जिंदगीमां शुं थशे एनी खबर पडती नथी Gujarati Gazal By Naresh K. Dodia

जिंदगीमां शुं थशे एनी खबर पडती नथी Gujarati Gazal By Naresh K. Dodia
जिंदगीमां शुं थशे एनी खबर पडती नथी Gujarati Gazal By Naresh K. Dodia
जिंदगीमां शुं थशे एनी खबर पडती नथी
जे मजां आजे छे काले कोइने मळती नथी

वांसळीनां सुरथी कानाए जगत मोहित कर्युं
चक्रधारण थाय त्यारे वांसळी बजती नथी

कोइ कारणसर जतो करवो पडे छे प्रेमने
श्यामने कुरुक्षेत्रमां राधाय सांभरती नथी

ज्यारथी मेवाड छोडीने मीरा चाली गई
गढनी रांगे झांझरी ए पळथी रणझणती नथी

आंखमां तुं खालिपो जोई ले तारा नामनो
आटला सुंदर वदन छे,तोय तुं हटती नथी

जेमना लीधे महाभारतथी रामायण थयां
ए ज नारी युध्धना मेदानमां लडती नथी

रोज संख्याबळ हुं शब्दोनुं वधारुं क्यांथी बोल?
आ ह्रदयनां गर्भमां उर्मी हवे टकती नथी

आ ह्रदय पर पूर्ण मालीकी महोतरमानी छे
ते छता ए नाम साथेनी अही तख्ती नथी
– नरेश के. डॉडीया
જિંદગીમાં શું થશે એની ખબર પડતી નથી
જે મજાં આજે છે કાલે કોઇને મળતી નથી

વાંસળીનાં સુરથી કાનાએ જગત મોહિત કર્યું
ચક્રધારણ થાય ત્યારે વાંસળી બજતી નથી

કોઇ કારણસર જતો કરવો પડે છે પ્રેમને
શ્યામને કુરુક્ષેત્રમાં રાધાય સાંભરતી નથી

જ્યારથી મેવાડ છોડીને મીરા ચાલી ગઈ
ગઢની રાંગે ઝાંઝરી એ પળથી રણઝણતી નથી

આંખમાં તું ખાલિપો જોઈ લે તારા નામનો
આટલા સુંદર વદન છે,તોય તું હટતી નથી

જેમના લીધે મહાભારતથી રામાયણ થયાં
એ જ નારી યુધ્ધના મેદાનમાં લડતી નથી

રોજ સંખ્યાબળ હું શબ્દોનું વધારું ક્યાંથી બોલ?
આ હ્રદયનાં ગર્ભમાં ઉર્મી હવે ટકતી નથી

આ હ્રદય પર પૂર્ણ માલીકી મહોતરમાની છે
તે છતા એ નામ સાથેની અહી તખ્તી નથી
– નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment