साव सीधी वात माराथी तने क्हेवाती नथी Gujarati Gazal By Naresh K. Dodia

साव सीधी वात माराथी तने क्हेवाती नथी  Gujarati Gazal By Naresh K. Dodia
साव सीधी वात माराथी तने क्हेवाती नथी  Gujarati Gazal By Naresh K. Dodia                                                
साव सीधी वात माराथी तने क्हेवाती नथी                                                  
शब्द वाटे कहु तो ए क्यारेय फोगट जाती नथी                                      

आ अनोखी लागणीने चीतरी छे शब्दोमां में   
तोय तुं एनां अनोखां रंगमां रंगाती नथी       

भीतरी अहेसास धुधवे छे महासागर जेम तोय                  
तुं नदी थइने किनारे आवीने बलखाती नथी    

रात आखी कामना कचराय छे चादरनी सळे        
तुं य पाछी स्वपनमां आवीने वळगी जाती नथी 

कामनाओ कूदके ने भूसके वधती जाय छे    
शेरनां इंडेक्स जेवी ए य वधघट थाती नथी     

नामनां मारी खुंचे छे कोइ माणसनी आंखमां    
सादगी मारी ए माणसथी कदी जोवाती नथी       

एक नानकडा ह्रदयमां गीचता उर्मिओ करे         
नाम तारुं लइने भटके एटले टोकाती नथी                           

कुंडळी जोया विनां आवी शके छे दिलमां हवे        
प्रेममां मारा जुए तो कोइ साडासाती नथी     

बस महोतरमा मनावानी,पटावानी हद पूरी          
आ गझल मोढे कशु क्हेता हवे शरमाती नथी                   
- नरेश के.डॉडीया 
સાવ સીધી વાત મારાથી તને ક્હેવાતી નથી
શબ્દ વાટે કહુ તો એ ક્યારેય ફોગટ જાતી નથી

આ અનોખી લાગણીને ચીતરી છે શબ્દોમાં મેં
તોય તું એનાં અનોખાં રંગમાં રંગાતી નથી

ભીતરી અહેસાસ ધુધવે છે મહાસાગર જેમ તોય
તું નદી થઇને કિનારે આવીને બલખાતી નથી

રાત આખી કામના કચરાય છે ચાદરની સળે
તું ય પાછી સ્વપનમાં આવીને વળગી જાતી નથી

કામનાઓ કૂદકે ને ભૂસકે વધતી જાય છે
શેરનાં ઇંડેક્સ જેવી એ ય વધઘટ થાતી નથી

નામનાં મારી ખુંચે છે કોઇ માણસની આંખમાં
સાદગી મારી એ માણસથી કદી જોવાતી નથી

એક નાનકડા હ્રદયમાં ગીચતા ઉર્મિઓ કરે
નામ તારું લઇને ભટકે એટલે ટોકાતી નથી

કુંડળી જોયા વિનાં આવી શકે છે દિલમાં હવે
પ્રેમમાં મારા જુએ તો કોઇ સાડાસાતી નથી

બસ મહોતરમા મનાવાની,પટાવાની હદ પૂરી
આ ગઝલ મોઢે કશુ ક્હેતા હવે શરમાતી નથી
– નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment