समजदार तो आप मेळे थवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia

समजदार तो आप मेळे थवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
समजदार तो आप मेळे थवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia 
समजदार तो आप मेळे थवानुं होय छे
इशारो नयननो मळे त्यां जवानुं होय छे

बधानी सलाहो तुं सांभळजे पहेला,ए पछी
ह्रदय जे कहे ए मूजब चालवानुं होय छे

घणी वखते मांगीने जे जोइए मळतुं नथी
धणी वखते बस आपणे आपवानुं होय छे

जीवनमां धणी वखते भूलो करीए आपणे
आ घटनाओथी आपणे शीखवानुं होय छे

हुं अंतर बधाथी कदी एकसरखुं राखुं नां
अमुक दिलमां बळजबरीथी घूसवानुं होय छे

ए अंगत छे बाबत छता आपणे कही दइए ज्यां
ए माणसना सानिध्यमां खूलवानुं होय छे

स्मरण एक माणसनुं दररोज सांजे आवी जाय
पछी ए जूनी यादमां डुबवानुं होय छे

मे ओवारणा लीधा ज्यारे महोतरमां आवी
टचाकां दसे आंगळे फूटवानुं होय छे
– नरेश के.डॉडीया
સમજદાર તો આપ મેળે થવાનું હોય છે
ઇશારો નયનનો મળે ત્યાં જવાનું હોય છે

બધાની સલાહો તું સાંભળજે પહેલા,એ પછી
હ્રદય જે કહે એ મૂજબ ચાલવાનું હોય છે

ઘણી વખતે માંગીને જે જોઇએ મળતું નથી
ધણી વખતે બસ આપણે આપવાનું હોય છે

જીવનમાં ધણી વખતે ભૂલો કરીએ આપણે
આ ઘટનાઓથી આપણે શીખવાનું હોય છે

હું અંતર બધાથી કદી એકસરખું રાખું નાં
અમુક દિલમાં બળજબરીથી ઘૂસવાનું હોય છે

એ અંગત છે બાબત છતા આપણે કહી દઇએ જ્યાં
એ માણસના સાનિધ્યમાં ખૂલવાનું હોય છે

સ્મરણ એક માણસનું દરરોજ સાંજે આવી જાય
પછી એ જૂની યાદમાં ડુબવાનું હોય છે

મે ઓવારણા લીધા જ્યારે મહોતરમાં આવી
ટચાકાં દસે આંગળે ફૂટવાનું હોય છે
– નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment