शब्दोनी मस्त अभिव्यकित उदभवी शके Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
शब्दोनी मस्त अभिव्यकित उदभवी शके Gujarati Kavita By Naresh K. Dodia |
शब्दोनी मस्त अभिव्यकित उदभवी शके
एवी परिस्थितीमां हुं पसार थयो हतो
ए सौंदर्यवतीने एक कवि थइने हुं फकत
पूतळानी जेम जोतो ज रही गयो हतो
एनी ओफिसमां हुं एक कलायन्ट बनी ने
गयो हतो,मारी सरभरा कई रीते करवी
ए विशे विचार करती हशे,एवुं मने लाग्युं?
एने मने घणुं बधुं पुंछ्युं!सर,आप शुं लेशो,
चाय,कोफी के कोल्डड्रींक्स!आपने जे फावे ते?
मारा विचारोमां गुचायेलो हतो अचानक,
हुं अचानक तंद्रांमांथी उठयो होउ ए रीते
एने जवाब आप्यो,"व्हिसकी विथ आइस!"
मारी सामे खडखडाट हसी पडी अने बोली
सर!आप सवार-सवारनां मजाकना मुडमा छो?
टेबलनी नजीक जइने एनी आंखोमां आंखो मेळवी
अने में कह्युं,
“संध्यानां रूपे रंगायेलुं केशरी सौंदर्य सवारे सामे
आवे त्यारे,सुरजनी पहेली किरणने इर्षा थती हशे
स्टेमग्लाश जेवी तमारी कमनीय कमर
समप्रमाण अने पौरुषिक आहवान आपतां शरीरनी
बांधणी जोइने मारी आंखोनी शीर्रामां
खुमारी सवारे सवारे जामी गइ!”
मारी आंखोमां आंखो मेळवीने एने धीरेथी कह्युं!
डन!सांजे ७.३०नां ग्रीन हाउस बार विले पार्लेमां
आपणे मळीए छीए,हुं राह जोइश इट वील बी पक्का!
सपनुं नथी जोतो एनुं प्रमाणभान तपासवा
में एनो हाथ जोरथी दबावीने कह्युं,
“हंड्रेड परसेन्ट पक्का!”
- नरेश के.डॉडीया
શબ્દોની મસ્ત અભિવ્યકિત ઉદભવી શકે
એવી પરિસ્થિતીમાં હું પસાર થયો હતો
એ સૌંદર્યવતીને એક કવિ થઇને હું ફકત
પૂતળાની જેમ જોતો જ રહી ગયો હતો
એની ઓફિસમાં હું એક કલાયન્ટ બની ને
ગયો હતો,મારી સરભરા કઈ રીતે કરવી
એ વિશે વિચાર કરતી હશે,એવું મને લાગ્યું?
એને મને ઘણું બધું પુંછ્યું!સર,આપ શું લેશો,
ચાય,કોફી કે કોલ્ડડ્રીંક્સ!આપને જે ફાવે તે?
મારા વિચારોમાં ગુચાયેલો હતો અચાનક,
હું અચાનક તંદ્રાંમાંથી ઉઠયો હોઉ એ રીતે
એને જવાબ આપ્યો,"વ્હિસકી વિથ આઇસ!"
મારી સામે ખડખડાટ હસી પડી અને બોલી
સર!આપ સવાર-સવારનાં મજાકના મુડમા છો?
ટેબલની નજીક જઇને એની આંખોમાં આંખો મેળવી
અને મેં કહ્યું,
“સંધ્યાનાં રૂપે રંગાયેલું કેશરી સૌંદર્ય સવારે સામે
આવે ત્યારે,સુરજની પહેલી કિરણને ઇર્ષા થતી હશે
સ્ટેમગ્લાશ જેવી તમારી કમનીય કમર
સમપ્રમાણ અને પૌરુષિક આહવાન આપતાં શરીરની
બાંધણી જોઇને મારી આંખોની શીર્રામાં
ખુમારી સવારે સવારે જામી ગઇ!”
મારી આંખોમાં આંખો મેળવીને એને ધીરેથી કહ્યું!
ડન!સાંજે ૭.૩૦નાં ગ્રીન હાઉસ બાર વિલે પાર્લેમાં
આપણે મળીએ છીએ,હું રાહ જોઇશ ઇટ વીલ બી પક્કા!
સપનું નથી જોતો એનું પ્રમાણભાન તપાસવા
મેં એનો હાથ જોરથી દબાવીને કહ્યું,
“હંડ્રેડ પરસેન્ટ પક્કા!”
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment