आयखानी आ अधुरप खीटी ए टांगी छे अमे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
आयखानी आ अधुरप खीटी ए टांगी छे अमे Gujarati Gazal By Naresh K. Dodia |
आयखानी आ अधुरप खीटी ए टांगी छे अमे
आ कसरने शब्दनी आडसमा छूपावी छे अमे
जिंदगीमां एकधारी मौज सौने मळती नथी
धुपं मळी के छाव,मस्तीथी सदा माणी छे अमे
जेमने अंगत गण्या छे दोस्त जेवां मानी अहीं
कायमी एनी उपाधी कांखमा नांखी छे अमे
लागशे सुनकार ज्यारे हाजरी मारी नां हशे
शब्द देहे जात मारी तारामां स्थापी छे अमे
बे-धडक बोलावजे मारी जरूरत ज्यारे पडे
तुं हुकमनी राणी छो ए वातने मानी छे अमे
कायमी मारा उपर अधिकार कोईनो छे नही
भलभलानी वातने जाहेरमां टाळी छे अमे
आ टणीखोरो बधां माराथी कायम गभराय छे
एमनी जाहेरमा औकात देखाडी छे अमे
तु मने छोडी महोतरमां कशे जइ शकशे नही
छुंदणानी जेम दिलमां तुजने त्रोफावी छे अमे
– नरेश के.डॉडीयां
આયખાની આ અધુરપ ખીટી એ ટાંગી છે અમે
આ કસરને શબ્દની આડસમા છૂપાવી છે અમે
જિંદગીમાં એકધારી મૌજ સૌને મળતી નથી
ધુપં મળી કે છાવ,મસ્તીથી સદા માણી છે અમે
જેમને અંગત ગણ્યા છે દોસ્ત જેવાં માની અહીં
કાયમી એની ઉપાધી કાંખમા નાંખી છે અમે
લાગશે સુનકાર જ્યારે હાજરી મારી નાં હશે
શબ્દ દેહે જાત મારી તારામાં સ્થાપી છે અમે
બે-ધડક બોલાવજે મારી જરૂરત જ્યારે પડે
તું હુકમની રાણી છો એ વાતને માની છે અમે
કાયમી મારા ઉપર અધિકાર કોઈનો છે નહી
ભલભલાની વાતને જાહેરમાં ટાળી છે અમે
આ ટણીખોરો બધાં મારાથી કાયમ ગભરાય છે
એમની જાહેરમા ઔકાત દેખાડી છે અમે
તુ મને છોડી મહોતરમાં કશે જઇ શકશે નહી
છુંદણાની જેમ દિલમાં તુજને ત્રોફાવી છે અમે
– નરેશ કે.ડૉડીયાં
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment