रूबरू तुं आवे नहीने फोन पण मारो उपाडे नही Gujarati Gazal By Naresh K. Dodia

रूबरू तुं आवे नहीने फोन पण मारो उपाडे नही Gujarati Gazal By Naresh K. Dodia
रूबरू तुं आवे नहीने फोन पण मारो उपाडे नही Gujarati Gazal By Naresh K. Dodia
रूबरू तुं आवे नहीने फोन पण मारो उपाडे नही
तुं कान खोली साभळी ले आपणे आवुं कै फावे नही

चाही छे मारी जातने भूली तने ए राखजे याद तुं
एनी हकीकत जाणवा मारी गझल तु दिलथी वांचे नही

ज्या एकसरखो भाव बेंउना ह्रदयमां जोइ शकता नथी
ज्या एकने नमवानुंने बीजाने खमवानुं,ए चाले नही

जेने मळ्यो छे आसरो कुदरतनी साथे एक भगवाननो
पंखीना एवा धरने झंझावात आवे तोय पाडे नही

पीडा विशे प्रश्नो मने वरसो पछी चाहीने पूछ्या हतां
जेना लिधे शायर बन्यो छुं ए ज माणस भेद जाणे नही

छे साव आछी पातळी तकरारनी रेखा हथेळीमां क्याक
बस ए ज कारणथी मचक बेउमाथी एकेय आपे नही

तारो दिवानो छुं अने पागल छुं तारा प्रेममां सांचु पण
ए ध्यान पण हुं राखुं के तुं फायदो एनो उठावे नही

अखबारनी कोई खबर मानी गझल मारी न पढशो तमे
मारा जीवनमां जे बन्युं अखबार एवुं कांइ छापे नही

चालो महोतरमा विसामो शोधवानुं छोडी दइए हवे
तुं जेम इच्छे एम माराथी तने मळवा अवाशे नही
– नरेश के.डोडीया


રૂબરૂ તું આવે નહીને ફોન પણ મારો ઉપાડે નહી
તું કાન ખોલી સાભળી લે આપણે આવું કૈ ફાવે નહી

ચાહી છે મારી જાતને ભૂલી તને એ રાખજે યાદ તું
એની હકીકત જાણવા મારી ગઝલ તુ દિલથી વાંચે નહી

જ્યા એકસરખો ભાવ બેંઉના હ્રદયમાં જોઇ શકતા નથી
જ્યા એકને નમવાનુંને બીજાને ખમવાનું,એ ચાલે નહી

જેને મળ્યો છે આસરો કુદરતની સાથે એક ભગવાનનો
પંખીના એવા ધરને ઝંઝાવાત આવે તોય પાડે નહી

પીડા વિશે પ્રશ્નો મને વરસો પછી ચાહીને પૂછ્યા હતાં
જેના લિધે શાયર બન્યો છું એ જ માણસ ભેદ જાણે નહી

છે સાવ આછી પાતળી તકરારની રેખા હથેળીમાં ક્યાક
બસ એ જ કારણથી મચક બેઉમાથી એકેય આપે નહી

તારો દિવાનો છું અને પાગલ છું તારા પ્રેમમાં સાંચુ પણ
એ ધ્યાન પણ હું રાખું કે તું ફાયદો એનો ઉઠાવે નહી

અખબારની કોઈ ખબર માની ગઝલ મારી ન પઢશો તમે
મારા જીવનમાં જે બન્યું અખબાર એવું કાંઇ છાપે નહી

ચાલો મહોતરમા વિસામો શોધવાનું છોડી દઇએ હવે
તું જેમ ઇચ્છે એમ મારાથી તને મળવા અવાશે નહી
– નરેશ કે.ડોડીયા

Advertisement

No comments:

Post a Comment