मारी गझलनी आ टूकी-टच वात सांभळजो तमे Gujarati Gazal By Naresh K. Dodia

मारी गझलनी आ टूकी-टच वात सांभळजो तमे Gujarati Gazal By Naresh K. Dodia
मारी गझलनी आ टूकी-टच वात सांभळजो तमे Gujarati Gazal By Naresh K. Dodia
मारी गझलनी आ टूकी-टच वात सांभळजो तमे
लांबा समयथी चाहुं तमने आज सांभळजो तमे

हुं ख्यालमां तमने सतत ओढीने फरतो होंउ छुं
जचता नथी बीजा मने लीबास सांभळजो तमे

जेवा रूपाळा छॉ तमे,एवा ज शोभो शब्दमां
लोको जुए मारी गझलमां चांद सांभळजो तमे

जीवननी ढळती साजनो जोईए सथवारो मने
मारी अरज पर दिलथी देजो ध्यान सांभळजो तमे

संबंधनां गणितमां गफलत आप करशो जाणुं छुं
तोये हुं देतो रहीश मबलख प्यार सांभळजो तमे

सौगात जेवुं कोईने जीवन अही मळतुं नथी
आपी शको छो एवुं जीवन आप सांभळजो तमे

मारा ह्रदय पर हाथ राखीने जरा जाणॉ तमे
कायमनी एकलता त्यां करे फरियाद सांभळजो तमे

चालो “महोतरमां” विचारो ना तमे मारा विशे
मळशे नही आवो फरीथी चान्स सांभळजो तमे
– नरेश के.डॉडीया


મારી ગઝલની આ ટૂકી-ટચ વાત સાંભળજો તમે
લાંબા સમયથી ચાહું તમને આજ સાંભળજો તમે

હું ખ્યાલમાં તમને સતત ઓઢીને ફરતો હોંઉ છું
જચતા નથી બીજા મને લીબાસ સાંભળજો તમે

જેવા રૂપાળા છૉ તમે,એવા જ શોભો શબ્દમાં
લોકો જુએ મારી ગઝલમાં ચાંદ સાંભળજો તમે

જીવનની ઢળતી સાજનો જોઈએ સથવારો મને
મારી અરજ પર દિલથી દેજો ધ્યાન સાંભળજો તમે

સંબંધનાં ગણિતમાં ગફલત આપ કરશો જાણું છું
તોયે હું દેતો રહીશ મબલખ પ્યાર સાંભળજો તમે

સૌગાત જેવું કોઈને જીવન અહી મળતું નથી
આપી શકો છો એવું જીવન આપ સાંભળજો તમે

મારા હ્રદય પર હાથ રાખીને જરા જાણૉ તમે
કાયમની એકલતા ત્યાં કરે ફરિયાદ સાંભળજો તમે

ચાલો “મહોતરમાં” વિચારો ના તમે મારા વિશે
મળશે નહી આવો ફરીથી ચાન્સ સાંભળજો તમે
– નરેશ કે.ડૉડીયા

Advertisement