एक इच्छानुं मने दररोज वळगण जोइए Gujarati Gazal By Naresh K. Dodia

एक इच्छानुं मने दररोज वळगण जोइए Gujarati Gazal By Naresh K. Dodia
एक इच्छानुं मने दररोज वळगण जोइए Gujarati Gazal By Naresh K. Dodia
एक इच्छानुं मने दररोज वळगण जोइए
खुदने जोवा कोइनीं आंखोनुं दर्पण जोइए

एक लाचारी मने कायमने माटे खटके छे
चाहवामां पण अहींया एक कारण जोइए?

आंखथी आंधे वसे छे तोय लागे ए नजीक
झांझवा जेवुं भले हो तोय ए रण जोइए

हुं जुदाइमां विरहनां काव्य लखतो होउं ने
यादमां मारी सतत हसतुं हो ए जण जोइए

एक खूणांमां जईने बेसवुं गमतुं नथी
चो-तरफ दिलदार दोस्तोनुं मने धण जोइए

सौने मळतुं होय हेसियत मूजब दुनियामा दोस्त
ए मने मळवाने आवे तो मने क्षण जोइए

क्याक तो सामे मळी जाशे अचानक गमतुं जण
ऋतुं कोइ पंण हो दिल तो रातुं रायण जोइए

एम कइ बदलाव ना आवे जीवनमां कोइनां
घाव आपे तोय गमतुं एवुं धर्षण जोइए

बस महोतरमा सतत लखवानुं आव्युं भाग्यमां
एटले मारी कलमनी नोक तीक्ष्ण जोइए
– नरेश के.डॉडीया
એક ઇચ્છાનું મને દરરોજ વળગણ જોઇએ
ખુદને જોવા કોઇનીં આંખોનું દર્પણ જોઇએ

એક લાચારી મને કાયમને માટે ખટકે છે
ચાહવામાં પણ અહીંયા એક કારણ જોઇએ?

આંખથી આંધે વસે છે તોય લાગે એ નજીક
ઝાંઝવા જેવું ભલે હો તોય એ રણ જોઇએ

હું જુદાઇમાં વિરહનાં કાવ્ય લખતો હોઉં ને
યાદમાં મારી સતત હસતું હો એ જણ જોઇએ

એક ખૂણાંમાં જઈને બેસવું ગમતું નથી
ચો-તરફ દિલદાર દોસ્તોનું મને ધણ જોઇએ

સૌને મળતું હોય હેસિયત મૂજબ દુનિયામા દોસ્ત
એ મને મળવાને આવે તો મને ક્ષણ જોઇએ

ક્યાક તો સામે મળી જાશે અચાનક ગમતું જણ
ઋતું કોઇ પંણ હો દિલ તો રાતું રાયણ જોઇએ

એમ કઇ બદલાવ ના આવે જીવનમાં કોઇનાં
ઘાવ આપે તોય ગમતું એવું ધર્ષણ જોઇએ

બસ મહોતરમા સતત લખવાનું આવ્યું ભાગ્યમાં
એટલે મારી કલમની નોક તીક્ષ્ણ જોઇએ
– નરેશ કે.ડૉડીયા
Advertisement