एक इश्वरनी गरज क्यारे पडे कोने खबर छे? Gujarati Gazal By Naresh K. Dodia

एक इश्वरनी गरज क्यारे पडे कोने खबर छे? Gujarati Gazal By Naresh K. Dodia
एक इश्वरनी गरज क्यारे पडे कोने खबर छे? Gujarati Gazal By Naresh K. Dodia
एक इश्वरनी गरज क्यारे पडे कोने खबर छे?
कोइए जोयो नथी तोये सौने एनी खपत छे!

एमनी वातोने मे कागळमां उतारीने दीधी
वांचतां साथे मने बोली,अरे!आ तो गझल छे

त्राजवा लइ शेर मारा जोखवानी टेव एने
दादनी साथे ज ए बोली उठयां आंमां वजन छे

लागणी एनी ने मारा प्रेमनी ज्यारे परख थाय
जाणकारो ए कह्युं के एकबीजानी पूरक छे

घरमां भमराओने उडतां जोइ बोल्यों एमने हुं
दोस्त,फलावरवाझमां फूलो नही एनी नकल छे

काव्यमाथी बाळको पोएमनां युगमां धुस्या छे
मातृभाषा एमना माटे हवे अधरो विषय छे

एमने रविवारनां दिवसे मने मळवुं गमे छे
बाकीना दिवसोमां मारा बाळकोनी ए टीचर छे

होठ पर एनी गुलाबी ताजगी जोता ज लाग्युं
में करेलां सेकडॉ चुंबननी हजु ताजी असर छे

धण समी पाछी फरे यादो महोतरमानी कायम
ए पछी मारी नजर सामे ए ने मारी कलम छे
– नरेश के.डॉडीया
એક ઇશ્વરની ગરજ ક્યારે પડે કોને ખબર છે?
કોઇએ જોયો નથી તોયે સૌને એની ખપત છે!

એમની વાતોને મે કાગળમાં ઉતારીને દીધી
વાંચતાં સાથે મને બોલી,અરે!આ તો ગઝલ છે

ત્રાજવા લઇ શેર મારા જોખવાની ટેવ એને
દાદની સાથે જ એ બોલી ઉઠયાં આંમાં વજન છે

લાગણી એની ને મારા પ્રેમની જ્યારે પરખ થાય
જાણકારો એ કહ્યું કે એકબીજાની પૂરક છે

ઘરમાં ભમરાઓને ઉડતાં જોઇ બોલ્યોં એમને હું
દોસ્ત,ફલાવરવાઝમાં ફૂલો નહી એની નકલ છે

કાવ્યમાથી બાળકો પોએમનાં યુગમાં ધુસ્યા છે
માતૃભાષા એમના માટે હવે અધરો વિષય છે

એમને રવિવારનાં દિવસે મને મળવું ગમે છે
બાકીના દિવસોમાં મારા બાળકોની એ ટીચર છે

હોઠ પર એની ગુલાબી તાજગી જોતા જ લાગ્યું
મેં કરેલાં સેકડૉ ચુંબનની હજુ તાજી અસર છે

ધણ સમી પાછી ફરે યાદો મહોતરમાની કાયમ
એ પછી મારી નજર સામે એ ને મારી કલમ છે
– નરેશ કે.ડૉડીયા
Advertisement