तारा गयानां केटला वरसे तने हुं मळ्यो Gujarati Gazal By Naresh K. Dodia

तारा गयानां केटला वरसे तने हुं मळ्यो Gujarati Gazal By Naresh K. Dodia

तारा गयानां केटला वरसे तने हुं मळ्यो
ज्यांथी छूट्या वरसो थया ए जेलने हुं मळ्यो

ज्या एकसरखी छे सजां छे प्रेमनी कोर्टमां
मे एकलाए भोगवी ए केशने हुं मळ्यो

लांबी मथामण बाद आवे गझल मनमां एक
त्यारे ज दिलमां आवतां प्रस्वेदने हुं मळ्यो

वांचन विनां लखवुं अहींया व्यर्थ लागे मने
एवा धणा शायरथी थाती वेठने हुं मळ्यो

खूश्बू हजी एवीने एवी होय ज्यारे पढॉ
बरकतथी लइने शुन्यनां जे शेरने हुं मळ्यो

तोरण उतारी नाखजो हुं आववानो नथी
आवुं कह्युं त्यारे तो मारा द्रेषने हुं मळ्यो

चालो महोतरमां भूली जइए वितेली काल
ए मानी गइ छे आज,ए संकेतने हुं मळ्यो
– नरेश के.डॉडीया
તારા ગયાનાં કેટલા વરસે તને હું મળ્યો
જ્યાંથી છૂટ્યા વરસો થયા એ જેલને હું મળ્યો

જ્યા એકસરખી છે સજાં છે પ્રેમની કોર્ટમાં
મે એકલાએ ભોગવી એ કેશને હું મળ્યો

લાંબી મથામણ બાદ આવે ગઝલ મનમાં એક
ત્યારે જ દિલમાં આવતાં પ્રસ્વેદને હું મળ્યો

વાંચન વિનાં લખવું અહીંયા વ્યર્થ લાગે મને
એવા ધણા શાયરથી થાતી વેઠને હું મળ્યો

ખૂશ્બૂ હજી એવીને એવી હોય જ્યારે પઢૉ
બરકતથી લઇને શુન્યનાં જે શેરને હું મળ્યો

તોરણ ઉતારી નાખજો હું આવવાનો નથી
આવું કહ્યું ત્યારે તો મારા દ્રેષને હું મળ્યો

ચાલો મહોતરમાં ભૂલી જઇએ વિતેલી કાલ
એ માની ગઇ છે આજ,એ સંકેતને હું મળ્યો
– નરેશ કે.ડૉડીયા
Advertisement