"एकलोती एकलतानो वारसदार" Gujarati Kavita By Naresh K. Dodia

"एकलोती एकलतानो वारसदार"  Gujarati Kavita By Naresh K. Dodia
"एकलोती एकलतानो वारसदार"  Gujarati Kavita By Naresh K. Dodia
जिंदगीना संबंधनां तख्ता पर ज्यारे
आपणे बंने बे प्रेमी पात्रो तरीके मळ्या हतां           
त्यारे तख्ता पर तारा आगमननी साथे     
एक ज संवाद गुंजतो हतो    
क्यां छे तु....क्यां छे तुं..?

अने अचानक हुं "हाइ महोतरमा.." कहेतो      
बेक स्टेजमांथी तारी सामे आवतो हतो   

त्यारे तारी आंखोमां एक अलायदी चमक आवी जती    
त्यार बाद आपणे बंने मंजायेला कलाकार जेम     
प्रेमना संवादोनी झडी वरसावी देतां हतां      
कोइ पण स्क्रीप्ट विना य ए संवादो पूरा थतां नहोता     

घणा वरसो पछी तारा जवाथी    
बे पात्रोनां अभिनयनां तख्तानुं प्रायोजन बदल्यु      
अने एक पात्रीय अभिनयमां बदली गयु       

आजे आ तख्तां पर एक पात्रीय अभिनय करतो     
मात्र हुं बच्यो छु,संवांद विहिन,
मौननो मुखवटो धारण करीने       

कोइनां जवाथी संवादो तो ठीक छे 
वांचा पण हणाय जाय छे     
एटले शब्दोनो आशरो लइने हुं आ तख्ताने
लगातार जिवंत राखवानी कोशिश करुं छुं          

महोतरमां   
लोकोए हवे आ तख्तानां एक पात्रीय नाटकने
नाम आप्यु छे
"एकलोती एकलतानो वारसदार"           
नरेश के.डॉडीया 
જિંદગીના સંબંધનાં તખ્તા પર જ્યારે
આપણે બંને બે પ્રેમી પાત્રો તરીકે મળ્યા હતાં           
ત્યારે તખ્તા પર તારા આગમનની સાથે     
એક જ સંવાદ ગુંજતો હતો    
ક્યાં છે તુ....ક્યાં છે તું..?

અને અચાનક હું "હાઇ મહોતરમા.." કહેતો      
બેક સ્ટેજમાંથી તારી સામે આવતો હતો   

ત્યારે તારી આંખોમાં એક અલાયદી ચમક આવી જતી    
ત્યાર બાદ આપણે બંને મંજાયેલા કલાકાર જેમ     
પ્રેમના સંવાદોની ઝડી વરસાવી દેતાં હતાં      
કોઇ પણ સ્ક્રીપ્ટ વિના ય એ સંવાદો પૂરા થતાં નહોતા     

ઘણા વરસો પછી તારા જવાથી    
બે પાત્રોનાં અભિનયનાં તખ્તાનું પ્રાયોજન બદલ્યુ      
અને એક પાત્રીય અભિનયમાં બદલી ગયુ       

આજે આ તખ્તાં પર એક પાત્રીય અભિનય કરતો     
માત્ર હું બચ્યો છુ,સંવાંદ વિહિન,
મૌનનો મુખવટો ધારણ કરીને       

કોઇનાં જવાથી સંવાદો તો ઠીક છે 
વાંચા પણ હણાય જાય છે     
એટલે શબ્દોનો આશરો લઇને હું આ તખ્તાને
લગાતાર જિવંત રાખવાની કોશિશ કરું છું          

મહોતરમાં   
લોકોએ હવે આ તખ્તાનાં એક પાત્રીય નાટકને
નામ આપ્યુ છે
"એકલોતી એકલતાનો વારસદાર"           
નરેશ કે.ડૉડીયા 

Advertisement