सहियारा श्वासोनुं मौन गीत Gujarati Story By Naresh K. Dodia

सहियारा श्वासोनुं मौन गीत Gujarati Story By Naresh K. Dodia
વિવેકનાં હાથમાંથી અચાનક મોબાઇલ ફોન પડી ગયો...

મોં પર અનેક આશ્ર્ચર્યનાં ભાવ સાથે એને મોબાઇલ ફોન ઉપાડયો અને સામે છેડેથી હેલો હેલોનાં અવાજને સાંભળતો રહ્યો..

થોડી વાર પછી,ઉછળીને બોલ્યો,"સાચે અમી,તું અમેરીકાથી એકલી આવે છે?
સામે છેડેથી અમીનો અવાજ આવ્યો,"હા!એકલી જ આવું છુ,ફકત ૧૫ દિવસ માટે અને મારા માટે,મારા મનની શાંતિ માટે અને આ પંદર દિવસ પર મારા એકલાનો હક જ રહેશે,હું કોઇની દખલઅંદાજી સહન કરવાનાં મુડમાં નથી."

વિવેકે વળતો જવાબ આપ્યો,"ઓકે!મારા કલેજાનાં કટકા,મારી સુપર લેટીના,તું જે કહે મને મંજુર છે...પણ તારા પંદર દિવસમાંથી મારા માટે એક દિવસ આપી શકે તો તારી મહેરબાની..."

થોડી વાર અમી કંઇ બોલી નહી એટલે વિવેક જરા મોટેથી બોલ્યો,"અમી......."
ખડખડાટ હસવાનાં અવાજ સાથે અમીએ જવાબ આપ્યો,"હું અમેરીકાંથી સીધી દિલ્હી આવવાની છું મારી કંપનીનાં કામથી,હું 11 થી 13 ડીસેમ્બર ત્યાં દિલ્હીમાં છું.."3 દિવસ રોકાઈને મારા ઘરે સુરત 5-7 દિવસ રોકાવાનું વિચારું છું અને 4 દિવસ મારી કોલેજકાળની  મિત્રના ઘરે રોકાઈશ. આ મારો અત્યારનો પ્રોગ્રામ છે 

અમીની વાત સાંભળીને વિવેક પોતાની ઓફીસ ચેર પરથી ઉભો થઇ ગયો,અને ખૂશીનાં ભાવ સાથે અમીને જવાબ આપે છે,"સાચે મારી વ્હાલી તું ૧૧ ડીસેમ્બરનાં દિલ્હીમાં છે.?હું પણ 11 થી 14ડીસેમ્બર દિલ્હીમાં  છું.."

થોડી ખામોશી પછી અમી જવાબ આપે છે,"વિવેક,સાચું બોલજે,મેં દિલ્હીનું કીધું એટલે તું ત્યાં જવાનો પ્રોગામ બનાવે છે કે ખરેખર ત્યાં તું કોઇ કામે જવાનો છે..?
વિવેક જવાબ આપતા કહે છે,સાચે મારી વ્હાલી,મારી ટીકીટ ઓલરેડી આવી ગઇ છે,અમારી ડીલર્સ મીટીંગ આ વખતે દિલ્હી છે .
અમી હસતા હસતા જવાબ આપે છે,"મીન્સ તું આ વખતે રૂબરૂ મળવાનો પાકે પાયે પ્લાન બનાવીને બેઠો છે."             
વિવેક હસતા હસતા કહે છે,મારી સુપર લેટીના,છેલ્લા 5 વર્ષથી ફકત આપણે અવાજ અને વિડીયો ચાટથી આપણે મળતા રહ્યા છીએ...હવે મારો કંઇ વાંક છે..
અમીના ખડખડાટ હાસ્ય સાથે જવાબ આવે છે,"હું તને મારા પ્રોગ્રામની ડીટેઇલ મેઇલ કરૂં છું......બાય બાય વિવેક  
વિવેક હસતા હસતા જવાબ આપે છે,"જલ્દી મને મેઇલ કરજે....રાહ જોઉં છું...ટેક કેર લવ યું મીઠડી.."

અમીએ એકદમ ધીમાં અને ભીના ભીના અવાજમાં કહ્યું,"લવ યું ટું પાગલ."

વિવેક શાહ,અમદાવાદનો માર્બલ અને ગ્રેનાઇટનો વેપારી અને અમીષા પટેલ અમેરીકામાં એક મલ્ટીનેશનલ કંપનીની સિનિયર ઓફિસર.....બંનેનું મળવું કોઇ ચમત્કાર જેવું જ હતું..
આજથી પાંચ વર્ષ પહેલા વિવેક શાહે ફેસબુકમાં અન્ય દોસ્તોની ભલામણથી પોતાનું આઇડી બનાવ્યુ હતું...અને ફેસબુક થકી જુના સ્કુલ સમયનાં મિત્રો ફરીથી મળવા લાગ્યા..
એમાંનાં અમેરીકાનાં એક ફ્રેન્ડ રૂસી પટેલનાં ફ્રેન્ડ લિસ્ટમાંની અમીષાં પટેલની ઓળખાણ થઇ.....

શરૂઆતી સામાન્ય વાતચીતમાંથી વાત આગળ વધતા......બંનેમાંથી કોઇને ખબર ન પડી કે ચાલીસી વટાવી ગયેલા બંને પરિણિત લોકો ક્યારે એક બીજાને ચાહવા લાગ્યાં...
એક શાંત અને સરળ સ્વભાવની અમીને અમેરીકા આવ્યા ત્રેવીસ વર્ષ થઇ ગયા.માત્ર ૧૮ વષની ઉમરે  પરણીને અમેરીકા આવી....પતિને મદદરૂપ થવા નોકરીની  સાથે પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું....આજે એનાં પતિ કરતાં બમણું કમાતી અમી....પોતાનો પત્ની ધર્મ ચુક્યા વગર પતિની સાથે બંને બાળકોની જવાબદારી હસતા મુખે સંભાળતી હતી....કદી પોતાની વર્તણુકમાં પોતાની હોદાનો અહમ આડે લાવ્યા વગર પોતાનાં કુંટુબની દરેક વ્યકિતને સંભાળતી હતી...

જ્યારે વિવેક પોતાનું બારમું ધોરણ અધુરું છોડી પિતાનાં નવા શરૂ થયેલા જોડાયો અને ત્યાર બાદ પિતા પુત્રની જોડીએ મહેનત કરીને કરોડૉનું ટર્નઓવર કરતી કંપની ઉભી કરી છે..
અમી અને વિવેકમાં બંનેમાં એક સામ્યતા ઉડીને આંખે વળગે એવી હતી...કે જિંદગીનાં યુવાનીનાં દિવસો જે મૌજ મસ્તીનાં ગણાય એ વરસોને પોતાની કેરીયર અને બિઝનેશ જમાવવા દાવ પર લગાડી દીધા હતાં....

બંને એકદમ ઠરીઠામ થયાં પછી પોતાની જાત પ્રત્યે ધ્યાન આપવાનું શરૂ કર્યું...બંને હવે જિંદગીનાં ગુમાવેલા વરસોને ફરીથી જીવવાનાં મુડમાં હોય એ રીતે જાણે કોઇ કોલેજકાળનાં નવા નવા પ્રેમી હોય એ રીતે પોતાની એક અલગ સપનાની દુનિયામાં રોજ મળી ને જુદા પડી જતા હતાં

ફેસબુકમાં ઘણા લેખકો અને કવિઓને લખતા જોઇને એક દિવસ વિવેક શાહને કંઇક લખવાની ચાનક ચડી......જુદા જુદા લેખકો અને કવિઓનાં પરિચયમાં આવતા બે વર્ષમાં વિવેક શાહ એક વેપારીની સાથે નામી કવિ તરીકે ગણનાં થવા લાગી...

હમેંશા અમીને કહેતો કે,"તું મારી જિંદગીમાં આવી ના હોત તો હું કવિ કે લેખક ના બની શક્યો હોત....ત્યારે અમી કહેતી કે આજ સુધી આપણે કદી રૂબરૂં મળ્યા નથી તો તું કંઇ રીતે મારા કારણે કવિ બની ગયો..."

ત્યારે વિવેક હમેશાં એનાં અંદાજમાં જવાબ આપતો કે,"કભી આયને મે મેરી નજરો સે અપને આપકો સર સે પાવ તક દેખો.....મા કસમ,તુંમ અપને આપ સે ઇશ્ક કરને લગેગી."

અને સાચે એ પછી એ અમી ખુદ એની જાતનાં પ્રેમમાં પડી ગઇ....૭૮કિલો વજન ધરાવતી અમી આજે ૫૬કિલો  વજન ધરાવતી કોઇ તાજાતરીન હુસ્નની મીશાલ બની ગઇ હતી..

વિવેક અમીને કહેતો કે આપણા બેનું મળવું ઇન્ડીયા-અમેરીકાનાં ટાઇમઝોન જેવું છે...એક ઉગવા માટે આથમવું પડે......એક સાથે આપણા બેયની સવાર કે આપણા બેયની રાત શક્ય નથી.એ જ રીતે આપણા બેયનું એક જગ્યાએ હોવું શકય નથી.

ત્યારે અમી કહેતી કે એક દિવસ તો ઇન્ડીયા અને અમેરીકાથી દૂર કોઇ પારકી ક્ષિતિજ પર આપણે બંને એક સાથે ઉગીશું અને એક સાથે આથમી જશું....
ત્યારે વિવેક કહેતો કે,"મારી પર્પલ તુલીપ,ક્યારે એ શક્ય બનશે..?"
ત્યારે વિડીયો ચાટમાં અમી ક્રિષ્ના ભગવાનની છબી દેખાડીને કહેતી કે જ્યાં સુધી મારો ક્રિષ્ના મને રજા નહી આપે ત્યા સુધી શકય નથી...પણ મેં એની પાસેથી પ્રોમિસ લીધું છે કે એક વાર એ મને તારી પાસે આવવાની રજા આપશે.....પણ સમય હજું એને નક્કી નથી કર્યો...

અમીનો ફોન ક્યારનો કપાય ગયો હતો.છતાં વિવેક હાથમા ફોન લઇને ઉભો જ રહ્યો.આજે એક વેપારીની સાથે એક સારા કવિ તરીકે અને એક સારા અને હસમુખા અને મળતાવડા માણસ તરીકે અનેક ચાહકોનો એ માનિતો કવિ હતો..માત્ર બાર ધોરણ ભણેલા વિવેકને ફેસબુકમાં આવ્યા પછી ગુજરાતી ભાષા માટે બહું પ્રેમ હતો...આજે પોતાની અમદાવાદમાં ઓળખાણનાં લીધે અનેક ઉગતાં લેખક અને કવિઓને એને આગળ લઇ આવવા માટે કોઇ પ્રકારની અપેક્ષા વિનાં આગળ વધીને એનાંથી શક્ય હોય એ બધું કરી આપતો હતો. 

અમી જ્યારથી મળી ત્યારથી અત્યાર સુધીની બધી ઘટનાં આંખ સામે આવવા લાગી.૧૫ જુલાઇ ૨૦૧૦નાં રોજ અમી એનાં ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં જોડાઇ હતી.શરૂમાં શરૂમાં ફેસબુકમાં કાંઇ જાણકારી ના હોવાથી લોગઇન કરી થોડી વાર ફેસબુક માટે જાણકારી મેળવીને ઓફ લાઇન થઇ જતો હતો...

અમીએ થોડા દિવસો પછી પોતાનો પ્રોફાઇલ ફોટો બદલાવ્યો અને વિવેકનાં હોમપેજમાં દેખાયો.ખબર નહી વિવેક એનાં ફોટોને જોતો જ રહ્યો.એવામાં કોઇ શાયરે એક પંકિત પોસ્ટ કરેલી જોઇ અને વિવેક ફકત કુતુહલ ખાતર અમીની ખૂબસૂરતીથી પ્રભાવિત થઇને એ પંકિત અમીનાં ફોટોમાં કોમેન્ટ તરીકે મુકી.
मसला जब जब उठा है खूबसूरती का
फैसला सिर्फ आप के चहेरे ने किया है    

અને સાંજનાં સમયે અમીએ આ કોમેન્ટ જોઇને વિવેકનો આભાર માનવા એને ઇનબોકસમાં થેંકયુનો મેસેજ મોકલ્યો.અહીંથી વાતોની શરૂઆત થઇ.ધીરે ધીરે રોજબરોજની વાતો થકી એક બીજાની આદત બની ગઇ.આમને આમ એક વર્ષ પૂરું થયુ.અમી અને વિવેક એકબીજાથી સંપુર્ણ પરિચિત થઇ ગયાં હતા.બંને જોડી રાખવા માટે એક માધ્યમ સશકત કામ કરી રહ્યું હતુ.એ હતું બંનેને ગઝલ,કાવ્ય અને ગીતનો સમાન શોખ.

હવે અમી જેવી સવારનાં જાગે ત્યારે વિવેકનાં ગુડ મોર્નિંગ મેસેજથી દિવસથી શરૂઆત કરતી હતી.આ બાજુ વિવેક ક્યારે સાંજ પડે અને અમી ફેસબુકમાં આવે એની કાગડૉળે રાહ જોતો હોય.

હવે ફેસબુકમાંથી બંને યાહું મેસેન્જરથી લઇને મોબાઇલ પર વાત કરવા સુધી નજદિકતાએ પહોચી ચુક્યાં હતા.બંને એક બીજાને તમેમાંથી તું કહેવા સુધીનાં આત્મિય સંબંધોમાં બંધાય ચુકયાં હતા.
   
એક દિવસ અમીએ નવી સાડીવાળૉ ફોટો બદલાવ્યો અને વિવેકને કહ્યું કે આજે તો તારી લાઇન લખીને મારા ફોટો પર કોમેન્ટ લખવાની છે.કદી હાથે પોસ્ટકાર્ડ ના લખનારને અમીની જીદ સામે જુકી જવું પડયું અને પહેલીવાર વિવેકે એના ફોટો પર જેવી આવડે એવી એક કવિતા લખીને અમીનાં ફોટો પર કોમેન્ટમાં મુકી.

સાવ સીધી વાતમા પણ એક અણસારો મળે છે
એક ગમતો માનવી વાતોમાં પ્યારો લાગવાનો
એક મોહક વેલ જેવી જોઇને મોહી પડ્યો છું
થડ બની નમણાશ તારામાં સતત હું ઘૂંટવાનો

આ કોમેન્ટ વાંચીને પ્રથમવાર અમીને લાગ્યુ કે કંઇક તો છે વિવેકમાં જે મને સતત એનાં તરફ ખેંચી રાખે છે.અમીને એની કોલેજ યાદ આવી ગઇ.ક્યારેક એ કોલેજમાં મનમાં આવે એવી હિંદી શાયરી લખતી રહેતી હતી.કંઇક અંદર ધરબાયેલું કાવ્યની બીજ અમીનાં હ્રદયમાંથી બહાર આવવા મથી રહ્યું હતુ.વિવેકે લખેલી બે પંકિતનાં કારણે અમીનાં હ્રદયનાં તારને ઝણઝણાવી ગયુ.એ દિવસે અમીએ અમીએ અરિસામાં જોયુ.પોતાને પગથી માથા સુધી નિહાળી અને નક્કી કર્યું કે વિવેકની પંકિત જેવું ખૂબસૂરત દેખાવું હશે તો મારે વેઇટ રીડયુસ કરવું જ પડશે...એને વિવેકની મજાક યાદ આવી......ક્યારેક મસ્તીમાં કહેતો કે "વ્હાલી જાડી."અમીએ નક્કી કર્યું કે વિવેકને હું મારો ચેન્જ દેખાડીશ અને એને "વ્હાલી પાતળી પરમાર"કહેવા મજબૂર બનાવીશ.

આ બાજુ વિવેકે પહેલી કવિતા અમીનાં ફોટો માટે લખી પછી એને જ્યારે સમય મળે ત્યારે કોમ્પયુટર ઉપર બેઠો હોય ત્યારે જેવું મનમાં એવું લખી લેતો હતો.પણ દરવખતે જે કાંઇ લખતો એની નજર સામે તો અમી જ રહેતી હતી.આમને આમ છ મહિનાં વિતિ ગયા.વિવેકે હવે કવિતામાંથી ગઝલ લખવાની શરૂઆત કરી હતી.એને અમદાવાદમાં જ એનાં મિત્ર એવા ગઝલકાર સંદીપ શાહ પાસેથી ગઝલ શીખવાની શરૂ કરી.

આ બાજું  અમીને જીમમાં રોજ જઇને અને ડાયેટીંગ કરીને પોતાનું વજન ઘટાડીને ૭૮કિલોમાંથી ૫૬કિલો કરી નાખ્યુ.વિવેકને સરપ્રાઇઝ આપવા વેસ્ટર્ન ડ્રેસમાં પાડેલા પોતાનાં ફોટો એને જીમેઇલમાં મોકલ્યા.જેવા ફોટો જોયા વિવેક અવાચક થઇ ગયો અને જાણે અમીનાં પ્રેમમાં પડી ગયો હોય મિનિટો સુધી એનાં ફોટો જ જોયા કર્યા.જયારે હ્રદયમાંથી કોઇ પ્રત્યે લાગણી જન્મે છે ત્યારે માણસ પોતાનો હોદો,પોતાની સામાજિક પરિસ્થિતિ જેવું બધું ભૂલી જાય છે.આવું જ કાંઇક આજે વિવેક સાથે બન્યુ.એ ભૂલી ગયો કે એ પરિણિત છે અને બે બાળકોનો પિતા છે.એને અમીને મેસેજ મોકલ્યો કે,"તું ફ્રી છે?"થોડી વાર પછી ફેસબુક ઇનબોકસમાં અમીનો મેસેજ આવ્યો,"હા હું ફ્રી છુ,ફોનમાં વાત કરવા માંગે છે ને તુ? અને સ્માઇલીની ફેસ મુક્યો.?

અમીનો મેસેજ વાંચીને અમીને ફોન જોડયો.અમીએ જેવો ફોન ઉપાડ્યો અને એનાં નવાં રૂપનાં વખાણ શરૂ કર્યા.વિવેકે બોલી લીધા પછી અને અમીએ પુછ્યુ,"સાચું બોલજે!સાચે સાચે મારા ફોટૉ ગમ્યા?"
"અરેરે અમી,ફોટો તો ગમ્યા પણ સાથે સાથે તારૂં આ વેઇટ લોસ્ટનું સરપ્રાઇઝ પણ ગમ્યુ"

વિવેકની વાત સાંભળીને અમીને અંદરથી કંઇક અહેસાસ થવા લાગ્યો અને એનાં અવાજમાં કંઇક એવી ભીનાશ ભળી ગઇ અને એનાંથી બોલી જવાયુ કે,"વિવેક,સાચું કહું તું મને જાડી કહેતો એટલે જ માત્ર તારા ખાતર મે વેઇટલોસ્ટ કર્યો અને મારો લુક્સ તને ગમે એવો બનાવાનો પ્રયાસ કર્યો છે?

અમીની વાત સાંભળીને વિવેકનાં આંનદનો પાર ના રહ્યો અને ખૂશીથી છલકતા અવાજે બોલ્યો,"ઓહ માઇ પ્લેઝર!રીયલી અમી ફકત મારા માટે જ આ લુક્સ ચેન્જ કર્યો?ઓહ માઇ માઇ....પર્પલ તુલિપ."
"વ્હોટ...!પર્પલ તુલિપ"
"અરે ડીયર મારા ફેવરીટ ફલાવરનું નામ છે જે આજે તને આપ્યુ?
"ઓહ રીયલી વિવેક?સાચે તને તુલિપ ફલાવર ગમે છે?
ઓહ યસ માય પર્પલ તુલિપ"
"ઓહ ગોડ હવે "માય પર્પલ તુલિપ"હું તારી પર્પલ તુલિપ ક્યાથી બની ગઇ"
"અમી........દસ મિનિટ જ પહેલા......આઇ લવ યુ અમી"

હવે ફોનમાં બંને છેડે ખામોસી હતી.વિવેકને લાગ્યુ કે દોસ્તીનાં સંબંધમાં મારાથી જરા ઉતાવળ થઇ ગઇ...આમને મિનિટ સુધી કોઇ બોલ્યું નહી..

અચાનક અમીનો આરત ધુટેલો એકદમ ભાવવાહી અને છલકતો અવાજ આવ્યો
"લવ યું ટુ..પાગલ" 

એકબીજાએ પ્રેમનો એકરાર કર્યો પછી બંનેની દુનિયા બદલી ગઇ હતી.રોજ સાંજનાં સમય થાય અને અમી જેવી ઓનલાઇન આવે અને જેમ સમયની અનૂકૂળતા હોય એમ એક્બીજામાં ખોવાઇ જતા.અમી ઉઠી અને ઓફિસે તૈયાર થઇને નીકળે ત્યા સુધી અને ઓફિસ પહોચ્યા પછી મોકો મળતા એક બીજા સાથે વાત કરવાનો મોકો ચુકતાં નહી...

આ વાતને ચાર વર્ષ વિતિ ગયા.હવે પાકાં પ્રેમીઓ બની ગયેલાં પ્રેમીઓ રોજની નજદિકતા વધતાં ક્યારેક ક્યારેક બંને વચ્ચે નાના ઝઘડા થતા.ક્યારેક અમીનો મુડ ના હોય તો વિવેકને કહેતી કે આજે મારો વાત કરવાનો મુડ નથી.અથવા અમી કોઇ મિટીંગમાં હોય ત્યારે વિવેક સાથે વાત ના થતી ત્યારે વિવેક ખૂબ અકળાઇ જતો અને અમીને હક્કપૂર્વક  કહેતો કે મને તારા વિના ચાલતું નથી અને તને મારા માટે સમય નથી..આવી નાની બાબતો ક્યારેક મોટું સ્વરૂપ લઇ લેતી છતા વિવેકનાં પારાવાર પ્રેમના કારણે અમી એક નાનો મેસેજ અથવાં ફોન કરે એટલે વિવેક બધું ભૂલીને ફરી અમીમય બની જતો હતો.

વિવેક અને અમીનાં સ્વભાવમાં જમીન આસમાનનો ફર્ક હતો.અમીનો સ્વભાવ ગુસ્સાવાળૉ અને તડફટ કરનારો હતો.મોટેભાગે એનો મુડ એ બાબતે કામ કરી જતો હતો.જ્યારે આખો દિવસ ખૂશ મિજાજ ગુલાબી અને રોમેન્ટીક સ્વભાવ ધરાવતો હતો.ઘણી વાર અમી કહેતી કે તારો આવો સ્વભાવ.તારો લુકસ જોઇને ઘણી તારી સ્ત્રી મિત્ર તારા મિત્ર મરતી હશે?ત્યારે વિવેક એક જ વાત દોહરાવતો હતો.હું તારા પ્રેમથી આગળ કોઇને વિચારી જ શકતો નથી.કદાચ તારાથી દેખાવડી સ્ત્રી હોય તો પણ એને કદી ભાવ ના આપું.તું જાણે છે અમી?તારા માટે ભલીભલી રૂપાડી સ્ત્રીઓ અહંમ તોડયો છે.વિવેકની વાત સાંભળીને મનોમન પોરસાતી હતી.

ક્યારેક અમી એનાં લંચ ટાઇમમાં ફ્રી હોય ત્યારે અહી ભારતમાં રાતનો સમય હોય.વોટસએપ અને વાઇબર જેવા આધુનિક મેસેન્જરનું આગમન થતા અમી અને વિવેકને નજીક રહેવાનો માર્ગ સરળ બની જતો..

આ બાજું ગઝલ અને કાવ્યોને કારણે વિવેક શાહ અતી જાણીતો કવિ બની ગયો હતો.ફેસબુક સિવાય અમદાવાદનાં મુશાયરામાં એની હાજરી અચુક જોવા મળતી હતી.વિવેક શાહનો એક પ્રંસશકવર્ગ હતો.

કલાકોનાં કલાકો સુધી એક બીજામાં ખોવાયેલા રહેતા અને કવિતા,ગઝલ,અન્ય વિષયો પર વાતો કરતા રહેતા એક દિવસ અને વિવેક અને અમી આવી જ વાતોમાં મશગુલ હતા.ત્યારે અમીએ કહ્યુ,"તું જાણે છે.મેં જ્યારથી વેઇટ લોસ્ટ કર્યું છે ત્યારથી મારી નજીકનાં અને મારી ઓફિસનાં બોસ સહિત મારા પર લટુ થઇ ગયા છે.પણ સાચુ કહું મને અત્યાર સુધી અભિમાન હતું કે મારા દિલમાં હું કોઇને સ્થાન નહી આપી શકુ.પણ આ છેલ્લા ચાર વર્ષમાં મારા સમય અને સ્વભાવ,મારો ગુસ્સો અને મારો અબોલા,મારી જીદ,મારી મનમાની તું જે રીતે સહન કરતો રહ્યો.એ જોઇને આજે કહું છે જે દિવસે મેં આઇ લવ યુ કહ્યું એનાંથી તું માની ના શકે એટલા ગણૉ વધારે તને પ્રેમ કરૂં છુ.તું જાણે છે.તે મને જોઇ નથી.છતાં પણ આટલો પ્રેમ કરે છે.તારા જેવો પાગલ જ આવો પ્રેમ કરી શકે.પરણીને આવી ત્યારથી દિલનો એક ખૂણૉ ખાલી હતો.ત્યા એવા એક એવા માણસની ઝંખનાં હતી જે મને આંખો બાંધીને દિલફાડીને પ્રેમ કરે.કોલેજમાં એક જણને પ્રેમ કર્યો હતો અત્યાર સુધી હું એને જ પ્રેમ માનતી હતી.પણ ના!!પ્રેમ તો તું કરે છે.એને સાચો પ્રેમ કહેવાય.પ્રેમમાં લેવાનું નહિ પણ આપવાનું માત્ર હોય છે તે મને તે શીખવ્યું છે. મારે ઇન્ડીયાનું કોઇ પણ કામ હોય અને તને કહ્યું હોય અને ના થયું હોય એવું બન્યું નથી..વિવેક શું મળ્યા વિના આ રીતે કોઇ પ્રેમ કરી શકતું હશે?

વિવેક હમેશ મૂજબ એક જ જવાબ આપ્યો.જિંદગીનાં સત્તરમાં વર્ષે હું ધંધામાં જોડાય ગયો.એ પછી એમાં એટલો ડુબેલો રહ્યો કે કોઇને પ્રેમ કરવાનો મોકો મળ્યો નથી.વહેલી ઉમરે લગ્ન થઇ ગયા.હજું પણ હું જાણતો નથી કે તું મને મારી જાતથી કેમ આટલી વહાલી લાગે છે?બસ કોઇ આગલા જન્મનો ઋણાનુંબંધ હોવો જોઇએ.નહીતર આપણે બંને આપણાં લગ્નજીવનથી એકદમ સુખી છીએ છતા પણ એક બીજા આપણે ચાલતું નથી.બસ આ જ પ્રેમ છે..

વિવેકને અમી ઘણી વખત કહેતી કે આજ સુધી તે મારી સાથે કોઇ એવી અભદ્ર કે અશ્લિલ કહી શકાય એવી વાત નથી કરી.કદી તે તારા પ્રેમમાં મારા શરીરને વચ્ચે નથી લાવ્યો.મને તારી આ જ વાત ખૂબ ગમે છે..જે દિવસે રૂબરૂ મળીશ ત્યારે હું તને એક ભેટીને ખાતરી કરીશ કે એ હ્રદયની ધડકન કેવી હોય જે સતત મારા ગીત ગાય છે.કારણકે આપણું કોઇ રીતે શરીરનું એકત્વ શકય નથી.

વિવેક અમીની આ સંસ્કારી છબીને બરોબર જાણતો હતો.અમીનાં ધણા એવા ફોટો જોઇને ક્યારેક વિવેક પુરુષ હોવાથી એનાં વિશે કલ્પનાં કરતો.આખરે એને એ દિલફાડીને પ્રેમ કરતો હતો.પુરુષનાં પ્રેમમાં તો સ્ત્રીના સૌંદર્યથી લઇને શારીરિક અંગ સુધી બધું આવી જાય છે..છતાં પણ અમીને પ્રેમનાં નામે વિવેક એને સન્માન આપતો હતો.

ક્યારેક ક્યારેક અમી એકદમ મુડમાં હોય ત્યારે સ્ત્રી સહજ ભાવે એ ખૂલી જતી.પણ એની એક લાગણી દર્શાવવાની એક મર્યાદા હતી.અમી એ મર્યાદાની બહાર કદી જતી નહી.વિવેક આ વાત જાણતો હોવાથી એને કદી અમી સાથે પુરુષો ઘણી વાર પુરુષગત કહી શકાય એવી વાત કરતો નહી.કારણકે એ સ્ત્રીનાં સ્વભાવને પુરી રીતે પીછાણતો હતો.એ જાણતો હતો કે જ્યારે કોઇ પણ પુરુષ એને શરીરને છોડીને એની બુધ્ધિ અને આવડતને ધ્યાનમાં લઇને એની સરાહનાં કરે છે એનાં માટે સ્ત્રીને એક ખાસ પ્રકારનું માન ઉપજે છે..જ્યારે અમીની    ખૂબસૂરતી તો અપ્રિતમ હતી અને અદભૂત દેહલાલિત્વ ધરાવતી હતી.જ્યારે વિવેક આ બધું છોડીને અમીને પ્રેમ કરતો હતો માટે અમીનાં હ્રદયમાં વિવેકનું જિંદગીનાં એક મહત્વનાં હિસ્સા તરીકેનું સ્થાન હતું.   

અગ્યાર ડીસેમ્બરની વહેલી સવારે દસ વાગ્યાનાં પ્લેનમાં અમદાવાદથી વિવેક નીકળ્યો.બપોરે બાર વાગ્યે હોટલ હિલ્ટનમાં વિવેક પહોચે છે.કારણકે વિવેકને અમીએ એનું પ્લાનિંગ મોકલી આપ્યુ હતુ.અમી ૮૧૮ નંબરનાં રૂમમાં ઉતરી હતી એ વિવેક જાણતો હતો એટલે ફોનમાં રૂમ નંબર ૮૧૭ કે ૮૧૯નું બુકિંગ માંગ્યુ હતુ અને વિવેકને રૂમ નંબર ૮૧૯માં બુકિંગ મળી ગયુ.અમી બપોરે પાંચ વાગ્યા પછી ફ્રી થવાની હતી.વિવેકને ડીર્લસ કોન્ફરન્સમાં બપોરે બે વાગ્યે પહોચવાનું હતું.

વિવેક તૈયાર થઇને ડીલર્સ કોન્ફરન્સમાં પહોચ્યો.ચાલું કોન્ફરન્સમા એને અમીનો મેસેજ સ્માઇલી સાથે વાંચ્યો,"વેલકમ ટું દિલ્હી મારા પાગલ".સામે વિવેકે એને મેસેજ મોકલ્યો.તું ક્યારે ફ્રી થશે.હું તારી બાજુનાં રૂમમાં જ છુ.સામે અમીનો મેસેજ આવ્યો,"હું જાણું છુ,તું મારી બાજુનો રૂમ બુક કરાવશે અને સાથે નોટી સ્માઇલ મોકલ્યુ.વિવેક મનોમન હસવા લાગ્યો અને અમીનાં ખ્યાલોમાં ખોવાઇ ગયો.છેલ્લા પાંચ વર્ષથી આ સ્ત્રીને એક પાગલની જેમ પ્રેમ કર્યો છે..છતાં પણ બંને વચ્ચે એક મર્યાદાની દીવાલ હતી.

સાંજનાં સાડા પાંચની આસપાસ વિવેક હોટલનાં રૂમમાં પહોચ્યો.સૌથી પહેલા અમીને એને મેસેજ કર્યો કે "ક્યાં છે?"
સામેથી અમીનો સ્માઇલી સાથે મેસેજ આવ્યો,"આપ કે દિલ મે"
વિવેકે પાછો મેસેજ મોકલ્યો,"હોટલ પર ક્યારે આવે છે?"
અમીનો મેસેજ આવ્યો,"હું ટાઇમની પાકી છુ.તારા કરતાં પહેલાં રૂમમાં આવી ગઇ છુ.વિવેક મેં આજે તારી ફેવરીટ પર્પક રંગની દેશી બોર્ડર વાળી સાડી પહેરી હતી.જે તે મને લાસ્ટ યર મોકલી હતી."
વિવેકે મેસેજ કર્યો,તું મારાં રૂમમાં આવે છે કે હું ત્યાં આવુ?
અમીનો મેસેજ આવ્યો,"મારા રૂંમમાં આવી જા,રાહ જોંઉ છું પાગલ."

ફટાફટ નાહીને બાંધણીનો બ્લ્યું કલરનો ઝભ્ભો અને બ્લેક પેન્ટ પહેરી અને    ડીઓ લગાવીને અમીનાં રૂમમાં પહોચ્યો.બેલ મારી ત્યાં અમીએ દરવાજો ખોલ્યો.વિવેકને જોતાં વેત અમીની આંખોમાં એક અનેરી ચમક આવી ગઇ અને પળવાર એ ચમકમાં પ્રવાહીની અસર દેખાવા લાગી.આ જોઇને વિવેકે ખીસામાંથી રૂમાલ કાઢીને અમીની આંખની ભીનાશ લુછી નાખી.

અમી કશું બોલી ના શકી.વિવેક એની સામે હસ્યો.એટલે અમીએ એને આછું સ્મિત આપ્યુ.પોતાને જીવની જેમ પ્રેમ કરતો માણસ અમીની સામે પ્રથમ વાર   આવ્યો એટલે ભાવવિભોર થઇ ગઇ હતી.એ વિવેકને જોતી જ રહી.જેને છેલ્લા ત્રણ વર્ષથી છાને છાને જીવની જેમ પ્રેમ કરતી હતી.પણ એની લાગણી જતાવવામાં સક્ષમ ના હોવાથી વિવેકને એ કેટલો પ્રેમ કરે છે એ જતાવવામાં હમેશાં પાછી પડતી હતી.પણ વિવેકે આ બાબત કદી ફરિયાદ નહોતી કરી.કોઇક વખત આડકતરી રીતે કે સામાન્ય વાતમાં ટોન્ટ મારી લેતો.પણ એ વાત એનાં મનમાં રાખતો નહોતો.

અમીના  સ્યુટરૂમનાં સોફા પર બંને બેઠા.બને બાજુમાં બેઠા હતા છતાં પણ બંને વચ્ચે એક ફૂટનું અંતર હતુ.અમી ઉભી થઇને ફ્રીજમાંથી સોડાની બોટલ અને વિવેક  માટે લઇ આવેલી બ્લ્યુલેબલની  બોટલ લઇને આવી.અને વિવેક માટે પેગ બનાવ્યો અને પોતાને માટે એને ઓરેન્જ જયુસનો ઓર્ડર કર્યો.

જેવો પેગ ભરવાની તૈયારી કરી વિવેકે મજાકમાં કહ્યુ,"તું સામે હોય તો મારે વ્હિસકીનાં નશાની શું જરૂર છે."વિવેકની વાત સાંભળીને ધીમું હસીને એને વાળને કાન પાછળ સેરવ્યા.વિવેકને અમીની આ અદા બહું ગમતી હતી.એ અમી પણ જાણતી હતી.

પહેલી વાર પોતાની વ્હાલી પ્રિયાને સામે ઉભેલી જોઇને વિવેકની હ્રદયની ધડકન થોડી તેજ થઇ ગઇ હતી.પાંચ ફૂટ પાંચ ઇંચ ઉચી,કાળા ભમ્મર સ્ટ્રેઇટ હેર,સમપ્રમાણ દેહ.વિવેકની અમીની કમર બહું ગમતી હતી.સહેજ દેખાવમાં પાતળી લાગતી હતી પણ એનાં નિંતબ થોડા ઘાટીલા હતા.અમીને અપલક નયને વિવેક જોતો હતો એટલે અમીએ ચપટી વગાડીને પુછ્યુ,"કયાં ખોવાઇ ગયો પાગલ?"

વિવેકે જવાબ આપવાને બદલો હસ્યો અને આંગળીએથી ઇશારો કરીને અમીને કહ્યું,"પર્પલ તુલિપમા."

વિવેકનો જવાબ સાંભળીને અમી શરમાયને ફરી સોફા પર બેસી ગઇ. 

 આ વખતે અમી વિવેકની જરા અડકીને બેઠી.બનેં વચ્ચે ડ્રીંક લેતાં ખાસ્સી એવી વાતો ચાલી.વાતો વાતોમાં વિવેક અમી સાથે થોડી છુટછાટ લેતો હતો.અમી કશું બોલતી નથી અને વિવેકની હરકતથી મનોમન ખૂશ થતી અને વિવેકને એનો જવાબ સ્મિતથી આપતી હતી.વાતો દરમિયાન વિવેકે અમીનાં વાળને એની ટેવ મુજબ કાન પાછળ ધકેલ્યા.વિવેકની આ હરકત ગમી હતી.એક બે વખત વિવેકે અમીનો હાથ પકડ્યો અને હથેળીને દબાવીને વાતો કરતો હતો.અમીને અંદરખાનેથી આ બધું ગમતું હતુ.સામે વિવેક મર્યાદાનો ખ્યાલ રાખતો હતો.કારણકે અમીની મર્યાદાને એ જાણતો હતો.મુળ તો વિવેક ખૂબ રોમાન્ટીક હતો.એ અમી પણ જાણતી હતી.એની કવિતા અને ગઝલમાં એનાં અમી પ્રત્યેનાં ભાવ બિન્દાસ રીતે બતાવતો હતો.અમી એ પણ જાણતી હતી કે એને ખ્યાલમાં રાખીને ખૂબ સુંદર શૃગાંર કાવ્યો લખ્યા હતા.એ કાવ્યો વાંચીને એનાં ખ્યાલમાં ખોવાઇ ગઇ હતી.

હવે અમી વિવેકની સાવ લગોલગ બેઠી હતી.એને જોયું કે વિવેકનો પાંચમો પેગ ચાલે છે..એટલે વિવેકને પુછયા વિનાં એને વ્હિશકીની બોટલને રૂમમાં રાખી આવી.અમી બહાર આવીને જમવાનો ઓર્ડર આપ્યો.જમતા જમતાં બંનેએ ખૂબ વાતો કરી.કારણકે બંને વચ્ચે વાતોનાં વિષય એટલા બધા હતાં કે રાતભર બેસીને વતો કરે તો એમની વાતો પૂરી થાય તેમ નહોતી.

અમીએ કાંડામાં બાંધેલાળ ઘડિયાળમાં સમય જોયો.રાતનાં સાડા અગ્યાર વાગ્યા હતા.વિવેકે જમી લીધું પછી હાથ ધોવા અમીનાં બાથરૂમમાં ગયો.હાથ મોઢું ધોઇને બહાર આવ્યો.હાથ મોઢું નેપકિનથી સાફ કર્યા.એટલે અમી એને જોરથી ભેટી પડી  અને વિવેકનાં હ્રદય પર કાન રાખીને એની ઘડકન સાંભળવાં લાગી....વિવેકે જોયું તો અમીની આંખોમાંથી આંસું દડદડ વહેતાં હતા અને એ આંસુ વિવેકનાં ઝભ્ભા પર પડીને વિવેકની છાતીને ભીંજવતા હતાં.

સમયની નજાકત જોત.અમીએ વિવેકને અળગો કર્યો અને ધડિયાળ સામે જોઇને વિવેકને કહ્યું,"વિવેક,ચાલો હવે સુંઇ જવાનો સમય થયો,તારે પણ તારા રૂમમાં જઇને સુંઇ જવું જોઇએ.બાકીની વાતો આપણે કાલે કરીશું.હજુ આપણા હાથમો કાલનો દિવસ છે"અમીની વાત સાંભળીને કોઇ પ્રકારની અધિરાય દાખવ્યાં વિના એનાં રૂમમાં જવા નીકળ્યો.જેવો દરવાજાં પાસે પહોચ્યો ત્યાંથી ઝડપથી પાછો વળ્યો અને અમીને ભેટી પડયો.અમીએ કશો પ્રતિકાર ના કર્યો.પાંચ મિનિટ સુધી વિવેકની હુંફાળી બાહોને અનૂભવતી રહી..અમી જાણતી હતી દુનિયાની સૌથી આરમદાયક માવજત જ્યાં છે એવા મહાન પ્રેમીની બાહોમાં છે.એ બાહો બીજા કોઇની નહી પણ એને દિલફાડીને પ્રેમ કરતાં એનાં પ્રેમીની છે.અમીથી છુટૉ પડીને વિવેક પોતાનાં રૂમમાં ગઇ.

આ બાજુ અમી એનાં રૂમમાં જઇને પથારી પર પડીને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી.વિવેક સામે હોવા છતા એક પુરુષ પોતાની પ્રેમીકા પાસે જેવો પ્રેમ ઇચ્છતો હોય એવો પ્રેમ આપી ના શકી.એથી વિશેષ તો એને વિવેક માટે માન ઉપજી આવ્યું.ધારે તો વિવેક એની સાથે બળજબરી કરે તો અમી એનો પ્રતિકાર કરી શકે તેમ નહોતી.કારણ એ પણ જાણતી હતી..કદાચ પોતે પણ સંયંમ ગુમાવી શકે છે..એને મનોમન વિવેકને કહ્યું,"મારા પાગલ,સાચ્ચે તું સાચ્ચો પ્રેમી છે."
અને અમીની મોડી રાતે અતિ મનોમંથન બાદ નિંદર આવી.

બીજે દિવસે બંને બપોરે બે વાગ્યે ફ્રી થઇ ગયા.બંને દિલ્હીમાં ખૂબ ફર્યા.ખૂબ મજા કરી.વિવેકે બળજબરીથી પોતાને જે ગમે એવા ડ્રેસ અને સાડી અમી માટે ખરીદ કર્યા.જ્યાં કંઇક સારૂં જુએ અને કહે,"અમી,આ તને મસ્ત લાગશે,મારી સુપર લેટીના."અમી ના પાડે તો પણ બળજબરીથી અમી માટે ખરીદી લેતો.


સાંજે સાત વાગ્યાની થાકી પાકીને બંને હોટેલ પર પહોચ્યા.ફ્રેસ થઇને ફરી આગલા દિવસની જેમ વાતોએ વળગ્યા.રાતનાં બે વાગ્યાં સુધી બંને અલક મલકની વાતો કરી.થોડી મસ્તી મજાક અને થોડા અડપલા કર્યા.આગલા દિવસ કરતાં અમી આજે વધું ખુલી હતી.આજે અમીએ સિલ્કની લુંગી અને ઉપર એવો જ ઝબ્બો પહેર્યો હતો.આજે અમી વિવેકની અતિસય વ્હાલી લાગતી હતી.

રાતનાં બે વાગ્યાને વિસ મિનિટ થઇ એટલે અમીએ વિવેકને કહ્યુ,"ચાલો હવે મારે સુઇ જવું છે મારી સવારે આઠ વાગ્યાની ફલાઇટ છે."અમીની વાત સાંભળીને કહ્યું,"તને વાંધો ના હોય તો હું અહિંયા સુઇ જાંઉ છુ.તું રૂમમાં સુઇ જજે.હું બહાર સોફા પર સુઇ જઇશ."થોડી આનાકાની પછી અમી રાજી થઇ અને વિવેકને કહ્યું તું જીદી છે અને મારી વાત માનશે નહી.પણ મહેરબાની કરીને હું સુંઇ જાંઉ પછી ઉઠાડતો નહી.

વિવેક તો સોફા પર પડતા વેત સુંઇ ગયો.આ બાજું અમીની નિંદર ઉડી ગઇ હતી.એનાં રૂમમાંથી ચાર પાંચ વાર બહાર આવીને વિવેકની સુતેલો જોઇ જતી હતી.એનાં ચમકતા ચહેરા પર અમીનાં સપનાં જોતો હોય એવી મલકતી ઝલક દેખાતી હતી..એને જોઇને અમીનાં ચહેરા મીઠી મુસ્કાન આવી ગઇ અને બોલી,"મારો પાગલ."

અમીની આંખો ઘેરાતાં એનાં રૂમમાંથી તકીયો લાવીને વિવેકનાં સોફાની નીચે કારપેટ પર સુઇ ગઇ...થોડા કલાકની નિંદર આવી અને અમીની નિંદર ઉડી ગઇ.એને જોયું તો ધડિયાળમાં સવારનાં સાડા છનો સમય થયો હતો.આડસ મરડીને એને વિવેક સામે જોયું.એ હજું સુતો હતો.એને જોઇને અની અંદરની પ્રેમીકા બોલી ઉઠી.."અમી,પ્રેમમાં માણસો જાન દેતા પળનો વિલંબ કરતાં નથી...તું તો એક શરીરની ચિંતા કરે છે.એ માણસને તારી પોતિકી હુંફથી અળગો રાખે છે.જે તને પોતાની જાતથી વધારે પ્રેમ કરે છે..પ્રેમને કોઇ બંધન કે ઉમર નડતી નથી....તું જ વિવેકને ઘણી વાર કહેતી હતી કે,"પ્રેમ અને યુધ્ધમાં બધું કરવાની છુટ હોય છે."

ઝટપટ ઉભી થઇને અમી સોફા પર સુતેલાં વિવેકને વળગીને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી.અચાનક અમીનાં આ રીતે વળગીને રડતી જોઇને વિવેક હાંફળૉ ફાફળૉ થ ઇને જાગી ગયો.."શું થયું અમી,કેમ રડે છે મારા બચ્ચા."

વિવેકનાં મોઢેથી "મારા બચ્ચા" સાંભળીને રડતાં રડતા અમી હસી પડી.મારા પાગલ તારો પ્રેમ જીત્યો.મારા મનનાં વિચારો,સામાજિક બંધનો બધું એની સામે હારી ગયુ છે....આ તારી પર્પલ તુલિપ તારી છે.આવ મારા પાગલ."કહીને બે હાથ પહોળા કર્યા અને વિવેકને પોતાની બાંહોમાં સમાઇ જવાનું આહવાન આપ્યુ."

દુનિયાની નજરોથી દૂર બે મહાન પ્રેમીઓનું મિલન હતુ.શ્વાસોમી સિતારનું મીઠું મધુરું સંગિત હતું.ના અમીનું હતુ,ના વિવેકનું હતુ.બંનેનું સહિયારા શ્વાસોનું મૌન ગીત હતું

-નરેશ કે.ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment