अहम सौ मानवीमा धटतो वधतो होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अहम सौ मानवीमा धटतो वधतो होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
अहम सौ मानवीमा धटतो वधतो होय छे
नशो होवापणाने सौने चडतो होय छे
घणामां एक रावण कयाक वसतो होय छे
दिवसने रात ईर्षामा ए बळतो होय छे
घणाने राम जेवो लागशे माणस अहीं
घणाने ए रावण जेम नडतो होय छे
उषा साथे सिनो उंचो करी उगे सूरज
समी सांजे ए संध्या जोइ नमतो होय छे
हवे फाजल समय होतो नथी कोइने दोस्त
छता ए ओनलाइन सौने मळतो होय छे
घणानी आबरूं जाहेरमा होती नथी
ए संतोनी समीपे काव्य पढतो होय छे
सभामां नाम एनुं बहुं ज मोटुं होय छे
घणानी चापलूसी रोज करतो होय छे
नठारी होय किस्मतनी लकीरो जेमनी
कलम हांकी फसल शब्दोनी लणतो होय छे
महोतरमां जे चाहतमां सुफी अंदाज छे
गझल नामे दुआ जेवुं ए लखतो होय छे
– नरेश के.डोडीया
અહમ સૌ માનવીમા ધટતો વધતો હોય છે
નશો હોવાપણાને સૌને ચડતો હોય છે
ઘણામાં એક રાવણ કયાક વસતો હોય છે
દિવસને રાત ઈર્ષામા એ બળતો હોય છે
ઘણાને રામ જેવો લાગશે માણસ અહીં
ઘણાને એ રાવણ જેમ નડતો હોય છે
ઉષા સાથે સિનો ઉંચો કરી ઉગે સૂરજ
સમી સાંજે એ સંધ્યા જોઇ નમતો હોય છે
હવે ફાજલ સમય હોતો નથી કોઇને દોસ્ત
છતા એ ઓનલાઇન સૌને મળતો હોય છે
ઘણાની આબરૂં જાહેરમા હોતી નથી
એ સંતોની સમીપે કાવ્ય પઢતો હોય છે
સભામાં નામ એનું બહું જ મોટું હોય છે
ઘણાની ચાપલૂસી રોજ કરતો હોય છે
નઠારી હોય કિસ્મતની લકીરો જેમની
કલમ હાંકી ફસલ શબ્દોની લણતો હોય છે
મહોતરમાં જે ચાહતમાં સુફી અંદાજ છે
ગઝલ નામે દુઆ જેવું એ લખતો હોય છે
– નરેશ કે.ડોડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment