चाहवानुं कोइ कारण आपो तमे Gujarari Gazal By Naresh K. Dodia

 चाहवानुं कोइ कारण आपो तमे Gujarari Gazal By Naresh K. Dodia
 चाहवानुं कोइ कारण आपो तमे Gujarari Gazal By Naresh K. Dodia
चाहवानुं कोइ कारण आपो तमे
एक अवगतनी दशा सुंधारो तमे

जिंदगीभर हुं तरसनां रणमां फर्यो
एक दरियानी नदी थइ आवो तमे

मारुं आ होवापणुं हुं अर्पण करुं
हुंफ आपीने मने ओगाळॉ तमे

एक सपनांने हकीकतमा बदलीने
एक शायरनुं जीवन शणगारो तमे

कोइ अणधारी मुसीबत आवी चडे
एवी क्षणमां ढाल जेवा लागो तमे

मारी अंदर खालिपानुं आकाश छे
खालिपाने लात मारी काढॉ तमे

साव खालीखम ह्रदयनी खाओ दया
एक खूणे शांतिथी बीराजो तमे

स्पर्श साथे टेरवाने नातो नथी
रात आखी मारी साथे जागो तमे

राव शायरनी तो इश्वर पण सांभळे
आ अरज मारी ह्रदयथी वांचो तमे

बस महोतरमां गझल तो ब्हाना बन्यां
जेम हुं चाहुं छुं एवुं चाहो तमे
– नरेश के.डॉडीया


ચાહવાનું કોઇ કારણ આપો તમે
એક અવગતની દશા સુંધારો તમે

જિંદગીભર હું તરસનાં રણમાં ફર્યો
એક દરિયાની નદી થઇ આવો તમે

મારું આ હોવાપણું હું અર્પણ કરું
હુંફ આપીને મને ઓગાળૉ તમે

એક સપનાંને હકીકતમા બદલીને
એક શાયરનું જીવન શણગારો તમે

કોઇ અણધારી મુસીબત આવી ચડે
એવી ક્ષણમાં ઢાલ જેવા લાગો તમે

મારી અંદર ખાલિપાનું આકાશ છે
ખાલિપાને લાત મારી કાઢૉ તમે

સાવ ખાલીખમ હ્રદયની ખાઓ દયા
એક ખૂણે શાંતિથી બીરાજો તમે

સ્પર્શ સાથે ટેરવાને નાતો નથી
રાત આખી મારી સાથે જાગો તમે

રાવ શાયરની તો ઇશ્વર પણ સાંભળે
આ અરજ મારી હ્રદયથી વાંચો તમે

બસ મહોતરમાં ગઝલ તો બ્હાના બન્યાં
જેમ હું ચાહું છું એવું ચાહો તમે
– નરેશ કે.ડૉડીયા

Advertisement