वरसोथी तारो खालिपो जागे छे मारी आंखमा Gujarati Gazal By Naresh K. Dodia

वरसोथी तारो खालिपो जागे छे मारी आंखमा Gujarati Gazal By Naresh K. Dodia
वरसोथी तारो खालिपो जागे छे मारी आंखमा Gujarati Gazal By Naresh K. Dodia
वरसोथी तारो खालिपो जागे छे मारी आंखमा
तुं जयारथी गई छे ए पडखा फेरवे छे जातमा

खुदने हवे मळतो नथी सामे अरीसो होय तोय
तारी कमीमां लागु छुं खुदने अजाण्यो काचमां

रकझक करे,नखरा करेने दलिल पण एटली
न्होती खबर!आवी पळॉजण होय एना प्यारमां

छानीने छपनी वात कोईनी अही रहेती नथी
आ शब्द सधळा भेद खोली दे छे एना भावमां

जेने सितारा जोइने संतोष मान्यो छे अहीं
एने कदी मतलब नथी होतो चमकतां चांदमां

तारा कदी थइ ना शक्यां बीजाना ए क्यांथी थशे?
जे आपणा छे स्वपनमां साथे रहे संगाथमां

जेना उपर ए हाथ राखे एमनी किस्मत फरे
एवी चमत्कारी असर में जोई मां ना हाथमां

एने वकीलो जेम प्रश्नो अवनवां करवां गमे
फसतो नथी तोये बिछावेली सवाली जाळमां

मारी महोतरमानी वातो कहुं तो तमने लागशे
जाणे इबादत करतो होंउं हुं सुफी अंदाजमां
– नरेश के.डोडीया
વરસોથી તારો ખાલિપો જાગે છે મારી આંખમા
તું જયારથી ગઈ છે એ પડખા ફેરવે છે જાતમા

ખુદને હવે મળતો નથી સામે અરીસો હોય તોય
તારી કમીમાં લાગુ છું ખુદને અજાણ્યો કાચમાં

રકઝક કરે,નખરા કરેને દલિલ પણ એટલી
ન્હોતી ખબર!આવી પળૉજણ હોય એના પ્યારમાં

છાનીને છપની વાત કોઈની અહી રહેતી નથી
આ શબ્દ સધળા ભેદ ખોલી દે છે એના ભાવમાં

જેને સિતારા જોઇને સંતોષ માન્યો છે અહીં
એને કદી મતલબ નથી હોતો ચમકતાં ચાંદમાં

તારા કદી થઇ ના શક્યાં બીજાના એ ક્યાંથી થશે?
જે આપણા છે સ્વપનમાં સાથે રહે સંગાથમાં

જેના ઉપર એ હાથ રાખે એમની કિસ્મત ફરે
એવી ચમત્કારી અસર મેં જોઈ માં ના હાથમાં

એને વકીલો જેમ પ્રશ્નો અવનવાં કરવાં ગમે
ફસતો નથી તોયે બિછાવેલી સવાલી જાળમાં

મારી મહોતરમાની વાતો કહું તો તમને લાગશે
જાણે ઇબાદત કરતો હોંઉં હું સુફી અંદાજમાં
– નરેશ કે.ડોડીયા
Advertisement