मारा उपर तो जीव पाथरनारनी कमी नथी Gujarati Gazal By Naresh K. Dodia

मारा उपर तो जीव पाथरनारनी कमी नथी Gujarati Gazal By Naresh K. Dodia
मारा उपर तो जीव पाथरनारनी कमी नथी Gujarati Gazal By Naresh K. Dodia
मारा उपर तो जीव पाथरनारनी कमी नथी
तेथी ज तो मारा नयनमां जोइ ले नमी नथी

तारी रीयासत कायमी चाली छे मारा दिलमां रोज
सुंदर वदन लाखो छे तोये एक पण गमी नथी

भीतर भरोसोने ह्रदयमां हाम लइ सौने मळुं
तेथी ज सौ कहे छे के मारी लागणी डमी नथी

डर हारवानो कोइने होतो नथी रमत हो के प्रेम
ज्या हार तारी होय तुं एवी रमत रमी नथी

मारी जरूरत ध्यानमां क्यारेय ते लीधी नही
तारी कमी शब्दोमां वांची तुय समसमी नथी

तारा ह्रदय पर कायमी शासन जमावी राखुं हुं
इश्वर मने बोल्या के तारी वात लाजमी नथी

तारा विचारोमाथी ब्हारे नीकळी शक्यो नही
साथे वितावेली मजानी सांज आथमी नथी

हुं राह तारी जोइने थाकी जवानो छुं कदी
तु प्रेममां मारा सरीखी केम ऊधमी नथी?

मारी महोतरमां कदी तारी अमी नजर पडे
एक ज वखत अरजी करूं ए कांइ कायमी नथी
-नरेश के.डॉडीया
મારા ઉપર તો જીવ પાથરનારની કમી નથી
તેથી જ તો મારા નયનમાં જોઇ લે નમી નથી

તારી રીયાસત કાયમી ચાલી છે મારા દિલમાં રોજ
સુંદર વદન લાખો છે તોયે એક પણ ગમી નથી

ભીતર ભરોસોને હ્રદયમાં હામ લઇ સૌને મળું
તેથી જ સૌ કહે છે કે મારી લાગણી ડમી નથી

ડર હારવાનો કોઇને હોતો નથી રમત હો કે પ્રેમ
જ્યા હાર તારી હોય તું એવી રમત રમી નથી

મારી જરૂરત ધ્યાનમાં ક્યારેય તે લીધી નહી
તારી કમી શબ્દોમાં વાંચી તુય સમસમી નથી

તારા હ્રદય પર કાયમી શાસન જમાવી રાખું હું
ઇશ્વર મને બોલ્યા કે તારી વાત લાજમી નથી

તારા વિચારોમાથી બ્હારે નીકળી શક્યો નહી
સાથે વિતાવેલી મજાની સાંજ આથમી નથી

હું રાહ તારી જોઇને થાકી જવાનો છું કદી
તુ પ્રેમમાં મારા સરીખી કેમ ઊધમી નથી?

મારી મહોતરમાં કદી તારી અમી નજર પડે
એક જ વખત અરજી કરૂં એ કાંઇ કાયમી નથી
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment