तो केम?
चाल व्हाली!
आपणा सवालोना जवाब
आपणे ज शॉधीये
संवेदनाने स्पर्श साथे जोडीने
कोइ नवो जवाब शोधीये !?
- नरेश के.डॉडीया
આપણા સંબધની દુનિયા હવે
બહુ નાની બનતી જાય છે
સવારે ભુલા પડેલા લોકો
સાંજે ફરી મળી જાય છે,
એમ રોજ આપણે મળીએ છીએ
એક આંખમાં ભવિષ્ય અને
એક આંખમાં સપના ભરી
એક નાનકડા ઓરડામાં
આપનું વિશ્વ દોરીયે છીએ
સવારે એ વિશ્વમાંથી
બહાર નીકળીને આપણે બન્ને
બહારની દુનિયામાં ઠોકરો
ખાવા નિકળી પડીયે છીએ
તારા હાથમા ઘરસામગ્રીના
વજનદાર થેલાનો ભાર
મારા હાથમા ઓફીસના
અધુરા કામના થેલાનો ભાર
એ જ ચહેરાઓ સામે મળે છે
જેમ તું સાંજે મળે છે
બે વ્યકિતની વચ્ચેના
સંવાદો કેમ થાકતા જાય છે?
ચાલ કોઇ એવી નિશાળ
આપણે શોધી આપણા વિશ્વ બહાર
જયાં બે વ્યકિતીની સંવેદના
ઉકેલતા પાઠ ભણાવી શકે
અધુરા રહી ગયેલા ભણતર
જેવી તારીમારી સંવેદનાને
કોઇ લાગણીની નિશાળમા
ફરીથી ભણવા મુકીયે તો કેમ?
ચાલ વ્હાલી!
આપણા સવાલોના જવાબ
આપણે જ શૉધીયે
સંવેદનાને સ્પર્શ સાથે જોડીને
કોઇ નવો જવાબ શોધીયે !?
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment