एक इच्छा बीजे वळावानां अहीं रस्ता नथी Gujarati Gazal By Naresh K. Dodia

एक इच्छा बीजे वळावानां अहीं रस्ता नथी Gujarati Gazal By Naresh K. Dodia
एक इच्छा बीजे वळावानां अहीं रस्ता नथी Gujarati Gazal By Naresh K. Dodia
एक इच्छा बीजे वळावानां अहीं रस्ता नथी
जेमनी छे एने अहींया शोधुं तो मळता नथी

मे गझल मांरी गणीने तंने मठारीं प्रेमथी
तुं गझल मारी छे पछी बीजा कवि पढतां नथी

वात बळवानी होय तो ए दीवडाने पूछजो
रोज सूरज उगशे नही ए त्यां सुधी ठरतां नथी

दिलथी आगळ वधवानी जेओने नथी परवानगी
दिलमां ए रहे पण ते हथेळीने अडी शकतां नथी

माणवानी क्षणना हिसाबो प्रेममां करता नथी
प्रेममा पडनारा गणतरीथी कदी पडतां नथी

साफ दिलथी सौनी हसी माटे दुआ करता रहे
स्मित आपी ए मानवी आपणने छेतरता नथी

गाम तारूं फरतो हतो जात्रा मथूरानी गणी
गाम राधानु छे त्यां विणानां सुर कदी बजतां नथी

प्रेमनी आडस लइ “महोतरमां” भले जीत्या तमे
प्रेमनां आवा भेदने शायर कदी लखतां नथी
-नरेश के.डॉडीया

એક ઇચ્છા બીજે વળાવાનાં અહીં રસ્તા નથી
જેમની છે એને અહીંયા શોધું તો મળતા નથી

મે ગઝલ માંરી ગણીને તંને મઠારીં પ્રેમથી
તું ગઝલ મારી છે પછી બીજા કવિ પઢતાં નથી

વાત બળવાની હોય તો એ દીવડાને પૂછજો
રોજ સૂરજ ઉગશે નહી એ ત્યાં સુધી ઠરતાં નથી

દિલથી આગળ વધવાની જેઓને નથી પરવાનગી
દિલમાં એ રહે પણ તે હથેળીને અડી શકતાં નથી

માણવાની ક્ષણના હિસાબો પ્રેમમાં કરતા નથી
પ્રેમમા પડનારા ગણતરીથી કદી પડતાં નથી

સાફ દિલથી સૌની હસી માટે દુઆ કરતા રહે
સ્મિત આપી એ માનવી આપણને છેતરતા નથી

ગામ તારૂં ફરતો હતો જાત્રા મથૂરાની ગણી
ગામ રાધાનુ છે ત્યાં વિણાનાં સુર કદી બજતાં નથી

પ્રેમની આડસ લઇ “મહોતરમાં” ભલે જીત્યા તમે
પ્રેમનાં આવા ભેદને શાયર કદી લખતાં નથી
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment