साथमां रहेती नथी पण दिलमां ए छूपाववानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia

साथमां रहेती नथी पण दिलमां ए छूपाववानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
साथमां रहेती नथी पण दिलमां ए छूपाववानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
साथमां रहेती नथी पण दिलमां ए छूपाववानी होय छे
एक जणनी हाजरी जीवनमां आम ज पूरवानी होय छे

रात आखी कोइने कारण विना ज्यां जागवानी होय छे
फोन लइने हाथमां गमती छबीने ताकवानी होय छे

आ खूशीनी क्षण बधी जाहेर थइ शकती नथी तेथी ज तो
खानगीमां कोइ दिलनी मावजतने चाखवानी होय छे.

जिंदगीमां स्थान मनगमतुं बधाने जोइ पण मळतु नथी
आपणी ज्यां हाजरी खटके,जगा ए छोडवानी होय छे

केटली इच्छा जनम पामे छे ने पळवारमां पामे छे मोत
ए बधी इच्छाओ मननी कब्रमां कायम दाटवानी होय छे

एक बाळकनां ह्रदयनी वात जाणे जाणवानी होय एम
कोइ ऋजु दिलनी स्त्रीने आज रीते चाहवानी होय छे

सादगी एनी उपर छल्ली ज देखाडे बधा सामे अहीं
रग जरा दुखती दबावी जात साची जाणवानी होय छे

मांदगीमां हु बीछाने होंउने कोइ पूछे ना हालचाल
ए घडी यमराज आवे त्यां सुधी जीवी जवानी होय छे

हुं महोतरमाने चाही शायरी शीख्यो अने आवी समज
वात सौनी शब्द द्रारा रोज मारे छापवानी होय छे
-नरेश के.डॉडीया
સાથમાં રહેતી નથી પણ દિલમાં એ છૂપાવવાની હોય છે
એક જણની હાજરી જીવનમાં આમ જ પૂરવાની હોય છે

રાત આખી કોઇને કારણ વિના જ્યાં જાગવાની હોય છે
ફોન લઇને હાથમાં ગમતી છબીને તાકવાની હોય છે

આ ખૂશીની ક્ષણ બધી જાહેર થઇ શકતી નથી તેથી જ તો
ખાનગીમાં કોઇ દિલની માવજતને ચાખવાની હોય છે.

જિંદગીમાં સ્થાન મનગમતું બધાને જોઇ પણ મળતુ નથી
આપણી જ્યાં હાજરી ખટકે,જગા એ છોડવાની હોય છે

કેટલી ઇચ્છા જનમ પામે છે ને પળવારમાં પામે છે મોત
એ બધી ઇચ્છાઓ મનની કબ્રમાં કાયમ દાટવાની હોય છે

એક બાળકનાં હ્રદયની વાત જાણે જાણવાની હોય એમ
કોઇ ઋજુ દિલની સ્ત્રીને આજ રીતે ચાહવાની હોય છે

સાદગી એની ઉપર છલ્લી જ દેખાડે બધા સામે અહીં
રગ જરા દુખતી દબાવી જાત સાચી જાણવાની હોય છે

માંદગીમાં હુ બીછાને હોંઉને કોઇ પૂછે ના હાલચાલ
એ ઘડી યમરાજ આવે ત્યાં સુધી જીવી જવાની હોય છે

હું મહોતરમાને ચાહી શાયરી શીખ્યો અને આવી સમજ
વાત સૌની શબ્દ દ્રારા રોજ મારે છાપવાની હોય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment