कविओ,लेखक अने कलाकारोनी केफियत Gujarati Article By Naresh K. Dodia

कविओ,लेखक अने कलाकारोनी केफियत  Gujarati Article By Naresh K. Dodia
कविओ,लेखक अने कलाकारोनी केफियत  Gujarati Article By Naresh K. Dodia    
કવિઓ,લેખક અને કલાકારોની કેફિયત      

બે વર્ષ પહેલા રાજકોટ ખાતે ગાર્ડી રીચર્સ ઇન્સટયુટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત ડાયાસ્પોરા લેખકોનો એક કાર્યક્રમ હતો ત્યા ગયો હતો.એ કાર્યક્રમ  વિદેશથી આવેલા લેખકોને વાર્તા લખવા વિશે પોતાની કેફિયત રજુ કરવાની હતી..

ત્યારે વિચાર આવ્યો કે કવિ કે ગઝલકારની કાવ્ય ગઝલ લખવાં પાછળની કેફિયત શું હોઇ શકે..અહીંયા ઘણાં બધાં મહાનુભવો પધારેલા છે..એ લોકોની પ્રથમ કવિતાની સ્ફુર્ણા પાછળ કંઇ ઘટનાં જીવનમાં બની એ જવાબદાર છે..એ યાદ કરજો...

વર્ષોથી મેં જેનો અહમ પોષ્યા કર્યો કારણ વિનાં
ચાહતના નામેં કોઇ માણસ રોજ નમતા હોય છે

છ વર્ષ પહેલા જ્યારે હું ફેસબુકમાં આવ્યો ત્યારે લેખન.કાવ્ય, કે ગઝલ સાથે કોઇ પનારો ના હતો...હા નાનપણ પપ્પાના વસાવેલા પુસ્તકોના કારણે વાંચનનો બહું બહોળૉ અનૂભવ હતો...કોઇ દિવસ કલમ પકડી નહોતી અને એક દિવસ ફેસબુકમાં ઘણા લોકોને લખતાં જોઇને કૈક લખવાની ઇચ્છા થઇ..ત્યારે કવિતા કે ગઝલને ના બદલે મે સૌ પ્રથમ મારી નવલકથાં "ઓહ!નયનતારા" લખી.સાડા ત્રણસો પાનાની આ નવલકથાની તાજેતરમાં બીજી આવૃતિ પ્રસિધ્ધ થઇ છે...એની પાછળનું સત્ય શું છે...એક મોટૉ વર્ગ છે જે આજે લેખન અને કાવ્ય ગઝલને ચાહે છે..

હવે મુળ વાત પર આવીએ..આમ તો હું પોતે સંપુર્ણ ધંધાધારી માણસ છુ..મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામકાજ હોવાથી મોટે ભાગે સાહિત્યથી સો ગાઉ છેટા રહેતા હોય એવા માણસો સાથે જ મારો પનારો પડતો હતો...તમારી સામે ઉભેલા નરેશ કે.ડૉડીયામાં બે વ્યકિત જીવે છે એક સંપુર્ણ પ્રોફેસનલ ધંધાદારી માણસ જે પોતાનાં ઓફિસ ચેર પર બેસે ત્યારે કવિતાનો કે લેખનનો માણસ નથી હોતો...પણ હા....જ્યારે કોમ્પયુટર કંઇક લખવા બેસુ છુ...ત્યારે મારામાં અચાનક બદલાવ આવી જાય છે અને સંવેદનાં લાગણીઓની સરવાણી હ્રદયમાંથી ફૂટવાં લાગે છે...અને આપોઆપ શબ્દો ટેરવે બીરાજે છે..

એના નયનમાં કેટલાં શાયર ડૂબ્યા છે અહીંયાં
હું એમનાં દિલનાં કિનારે નાવ લઇને ઉભો છું

લેખક,કવિ એટલે શું?મૃત શબ્દોને કલમની શાહીંનું અમૃત પાઇને જીંવત બનાવી નાખનાર સૃષ્ટિનો એક કલાકાર છે.શબ્દોની સૃષ્ટિની રચનાર એ વિશ્વકર્મા છે.'ખુમારી' નામનાં શબ્દની જીંવતતા તમોને કાગળ ઉપર નાચતી કરી દેનાર એ સૃષ્ટિનો નટરાજ છે.લેખક એ છે આ સાધનાં પોતાની અક્ષરો થકી કાગળ પર જીંવત કરી બતાવે છે.લોચિંગપેડ પરથી જે ગતિથી રોકેટ આકાશ તરફ ઘસે છે,એ જ ગતિથી શબ્દોને વાંચકનાં મગજ તરફ ફેંકી શકે છે.

ઘણા લોકો એમ વિચારતાં હશે કે લખવું એ ક્યાં એવી મોટી મોથ મારવાં જેવું કામ છે...

પણ લેખક,કલાકાર કે કવિ બનવું સહેલું નથી.ઘણી વ્યથાઓ અને પ્રથાઓનો ભોગ તમારે લગાતાર બનતું રહેવું પડે છે.જેમ કે ચાહિતી વ્યકિતીઓ માટે અણગમો ના દાખવી શકનાર,સમાજ સામે ઉભું રહેવું,ઘરનાં સભ્યોની નારાજગી વ્હોરવી,લેખકના પોતાનાં આજુબાજુંના વર્તુળની ખંઘાયનો ભોગ બનવું સંબંધ વિછેચ્દ,પોતાની યુવાનીમાં થયેલાં પ્રેમ પામી ના શકવાનો વસવસો વગેરે વગેરે...આવી તો ઘણી બાબતો છે જે એક કલાકાર સામે સૈન્યની જેમ ગોઠવાય જાય છે.

જેના સહારે જિંદગી જીવી જવાની હતી
બે ડગ જરાં ચાલ્યાને એનો સાથ છૂટી ગયો

બહારથી ખૂશખૂશાલ હસતાં ચહેરાં વાળા કવિઓ,કવિયીત્રીઓ,લેખક અને લેખિકાઓનાં આ સ્મિત પાછળ ધરબાયેલી જીવન ક્રૂર વાસ્તવિકતા કે આધાત જેને જોયા નથી એને કદી આ સ્મિતની પાછળની વ્યથા સમજાશે નહી..                                

આ સૈન્ય સામે લડવું છે પણ એકલો માણસ કયાં સુધી લડી શકે?કયાં સુધી ઝીંક જીલી શકે?પરિણામે ઘણી વ્યકિતમાં રહેલી એ કલાનું અકાળે બાળમરણ થઇ જાય છે.સમાજની કૃર કહીં શકાય એવી વાસ્તવિકતાનો ભોગ એક લાગણીશીલ કલાકારને બનવું પડે છે.જ્યારે અમુક કલાકાર થાક્યા હાર્યા વિનાં સતત આ પરિસ્થિતિ સામે લડે છે એક સમયે ઘુંટણિયે પડવાની તૈયારી કરતાં એ માણસમાં એક નવા પ્રકારનું જોમ પેદા થાય છે.મીણબતિનાં છેલ્લા પ્રકાશની જેમ પ્રકાશમાન થાય છે,હારેલો જુગારી બમણું રમે તેમ,બમણી તાકાતથી એક કલાકાર સમાજ સામે આવે છે.જે સમાજનાં સૈન્યને હરાવીને વિજયમાન થયેલો યોધ્ધો છે.સમાજની આટીંઘૂંટી અને પેતરાબાજીની રગેરગની જાણકારી રાખનારો છેલ્લો માહિતગાર છે..

જાણકારી હોય પણ ક્યારેક કહેવાતું નથી
ખાનગી પાનું જીવનનું એમ ખોલાતું નથી

આજે કવિઓ અને લેખકોને જાહેરમાં આવવાનું બહું મોટું પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.જ્યારે પહેલાં તો પુસ્તકનાં માધ્યમ સિવાઇ કવિ કે લેખક જાહેરમાં ના આવી શકતા.પરિણામે એની નિજી જિંદગીનો લોકોને આછો પરિચય હતો..પહેલા આટલી કીર્તી અને કલદાર પણ એ લોકોને નશીબમાં નહોતા. 

પ્રખ્યાત ગાય’દ મોપાસા ગુપ્તરોગના પીડા અને પાગલપણાના કારણે મૃત્યુ પામ્યો.ફેડરીક નિત્સે પાગલ થઇ ગયો.કવિ એઝરા પાઉન્ડ પાગલ થઇ ગયો હતો.કલાપી શોભનાના વિરહમાં યુવાનીમાં મૃત્યુ પામ્યા.રણજીતરામ જુહુના દરિયામાં ડુબીને મૃત્યુ પામ્યા.કવિ ગેટે તેની પ્રેમિકાના વિરહમાં ૪૫ વર્ષ કાઢી નાંખ્યા.કવિ બાયરનને ઇંગ્લેન્ડમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા.મહાન ખલિલ જિબ્રાન તડપી તડપીને જિંદગી વિતાવી નાંખી.અર્નેસ્ટ હેમિંગવે બંદુકની ગોળીથી આત્મહત્યા કરી લીધી…

આવા તો અસંખ્ય કવિઓ,લેખકો અને કલાકારો જિંદગીની વિષમ પરિસ્થિતીમાંથી બહાર આવીને પ્રસિધ્ધિની ચકાચોંધ દુનિયામાં સિતારા જેમ ચમકીને આથમી ગયા હશે..               

માણસ જ્યારે સરસ્વતીના ખોળે માથું ઝુકાવે છે ત્યારે લક્ષ્મીજી સામે આંદોલન છેડી ચુક્યો હોય છે.અડધી રોટલીથી પેટ ભરનારો,પાણી પીને ઓડકાર ખાનારો,હવાઓ સાથે વાતો કરનારો,ફૂલોની સુંગધ સામે શબ્દમય સુંગધી હાસ્ય ફેંકનારો,શબ્દોને પ્રકાશની જેમ પ્રકાશિત કરીને ધુમકેતુંની જેમ પરિભ્રમણમાં  મુકનાર,વનલલિતાની અલકલટૉને ઉછાળનાર,આભનેં ઓળંગી જનાર,સુર્ય સામે અરીસો ધરનાર,ચાંદની સામે જ ચાંદનીની છેડતી કરનારો....એ  પાગલ જેવો માણસ કલાકાર છે,કવિ છે,લેખક છે..હા....એ એક માણસ પણ છે..                                   

ઘણી વખત અમુક લોકો કવિ માટે "કવિડૉ" શબ્દ બોલે છે...ત્યારે  અંદરથી મન કચવાય છે..કારણકે નરસિંહ મહેતાથી લઇને જેટલાં હિંદી ગુજરાતી ગીતોનાં રચનાકાર છે એ બધાં કવિઓ જ છે...જેને લય કવિતા કે છંદની સમજ નથી એ માણસ પણ ગીતો પર ઝુમી ઉઠે છે.ઉદાસ હોય તો ઉદાસીનાં ગીતો સાંભળે છે.ખૂશ હોય કે રોમેન્ટીક મિજાજમાં હોય તો એવાં ગીતો સાંભળે છે...ત્યારે આ બધાં ભૂલી જાય છે કે જેનાં શબ્દો તમને ખુશ કે ઉદાસ બનાવાની તાકાત ધરાવે છે...એ કવિડૉ એક સામાન્ય માણસ નથી..માણસ માટે શબ્દ પ્રીત એ કોઇ આંનદ નથી શબ્દ પ્રીત એ તો આરાધનાં છે..આ વસ્તું એને જ સમજાય છે જે પોતાનાં દુખ,ગમ,પીડાને ખૂશીઓનાં ચમકદાર પડીયામાં પ્રસાદી રૂપે બાટે છે..   

આમે પણ હિંદુસ્તાનમાં ત્રણ વ્યકિત પર સૌથી વધું જોકસ વાંચવાં મળે છે.સરદારજી,પત્ની અને કવિ...હવે દોસ્તો તમે વિચારો કે,સરદારજીની બહોળી સંખ્યા સૈન્યમાં ના હોત તો આપણી સરહદ સલામત રહી શકે?..પત્નીઓ ના હોત તો  પરિવારની મહત્વ કોઇને સમજાય ખરુ? અને કવિઓ ના હોત તમારી અંદર વેદના કે ખૂશીઓને શબ્દ કોણ આપી શકવાનું હતુ.?

ઘણા લોકો એમ કહેતાં હોય કે કવિઓ બહું જલ્દી પ્રેમમાં પડી જાય છે..ખરેખર આવું નથી...કોઇ પણ કવિકે કલાકાર હોય એની પ્રેરણામૂર્તિ તો એક જ હોય છે,અને એ જ પ્રેરણામૂર્તિ એને લખવા કે જે તે કલામાં કૈક કરવાનું પ્રોત્સાહક બળ બને છે..ઘણા માણસો પ્રેમમાં પડે ત્યારે એનું વર્તન બદલાય છે..થોડા ચસ્કેલ,કલ્પનાઓનાં ઘોડા પર સવાર થઇ જાય છે..બસ આવી જ અનેક ઘટનાં જેવી કે સંબંધથી શરૂઆતથી લઇને વિછેચ્દનો વખત આવે ત્યા સુધી કલાકાર દુનિયાને ઘણુ આપી ચુક્યો હોય છે.  

મને કાકા કાલેકર સાહેબનું એક વાકય યાદ આવે છે..." અપ્રિતમ સૌંદર્ય આગળ જ્યારે વૈરાગ્ય પરાભૂત થાય છે ત્યારે વિષ્વમાંગ્લયને આઘાત પહોંચે છે,આ આઘાતને નાથી શકે એવી સાધનાં હજું આ દુનિયામાં સર્જાણી નથી."

તમે જાણો છો દોસ્તો,આ આધાતને નાથી શકે એવી કલા કવિ પાસે છે.અપ્રિતમ સૌંદર્ય પાસે કવિની કલાં પરાભૂત થતી નથી,પણ હા...કવિનો પ્રેમ ચોક્ક્સ પરાભૂત અથવાં વિજયી થાય છે..વિજયી થાય છે ત્યારે ગુલઝાર સાહેબને રાખી મળે છે,અને પરાભૂત થાય ત્યારે ગેટે જેવો કવિ મળે છે..જેને પોતાની પરિણિત પ્રેમીકા લોટ માટે ૪૫ વર્ષ રાહ જોઇ હતી.

દોસ્તો એટલે તો કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતામાં મુંજ બોલે છે," “મારી જીભે તો તમારા જેવી કૈક માનૂનીઓ વશ થઇ છે.”પૃથ્વીવલ્લભના હ્રદય પર હાથ રાખ્યા વિના છુટકો નથી.”                                             
ખલિલ જિબ્રાન કહે છે કે   કવિ કે કલાકાર આ વ્હવાહરુ દુનિયાનો માણસ નથી..કલાકાર કે કવિ આ જગતનો પ્રેકટિકલ માણસ નથી.તે જ્યારે વ્યવાહરૂ જગતની ઠોકર ખાય છે ત્યારે એને કોઇ સુંવાળા હ્રદયની સહાનૂભૂતિ અને પ્રેમની ભૂખ રહે છે.આ પ્રેમ તેને માત્ર પ્રેમાળ સ્ત્રી જ આપી શકે છે.તે પછી કુંવારી હોય,પરણેલી હોય કે વિધવા હોય.”    

સાચુ કહું મિત્રો,...સંસારને મિથ્યા માનવાં મારૂં મન ના પાડૅ છે.એના અનેકવિધ રંગોમાં ભલે જાદુગરી હોય તો પણ આ જાદુગરી મારા આંનદનૉ વિષય બની શકે છે.સંસાર માયાવી હોય કે ના હોય,પંરતુ એની રસસમૃધ્ધિ એટલી બધી છે કે આ માયા મારાં આંનદનો વિષય બની શકે છે. 

બસ તમે કવિને નહી પણ એની કવિતા ગઝલ અને એના સર્જનને માણો.આ એવા માણસો છે,જે વ્હવાહરુ દુનિયાનાં માણસો નથી,જે આ જગતનાં પ્રેકટીકલ માણસો નથી....પણ હા એ લોકો મારા તમારા જેવા માણસ જ છે..બસ એક વધારાનું છોગુ ધરાવે એ છે કવિનુ..
- નરેશ કે.ડૉડીયા 
  
Advertisement