झाकळ उडे त्यारे फूलोनी नग्नतां परखाय छे Gujarati Gazal By Naresh K. Dodia

झाकळ उडे त्यारे फूलोनी नग्नतां परखाय छे Gujarati Gazal By Naresh K. Dodia
झाकळ उडे त्यारे फूलोनी नग्नतां परखाय छे Gujarati Gazal By Naresh K. Dodia
झाकळ उडे त्यारे फूलोनी नग्नतां परखाय छे
च्हेरानी पाछळनो असल म्होरो सौने देखाय छे

खूश्बुं समी आ आबरूने साचवीने राखजो
बगडी गयेलुं धान तो तासिर मूजब गंधाय छे

अफसोस शुं करवो,बगीचे झाझवां आवे नजर
रणमा भटकनाराओनो अंजाम आवो थाय छे

तस्वीरमाथी ब्हार आवीने मने मळशे कदी
ए धारणामां शायरी लाखो अहीं सर्जाय छे

मोडा पड्या तो तक सरी गइ हाथमांथी जेमनां
जेनो निसासो जिंदगीभर कानमां अथडाय छे

जेनी नजर पडता खिली उठतो बगीचो दिलमां रोज
एनी कमीमा बाग उर्मीनो अहीं करमाय छे

सामे मळे तो आंख एनी फेरवी ले छे हवे
कहेता हतां तारा विनां पळ एक क्यां रहेवाय छे!

मारी महोतरमाने मारां प्रेमनां कीस्सा हवे
मारी गझल अखबार मानीने अहीं वंचाय छे
– नरेश के. डॉडीया
ઝાકળ ઉડે ત્યારે ફૂલોની નગ્નતાં પરખાય છે            
ચ્હેરાની પાછળનો અસલ મ્હોરો સૌને દેખાય છે                 

ખૂશ્બું સમી આ આબરૂને સાચવીને રાખજો    
બગડી ગયેલું ધાન તો તાસિર મૂજબ ગંધાય છે                             

અફસોસ શું કરવો,બગીચે ઝાઝવાં આવે નજર               
રણમા ભટકનારાઓનો અંજામ આવો થાય છે        

તસ્વીરમાથી બ્હાર આવીને મને મળશે કદી                 
એ ધારણામાં શાયરી લાખો અહીં સર્જાય છે           

મોડા પડ્યા તો તક સરી ગઇ હાથમાંથી જેમનાં         
જેનો નિસાસો જિંદગીભર કાનમાં અથડાય છે       

જેની નજર પડતા ખિલી ઉઠતો બગીચો દિલમાં રોજ        
એની કમીમા બાગ ઉર્મીનો અહીં કરમાય છે     

સામે મળે તો આંખ એની ફેરવી લે છે હવે    
કહેતા હતાં તારા વિનાં પળ એક ક્યાં રહેવાય છે!    

મારી મહોતરમાના કીસ્સા જાણવાં માટે હવે                                        
મારી ગઝલ અખબાર માનીને અહીં વંચાય છે                 
- નરેશ કે. ડૉડીયા


Advertisement