नखशीख एने नजरवुं बहु गमे छे, Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
नखशीख एने नजरवुं बहु गमे छे, Gujarati Gazal By Naresh K. Dodia |
नखशीख एने नजरवुं बहु गमे छे,
बस,काम आ रोज करवुं बहु गमे छे.
बलखाय ज्या ए नदी थइ आंख सामे
बे हाथ प्होळा करी तरवुं बहु गमे छे
सांजे सूरज आथमे एनु छे कारण
संध्यानी बाहोमां सरवुं बहुं गमे छे
एनो तकाजो मने मळवाने आवो
दररोज आ लगवुं भरवुं बहुं गमे छे
ए ढाळ जेवी बने छे आंख सामे
त्यां बंध आंखे उतरवुं बहु गमे छे
तसतसतुं चुंबन करी लउं थाय एवुं
त्यारे मने एनुं डरवुं बहुं गमे छे
इच्छा हजारो भरी जोंउं छुं आकाश
तारानुं ए वखते खरवुं बहुं गमे छे
एवी महोतरमां जीवनमां आवी
एना उपर दिलथी मरवुं बहुं गमे छे
– नरेश के. डॉडीया
નખશીખ એને નજરવું બહુ ગમે છે,
બસ,કામ આ રોજ કરવું બહુ ગમે છે.
બલખાય જ્યા એ નદી થઇ આંખ સામે
બે હાથ પ્હોળા કરી તરવું બહુ ગમે છે
સાંજે સૂરજ આથમે એનુ છે કારણ
સંધ્યાની બાહોમાં સરવું બહું ગમે છે
એનો તકાજો મને મળવાને આવો
દરરોજ આ લગવું ભરવું બહું ગમે છે
એ ઢાળ જેવી બને છે આંખ સામે
ત્યાં બંધ આંખે ઉતરવું બહુ ગમે છે
તસતસતું ચુંબન કરી લઉં થાય એવું
ત્યારે મને એનું ડરવું બહું ગમે છે
ઇચ્છા હજારો ભરી જોંઉં છું આકાશ
તારાનું એ વખતે ખરવું બહું ગમે છે
એવી મહોતરમાં જીવનમાં આવી
એના ઉપર દિલથી મરવું બહું ગમે છે
– નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment